જેને પથ્થર સમજીને રાખ્યો હતો ઘરમાં, તે હતી એવી વસ્તુ જેની કિંમત જાણીને દરેક રહી ગયા દંગ

86
Loading...

હંમેશા આપણે દરવાજાને ખુલ્લો રાખવા માટે કોઈ વસ્તુ તેને અડાડીને રાખીએ છીએ જેથી વારંવાર દરવાજો ખોલવા અને બંધ કરવાની જરૂર ન પડે, અને તેવામાં આપણે ઘણી વખત કોઈ પ્રકારનું લોખંડ કે પથ્થરનો ઉપયોગ કરીએ છીએ.

પરંતુ તમે શું કરશો જ્યારે તમને ખબર પડે કે તમે જે પથ્થરને દરવાજાને અડાડીને રાખવામાં ઉપયોગ કરી રહ્યા હતા, તે પથ્થરની કિંમત લાખોની છે, તો કદાચ તમે પણ દંગ રહી જશો. એવું જ કાંઈક અમેરિકાના મેશીગનમાં રહેવા વાળા વ્યક્તિ સાથે થયું. ખરેખરમાં તે વ્યક્તિ લગભગ ૩૦ થી ૪૦ કિલો વજનનો એક પથ્થરનો ટુકડો અડાડીને દરવાજો બંધ કરવામાં ઉપયોગ કરતો હતો. પરંતુ કોઈના દ્વારા જયારે આ પથ્થરની કિંમતની જાણ થઇ તો તેના હોંશ જ ઉડી ગયા.

આ પથ્થરની કિંમત ૧ લાખ ડોલર એટલે કે લગભગ ૭૪ લાખ રૂપિયા ગણવામાં આવી હતી. ખરેખરમાં તે બીજું કાંઈ નહિ પરંતુ એક ઉલ્કાપીંડનો ટુકડો છે, જે તે વ્યક્તિને ભેટ તરીકે મળ્યો હતો, જયારે ૧૯૮૮ માં તેણે તેની સંપત્તિને વેચી હતી. આ ઉલ્કા ૧૯૩૦ ના દશકમાં તેના ખેતરના ખોદકામ કરતી વખતે મળ્યો હતો અને ત્યારે તે સમયે તો તે ઘણો ગરમ હતો.

આ પથ્થર વિષે તે મકાનના નવા માલિકએ જણાવ્યું કે તે પથ્થર મને જોવામાં સારો લાગ્યો અને હું તેનો ઉપયોગ દરવાજાને અડાડવામાં કરવા લાગ્યો. તેવામાં એક દિવસ મને વિચાર આવ્યો કે કેમ ન આ પથ્થરની કિંમત બજારમાં તપાસ કરવામાં આવે, અને હું કિંમત જાણવા માટે તેને બજારમાં લઇ ગયો, જ્યાં જાણ્યા પછી મને ખબર પડી કે તેની કિંમત લગભગ ૧ લાખ ડોલર છે અને તે સાંભળીને હું પણ ચકિત રહી ગયો.

મને નવાઈ ત્યારે થઇ જયારે મને એ ખબર પડી કે આ કોઈ સામાન્ય પથ્થર નથી પરંતુ ઉલ્કાપીંડ છે. ત્યાર પછી હું આ પથ્થરને મિશિગન યુનીવર્સીટી લઇ ગયો. ત્યાં જીયોલોજીના પ્રોફેસર મોનાલીસા સ્રબેસ્કૂ એ આ પથ્થરનો આકાર જોઇને જ ચોંકી ગઈ અને તેમણે પથ્થરના એક્સરે ફ્લોરોસેંસથી પરીક્ષણ કરાવવાનો નિર્ણય લીધો.

તપાસ દ્વારા જાણવા મળ્યું કે આ પથ્થરમાં ૮૮% લોખંડ, ૧૨% નીકળ અને થોડા પ્રમાણમાં ભારે ધાતુઓ જેવી કે ઇરીડીયમ, ગેલીયમ અને સોનાનું પ્રમાણ પણ રહેલું છે.

ત્યાર પછી આ પથ્થરને મોનાલીસાએ પથ્થરના થોડા અંશને વોશિંગટનની સ્મિથસોનીયં ઇન્સ્ટીટયુટ મોકલ્યા, જ્યાં તે ઉલ્કાપીંડ હોવાની પુષ્ટિ થઇ. તમામ રીતે તપાસ વગેરે પછી આ પથ્થરને એડમોર ઉલ્કાપીંડ નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે એડમોરમાં જ પડ્યો હતો.

હવે આ પથ્થર એટલે ઉલ્કાપીંડનો નમુનો કેલીફોર્નીયા યુનીવર્સીટીના પ્લેનેટરી-સાયન્સ ડીપાર્ટમેન્ટ મોલકવામાં આવ્યો છે, જેથી તેનું રાસાયણિક સંઘટન જાણી શકાય, જેથી કે ભવિષ્યમાં આ પ્રકારના પથ્થરો અને ઉલ્કાઓ વિષે જાણી શકાય.

પૃથ્વીનો સૌથી મોટો ઉલ્કાપીંડ નામીબીયના હોબામાં મળ્યો હતો. જેનું વજન ૬૬૦૦ કિલો હતું અને જેનો પણ મોટો ભાગ લોખંડ અને નીકલનો હતો. ખરેખરમાં મંગળ અને બૃહસ્પતી વચ્ચે ઘણા લઘુગ્રહ કક્ષામાં ચક્કર લગાવી રહ્યા છે અને તેના ટુકડાને ઉલ્કા કહેવામાં આવે છે.

ઘણી વખત એવું થાય છે કે ઉલ્કાઓ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી જાય છે, અને વાયુમંડળને લઈને નાના ઉલ્કાઓ બળીને નાશ થઇ જાય છે. તેવામાં મોટા ઉલ્કાપીંડ પૃથ્વી સાથે અથડાય જાય છે અને તે ક્યારે ક્યારે પથ્થરોના આકારમાં જમીન ઉપર પડી જાય છે.

આ પણ વાંચો

વાવાઝોડું આવવાથી પડી ગયું 215 વર્ષ જૂનું ઝાડ, મૂળમાં દેખાયું કંઈક આવું કે બોલાવી પડી પોલીસ

તમને કદાચ ગમશે

Loading...