આ કુતરાઓ પાસે છે અંબાણીથી પણ વધારે સંપત્તિ : જાણી લેશો તો કુતરાનો જન્મ માંગશો

65
Loading...

દુનિયાભરમાં તો ઘણા અમીર લોકો છે. જેમની પાસે અરબોની સંપત્તિ છે. પરંતુ જો અમે તમને કહીએ કે એક એવો કૂતરો પણ છે, જે આ અરબપતિઓ કરતા વધારે ધનવાન છે, તો શું તમે માનશો? કદાચ નહીં, તમે પણ એવું જ કહેશો કે આવું કંઈ થતું હશે કે. એક કૂતરો કઈ રીતે અરબપતિ હોઈ શકે? તો તમને જણાવી દઈએ કે આ સમાચાર એકદમ સાચા છે. આ કૂતરાએ દુનિયાભરના અરબ પતિઓને પછાડી દીધા છે. એની આગળ-પાછળ એટલા નોકર ફરતા હશે જેટલા અંબાણીના ઘરમાં પણ નહીં હોય. કુતરા પાસે એટલી સંપત્તિ છે કે તે પોતાનો કોઈ આઈલેન્ડ અથવા વિમાન ખરીદી શકે છે. કોણ છે આ કૂતરો અને કઈ રીતે આવી એની પાસે આટલી સંપત્તિ, ચાલો તમને જણાવીએ.

દુનિયાનું સૌથી ધનવાન પ્રાણી :

જણાવી દઈએ કે અમે જે કૂતરાની વાત કરી રહ્યા છીએ તે જર્મન શેફર્ડ પ્રજાતિનો છે. એનું નામ ગંથર ફોર્થ છે. તમને જાણીને નવાઈ લાગશે કે એ દુનિયાનું સૌથી અમીર પ્રાણી છે. અને તે સ્ટારડમની બાબતે કોઈ સ્ટાર કરતા ઓછો નથી.

કુતરા પાસે છે અરબોની સંપત્તિ :

તમે જાણીને ચોંકી જશો જયારે તમને કૂતરાની બધી સંપત્તિ વિષે જાણવા મળશે. જણાવી દઈએ કે એની પાસે 14.5 કરોડ ડોલર એટલે કે 9,71,50,00000 રૂપિયાની સંપત્તિ છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આજના આ સમયમાં જ્યાં એક માણસ વર્ષો મહેનત કર્યા પછી આટલા પૈસા નથી કમાઈ શકતો, એવામાં એક કુતરા પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી?

ખરેખર, ગંથર પાસે આટલી સંપત્તિ એના પિતા પાસેથી આવી છે. અને એના પિતા પાસે આ સંપત્તિ એની માલિક કાર્લોત્તા લીબેંસટાઈનના મૃત્યુ પછી મળી. 1992 માં માલિકના દેહાંત પછી બધી સંપત્તિ ગંથરના પિતાની થઈ ગઈ હતી. કાર્લોત્તા પોતાના કૂતરાને એટલો પ્રેમ કરતી હતી કે તેમણે મર્યા પછી પોતાની બધી સંપત્તિ પોતાના કૂતરાંના નામે કરી દીધી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે એમણે પોતાની સંપત્તિ માંથી પોતાના પરિવારના સભ્યોને એક ફૂટી કૌડી પણ નથી આપી.

સેંકડો નોકરની ફોજ :

આ પણ વાંચો

જુઓ આ મંદિર નું ખુલી ગયુ રહસ્ય તો આવી શકે છે ભયંકર પ્રલય : જાણો આવુ તે ક્યુ મંદિર છે

ગંથર પાસે આજે નોકરોની ફોજ છે. તે એક આલીશાન બંગલામાં સેંકડો નોકરોની વચ્ચે રહે છે. નોકર-ચાકર એમની પસંદનું ખાવાનું બનાવે છે, અને એને મોંઘી-મોંઘી ગાડીઓમાં ફરવા પણ લઈ જાય છે. જો એકવાર તમે ગંથરની રહેણી કરણી જોઈ લેશો તો આગળના જન્મમાં તમે મનુષ્યનો નહીં પણ એક કૂતરાનો જન્મ માંગશો. આ ફોટાઓમાં જુઓ ગંથર કેટલી શાન અને વૈભવથી રહે છે. શાન અને વૈભવ જોઈને તો ટાટા, બિરલા અને અંબાણી પણ શરમાઈ જાય. માલિકના દેહાંત પછી ઈટલી અને જર્મનીની પ્રોપર્ટી પણ ગંથરના નામે થઈ ગઈ હતી. ફોટામાં તમે જ જોઈલો ગંથર કેટલું આરામનું જીવન જીવી રહ્યો છે. આ ફોટા જોયા પછી તમને પણ થતું હશે કે ‘કુતરાના પણ દિવસ આવે છે.’

મિત્રો આશા છે કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. પસંદ આવવા પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

તમને કદાચ ગમશે

Loading...