રાજયમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 236 તાલુકામાં વરસાદ પડ્યો છે.સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાની એન્ટ્રી મધ્યગુરાતમાં જોવા મળી હતી. ગઈકાલે સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં નોંધાયો હતો. જેમાં વડોદરા અને આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. મધ્યગુજરાતમાં ( મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ )મૂશળધાર વરસાદ પડ્યો હતો ,આણંદના બોસસદમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નોંધનીય છે કે સરકારના આંકડા મુજબ બોરસદમાં 13.9 ઈંચ, વડોદરા તાલુકામાં 8.5 ઈંચ, તિલકવાડામાં 8.3 ઈંચ, પાદરામાં 8.1 ઈંચ, ભરૂચ તાલુકામાં 7.3 ઈંચ, ખેરગામમાં 7.3 ઈંચ, નસવાડીમાં 6.3 ઈંચ, સુબીરમાં 6.1 ઈંચ, નાંદોદમાં 5.7 ઈંચ, શિનોરમાં 5.7 ઈંચ, અંકલેશ્વરમાં 5.6 ઈંચ, ઝઘડિયામાં 5.3 ઈંચ, દહેગામમાં 5.3 ઈંચ, હાંસોટમાં 5.1 ઈંચ, મહુવામાં 5.1 ઈંચ, સંખેડામાં 4.8 ઈંચ, હાલોલમાં 4.6 ઈંચ, વાગરામાં 4.6 ઈંચ, માંગરોળમાં 4.4 ઈંચ, ડભોઈમાં 4.4 ઈંચ, વઘઈમાં 4.3 ઈંચ, કરજણમાં 4.3 ઈંચ, બારડોલીમાં 4.3 ઈંચ, કપડવંજમાં 4.2 ઈંચ, વાલિયામાં 4.2 ઈંચ, ખંભાતમાં 4.2 ઈંચ, તલોદમાં 4.0 ઈંચ અને પલસાણામાં 4.0 ઈંચ વરસાદ નોંધાયો છે.રાજ્યના 4 તાલુકામાં 8 ઈંચ કરતા વધુ, 28 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ જ્યારે 123 તાલુકામાં 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ સાથે જ 113 તાલુકામાં સામાન્યથી 1 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે
આ પણ વાંચો- ભારે વરસાદના લીધે વડોદરામાં તળાવ ફાટ્યું, ફાયર ટીમ ઘટનાસ્થળે, અત્યાર સુધી 30 લોકોને બચાવ્યા