દરેક સપનાનો હોય છે અર્થ, શું તમને પણ દેખાય છે આવા સપના?

સપના દરેક વ્યક્તિ જોય છે. જે ભવિષ્ય માટે સપના જોય છે એના માટે તે દિવસ રાત મહેનત કરે છે, પરંતુ જે બીજા સપના હોય છે તે ફક્ત ઊંઘતા સમયે જ આવે છે. તમે ઘણા પ્રકારના સપના જોતા હશો, મરવાના, મારવાના, પડવાના, ફરવાના, કોઈને મળવાના, ક્યાંક જવાના અને ન જાણે બીજા કયા-કયા. ઘણીવાર આ સપનાને જોયા પછી ડર પણ અનુભવાય છે તો ઘણીવાર ખુશી પણ થાય છે. ઘણીવાર અજીબો-ગરીબ સપના પણ આવે છે. જેની સાથે તમારે કોઈ અર્થ પણ ન રહ્યો હોય. સપના તમારા મનના ભાવ હોય છે. જો કે ઘણા બધા સપનાનો અર્થ હોય છે. તમને જાનવીએ એ સપનાના અર્થ.

સપનામાં જો જાનવર જોવા મળે તો એના અલગ અલગ અર્થ થાય છે. જેમ કે જો સપનામાં રડતો કૂતરો જોવા મળે તો એનો અર્થ થાય છે કે કંઈક ખરાબ થવાનું છે. જો બિલાડી દેખાય તો તો એનો અર્થ તમારો કોઈ સાથે ઝગડો થવાનો છે. સિંહ દેખાવાનો અર્થ એ છે કે તમારું કોઈ અટકેલું કામ પૂરું થવાનું છે. જો તમને સફેદ ગાય દેખાય તો એનો અર્થ એ છે કે તમને ખાંડ અને ચાંદીના વ્યાપારમાં લાભ મળશે. જો તમે ગાયનું દૂધ નીકળતા જોવ છો, તો એનો અર્થ એ છે કે સંપત્તિમાં લાભ મળવાનો છે.

સપનામાં કીડી-મકોડા દેખાવાનું પણ અલગ અલગ મહત્વ હોય છે. સપનામાં ગરોળી દેખાવી અશુભ માનવામાં આવે છે. જો એક જગ્યાએ બેસેલી ગરોળી દેખાય તો એનો અર્થ છે કે કંઈક ખરાબ થવાનું છે. ભમરો જો સપનામાં દેખાય તો જાણી લેવું કે કોઈ તમને દગો આપવાનું છે. જુગનું (આગિયો) દેખાવાનો અર્થ છે કે તમારા પરિવારમાં અથવા કોઈ મિત્ર સાથે લડાઈ થઈ શકે છે. તીડ દેખાવાનો અર્થ થાય છે કે વ્યાપારમાં હાનિ થશે.

સપનામાં લોકોના દેખાવાનો પણ અર્થ હોય છે. જો તમે સપનામાં મિત્ર જુઓ છો, તો એનો અર્થ એ છે કે તમારા મિત્રને તમારી સલાહની જરૂર છે, અથવા તે તમને કંઈક કહેવા માંગે છે. વૃદ્ધને સપનામાં જોવાનો અર્થ છે કે તમને પ્રેમ અને વૃદ્ધિ મળવાની છે. જો તમારા સપનામાં માતા-પિતા આવી રહ્યા છે, તો એનો અર્થ છે કે તમને તમારા કાર્યક્ષેત્રમાં સમ્માન મળવાનું છે. શિક્ષકને સપનામાં જોવાનો અર્થ છે કે તમે તમારા જીવનમાં પ્રગતિ કરવાના છો, તમને સફળતા મળવાની છે.

સપનું કોઈ ઉત્સવનું દેખાય પણ અસર પાડે છે. લગ્ન જોવાનો અર્થ એ છે કે કોઈ મોટુ સંકટ આવવાનું છે. જો તમે સપનું જોવ છો કે તમે પાર્ટીમાં જઈ રહ્યા છો, તો એનો અર્થ એ છે કે તમે જલ્દી જ કોઈ શોકસભામાં જવાના છો. ડોલી જોવાનો અર્થ એ છે કે તમે કોઈ પરેશાનીમાં પાડવાના છો. વિદાઈ જોવી શુભ માનવામાં આવે છે. કારણ કે તમે સપનામાં રડો છો, તો અસલમાં તમને આર્થિક લાભ મળશે.

કોઈ મરી ગયેલા મનુષ્યને સપનામાં જોવાનો અર્થ એ થાય છે તમારા મનની કોઈ ઈચ્છા પુરી થવાની છે. કોઈનું મૃત્યુ જોવાનો અર્થ એ થાય છે કે એનું આયુષ્ય વધી ગયું છે. જે પણ પરેશાની છે, તે દૂર થઈ ચુકી છે. હત્યા થતી દેખાઈ રહી છે એનો અર્થ એ છે કે તમને ક્યાંકથી દગો મળવાનો છે. શબ દેખાવાનો અર્થ હોય છે કે તમારો ભાગ્યોદય થવાનો છે.

આ પણ વાંચો

તમે જાણો છો મંદિર મા આ વસ્તુ રાખવાથી ઘરમાં દરિદ્રતા અને કંકાસ જ રહે છે : જાણો કઈ વસ્તુઓ

તમને કદાચ ગમશે