નાસ્તા માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બટેટા વડા

38
Loading...

નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવું હોય તો આજે અમે તમારા માટે બટેટાની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જો ઘરે કોઇ મહેમાન આવ્યા હોય ચો બટેટા વડા હંમેશા એક સારો વિકલ્પ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી અને સોફ્ટ બટેટા વડા.. જે બનાવવામાં સહેલા અને સ્વાદિષ્ટ હોય છે. જેને તમે કેચઅપ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

સામગ્રી
2 નંગ – બાફેલા બટેટા (પીસેલા)
1-2 નંગ – લીલા મરચા (સમારેલા)
1 ચમચી – કોથમીર
1 કપ – ચણાનો લોટ
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – ગરમ મસાલો
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું
તરવા માટે – તેલ

આ પણ વાંચો

ફાટેલ દૂધને નાખી દેવાના બદલે તેમા માત્ર એક વસ્તુ ઉમેરી બનાવો આ સ્વાદિષ્ઠ બંગાળી મિઠાઇ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બટેટા લો તેમા મીઠું, મરચું, ગરમ મસાલો, કોથીમીર અને લીલા મરચાં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક કપ ચણાનો લોટ લો. તેમા હળદર અને મીઠું ઉમેરી લો. તેમા પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે બટેટાના મિશ્રણના નાના-નાના બોલ્સ બનાવી લો. ત્યાર પછી એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તૈયાર બોલ્સને ચણાના લોટના ખીરા ઉમેરો. આ બોલ્સને ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તરી લો. હવે તેને એક પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે ગરમા ગરમ બટેટા વડા.. તેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

તમને કદાચ ગમશે

Loading...