શિયાળામાં બનાવો અડદિયા, ટેસ્ટની સાથે મળશે ખૂબજ હેલ્થ બેનેફિટ

73
Loading...

adadiya ટેસ્ટ અને હેલ્થનું મિશ્રણ

આમ તો શિયાળામાં આપણે અનેક વસાણા બનાવીએ છીએ. તેમાં અડદિયા એ કાઠિયાવાડનું લોકપ્રિય શિયાળુ વસાણું છે.

અડદની દાળમાંથી બનતી આ આઈટમમાં ઘણાં ડ્રાયફ્રુટ્સ અને તેજાના હોય છે.

શિયાળામાં અડદિયા ખાવાના ઘણા ફાયદા છે, જે શરીરને આખા વર્ષ માટેની તાકાત પૂરી પાડે છે. ત્યારે સાવ સહેલી રીતથી ઘરે જ બનાવો અડદિયા.

સામગ્રી

500 ગ્રામ અડદની દાળ

400 ગ્રામ ઘી

500 ગ્રામ ખાંડ

100 ગ્રામ કાજુ

100 ગ્રામ બદામ

10 નંગ એલચી

5 નંગ લવિંગ

8 થી 10 નંગ તજ

નાનો ટુકડો સુંઠ

100 ગ્રામ ગુંદ

1 કપ દૂધ

બનાવવાની રીત 1

એક મોટા વાસણમાં અડદનો લોટ લો. બીજા એક વાસણમાં દૂધ મીડિયમ ગરમ કરી તેમાં એક ચમચો ઘી નાંખીને હલાવો.

હવે આ મિશ્રણને લોટમાં નાંખો અને બંને હાથ વડે લોટમાં મિક્સ કરો. ત્યારબાદ મોટા લોયામાં ઘી ગરમ કરવા મૂકો.

ઘી ગરમ થયા પછી તેમાં અડદનો લોટ નાંખી ગેસને ધીમી આંચ પર રાખો અને ધીમે-ધીમે હલાવો.

લોટનો કલર એકદમ બદામી થાય એટલે ગેસ બંધ કરાવો. બીજી એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી ભરી ગેસ પર મુકો. પાણીને ધીમા તાપે ગરમ કરી ચાસણી તૈયાર કરો.

બનાવવાની રીત 2

ચાસણી બની ગઈ કે નહીં તે જોવા માટે હાથમાં ચાસણીના ટીંપા લઈ તાર બને છે કે નહી જોવું. તાર તૂટે નહી તેવો બને એટલે ચાસણી તૈયાર. ચાસણીને બાજુ પર રાખી દો.

હવે સુકું પીસવાના જારમાં ગુંદ, ફોલેલી એલચી, તજ, લવિંગ, સુંઠનો બારીક ભૂકો કરી લો. આ ભૂકાને શેકાયેલા લોટમાં નાંખી દો.

બદામ અને કાજુના નાના ટુકડા કરી લોટમાં મિક્સ કરી દો. છેલ્લે ચાસણી નાંખીને મિક્સ કરી દો.

ત્યારબાદ ઘીથી ગ્રીસ કરેલી એક થાળીમાં આ મિશ્રણ પાથરી દો અને ચપ્પાથી કાપા પડી ચોસલા કરો. ઠંડા થઈ જાય એટલે આ ચોસલાને કરીને ડબ્બામાં ભરી લો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...