શુ તમે જાણો છો ? રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે અનેક ફાયદા : શુ છે તેનો મહિમા?

94
Loading...

એકમુખી રુદ્રાક્ષ: એક મુખવાળા રુદ્રાક્ષ પરમ તત્ત્વનાં પ્રકાશક છે. તેને પરમ તત્ત્વની કામનાની સાથે ધારણ કરવા જોઈએ. સહજ જ ઈશ્વર-પ્રાપ્તિની શક્તિ એક મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાથી મેળવાય છે.

દ્વિમુખી રુદ્રાક્ષ: બે મુખવાળા રુદ્રાક્ષ અર્ધનારીશ્વર હોય છે, તેને ધારણ કરવાથી અર્ધનારીશ્વર પ્રાપ્ત થાય છે. બે મુખવાળા રુદ્રાક્ષને ધારણ કરવાનું પ્રયોજન આ છે.

ત્રિમુખી રુદ્રાક્ષ: ત્રણમુખી રુદ્રાક્ષ ત્રણ અ‌િગ્નઓના સ્વરૂપવાળા છે, તે ધારણ કરવા માત્રથી જ અગ્નિતૃપ્તિ થાય છે. સ્ત્રી-હત્યાના પાપથી મુક્તિ આપવા માટેની શક્તિ ત્રિમુખી રુદ્રાક્ષમાં છે. આ પ્રકારના કૃત્યથી થનાર પાપ અગ્નિમાં મળી જાય છે તથા શિવતત્ત્વની પ્રાપ્તિ થાય છે.

ચતુર્મુખી રુદ્રાક્ષ: ચારમુખી રુદ્રાક્ષ પિતામહ બ્રહ્માજીના સ્વરૂપવાળા છે, તે ધારણ કરવાથી તંદુરસ્તી સારી રહે છે, તેમાં સ્ત્રીહત્યાના પાપને દૂર કરવાની અજોડ શક્તિ છે. તેને મહાજ્ઞાન, શુદ્ધિ અને સંપ‌િત્તના નિમિત્તે પણ ‌િશવભક્તે ધારણ કરવા જોઈએ.

પંચમુખી રુદ્રાક્ષ: પંચમુખી રુદ્રાક્ષ પાંચ બ્રહ્મ સ્વરૂપવાળા છે. તેને ધારણ કરવાથી શિવજી સંતુષ્ટ થાય છે. એ અભક્ષ્ય-ભક્ષ્ય અને અગમ્ય- ગમનનાં પાપથી મુક્તિ આપે છે. આ રુદ્રાક્ષની શક્તિને ‘રુદ્રકાલા‌િગ્ન’ કહેવાય છે.

ષટ્મુખી રુદ્રાક્ષ: છ મુખવાળા રુદ્રાક્ષના દેવતા ભગવાન કાર્તિકેય છે. તે ધારણ કરવાથી કાર્તિકેય હંમેશાં પોતાના ભક્તથી પ્રસન્ન રહે છે. તેની શક્તિની માહિતી મળે છે કે તેને ડાબા હાથમાં ધારણ કરવાથી બ્રહ્મત્યાના પાપથી છુટકારો થાય છે એમ પુરાણોમાં કહેવામાં આવ્યું છે. શિવપુરાણ ઉપરાંત કેટલાંક બીજાં પુરાણમાં વિદ્વાનોએ છમુખી રુદ્રાક્ષના દેવ ગણપતિને કહ્યા છે.

સપ્તમુખી રુદ્રાક્ષ: સાત મુખવાળા રુદ્રાક્ષની દેવીઓ-સાત માતાઓ છે. સૂર્ય સપ્ત‌િર્ષ પણ એના દેવતા કહેવાય છે. એ રુદ્રાક્ષને ધારણ કરવા માત્રથી જ શ્રીલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. પવિત્ર થઈને વિધિ-વિધાન સ‌િહત તેને ધારણ કરવાથી જ્ઞાન અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે. સુવર્ણની ચોરી આદિના પાપથી મુક્તિ આપવાની શક્તિ પણ તેમાં રહેલી છે.

અષ્ટમુખી રુદ્રાક્ષ: જે પ્રમાણે સાત મુખવાળા રુદ્રાક્ષની દેવીઓ-સાત માતાઓ છે તે પ્રમાણે આઠ મુખવાળાની દેવી-આઠ માતાઓ છે. આ રુદ્રાક્ષ આઠ વસ્તુ અને ગંગાને પ્રસન્ન કરનાર છે. તે પહેરવાથી સર્વ સત્યવાદી દેવ પ્રસન્ન થાય છે. દુષ્ટવંશની સ્ત્રી અને ગુરુપત્નીના સ્પર્શ આદિ પાપથી મુક્તિ આપવાનો ઉપાય આઠ મુખી રુદ્રાક્ષ ધારણ કરવામાં છે. તે ઉપરાંત બીજાં પાપનો નાશ કરવાની શક્તિ પણ તેમાં છે.

નવમુખી રુદ્રાક્ષ: નવ મુખવાળા રુદ્રાક્ષના દેવ ભૈરવ અને યમરાજ છે. તે ધારણ કરવાથી યમરાજનો ભય રહેતો નથી. તે ડાબી ભુજામાં ધારણ કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. ભ્રૂણહત્યા (ગર્ભપાત)ના પ્રાય‌િશ્ચત્ત સ્વરૂપ નવ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી મુક્તિ મળે છે.

દસમુખી રુદ્રાક્ષ: આ રુદ્રાક્ષની સ્વા‌િમની દસે દિશાઓ છે. ભગવાન શ્રીવિષ્ણુ પણ તેના દેવ છે. તે ધારણ કરવાથી દશે દિશાઓમાં કીર્તિ વધે છે. ભૂતપિશાચ, વેતાળ, બ્રહ્મરાક્ષસ આદિ દસ મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી શાંત થાય છે. તેનામાં એવી શક્તિ છે કે તેને ધારણ કરવાથી સર્વ ગ્રહ પણ શાંત થાય છે. તે પોતાનો કુપ્રભાવ પાડી શકતા નથી.

અગિયારમુખી રુદ્રાક્ષ: અગિયાર મુખવાળા રુદ્રાક્ષના દેવ રુદ્ર છે. ઇન્દ્રને પણ એના દેવતા માનવામાં આવે છે, જો કોઈ મનુષ્ય પણ દાન કરવાની ઈચ્છા હોય તો તે દાન કરી શક્યો નહિ હોય તો અગિયાર મુખવાળા રુદ્રાક્ષને ‌શિખામાં ધારણ કરવા, તેનાથી દાન નહિ કરી શક્યા હોય તો તેનું પાપ નાશ પામે છે, કેમ કે હજારો ગાયનું દાન કરવાનું પુણ્યફળ છે, તે આ રુદ્રાક્ષને ધારણ કરવાથી સહજ મળે છે.

દ્વાદશમુખી રુદ્રાક્ષ: બારમુખી રુદ્રાક્ષ મહાવિષ્ણુનું સ્વરૂપવાળા છે. બારે સૂર્ય તેના દેવતા છે. તે ધારણ કરવાથી કોઈ પણ શસ્ત્રધારી અને વાઘ વગેરેનો ભય સતાવતો નથી. તેના ધારણકર્તા આ‌િધ-વ્યાધિથી દૂર થઇને રાજા બનવા યોગ્ય થાય છે. શાસનની ઈચ્છા કરનાર મનુષ્યને એ ધારણ કરવાથી મોટો લાભ અને યશ મળે છે.

ત્રયોદશમુખી રુદ્રાક્ષ: તેર મુખવાળા રુદ્રાક્ષના દેવ કામદેવ મનાય છે. એ કારણે તેરમુખી રુદ્રાક્ષ કામ અને રસ-રસાયણની સિદ્ધિ આપે છે. તેના ધારણકર્તાને સર્વ પ્રકારના ભોગ પ્રાપ્ત થાય છે, કોઈ બંધુ-બાંધવાની હત્યાનું પાપ દૂર કરવા માટે પણ એ ધારણ કરવા ઉત્તમ છે.

ચતુર્દશીમુખી રુદ્રાક્ષ: શિવપુરાણમાં જણાવ્યું છે કે ૧૪મુખી રુદ્રાક્ષ રુદ્રના નેત્રમાંથી પ્રકટ થયા છે. જો ક્યાંકથી ૧૪ મુખી રુદ્રાક્ષ મળે તો તેને મસ્તક પર ધારણ કરવા જોઈએ, તેનાથી ઘણાં માન-સન્માન મળે છે. એ રુદ્રાક્ષનાં ગુણ અનંત છે, તેને ધારણ કરનાર મનુષ્ય સાક્ષાત્ શિવ-સ્વરૂપ થાય છે.

આમ, તો એક મુખીથી માંડીને ૨૧ સુધી રુદ્રાક્ષના દાણા મનાય છે પણ શિવપુરાણ, આદિ પૌરાણિક ગ્રંથોમાં કેવળ ૧૪ મુખી રુદ્રાક્ષ સુધીનું જ વિવરણ મળે છે, તેનાથી વધારે મુખવાળા રુદ્રાક્ષના સંબંધે આપણને ક્યાંયથી પણ જાણકારી મળતી નથી.

આ પણ વાંચો

ભારત જ નહિ આખી દુનિયામાં ચાલે છે ટોટકાનો ખેલ, જાણો આનાથી જોડાયેલી દિલચસ્પ વાતો

તમને કદાચ ગમશે

Loading...