જય માં મોગલ : જાણો ભગુડા ચારણ ની દીકરી માં મોગલ નો ઇતિહાસ અને રસપ્રદ વાતો

358

ચારણ મિત્રો અને અને આહીર મિત્રોની કુળદેવી માતા મોગલ એ ભગુડામાં વિરાજમાન છે. અહિયાં આજે અમે તમને આ સ્થાનક પાછળની એક રસપ્રદ અને જાણવા જેવી વાર્તા જણાવીશું.

ભગુડા માં આહીર સમાજ અને માલધારી સમાજના લોકો વસતા હતા. દરેક લોકો એકબીજાને દરેક સુખ અને દુઃખમાં સાથ આપતા હતા. એક દિવસ ભગુડાના નેસમાં એક ચારણ બહેને કાપડામાં આઈ મોગલ એ એક આહીર સ્ત્રીને ભેટમાં આપ્યા અને જણાવ્યું કે આ માતાએ અમારા બધા દુખ હરી લીધા છે તમે પણ તમારા એરિયામાં આ માતાની સ્થાપના કરજો. માં મોગલની કૃપાથી કોઈપણ મુશ્કેલી તમારી પર આવશે નહિ. આમ આ સ્ત્રીની વાત સાંભળીને તેમણે ભગુડામાં આઈ માં મોગલની સ્થાપના કરી અને પછી મોગલ માએ ક્યારેય આહીર સમાજના લોકો પર કોઈ મુશ્કેલી આવવા દીધી નહિ.

આમ મોગલ એ ચારણોની સાથે સાથે આહીર સમાજના પણ કુળદેવી તરીકે પૂજવા લાગ્યા.

મોગલ માની એક વાર્તા એ પાંડવો સાથે પણ જોડાયેલ છે. એક સમયે શ્રીકૃષ્ણ એ દ્રોપદી અને પાંચ પાંડવો સાથે કોઈ ચર્ચા કરી રહ્યા હતા આ સમય દરમિયાન દ્રોપદીની કોઈ વાત પર ભીમ એ હસવા લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ ભીમને રોકે છે અને જણાવે છે આમ તમે હસીને તમારી પત્નીનું અપમાન કરી રહ્યા છો. જો તમે દ્રોપદીનું અસલી સ્વરૂપ જોવા માંગો છો તો મધ્યરાત્રીએ જયારે તે નાહવા માટે જાય ત્યારે તમે છુપાઈને તેને જોજો અને જયારે તમને કોઈ ઈચ્છા માંગવા માટે પૂછવામાં આવે ત્યારે તમે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આવું વરદાન માંગજો. અને પછી તરત પાણીમાં તરીને બહુ દુર ચાલ્યા જજો

દ્રોપદીનું સ્વરૂપ જોઇને ડરી જાય છે. ભીમને દ્રોપદી એ જોગમાયા સ્વરૂપે દેખાય છે. જોગમાયા સ્વરૂપે દ્રોપદી એ ત્રાડ પાડે છે અને તેમનો અવાજ એ ચારે દિશામાં ગુંજવા લાગે છે. ત્યારબાદ દ્રોપદી એ પુકાર કરે છે કે ” જે પણ અહિયાં હાજર હોય અને તેને કોઈ વરદાન માંગવું હોય તો માંગી શકે છે.” આ વાત સાંભળીને ભીમને શ્રી કૃષ્ણએ જે સમજાવ્યું હતું એ યાદ આવે છે અને તે એ જ વરદાન માંગે છે અને પછી તરત તે પાણીમાં તરીને બહુ જ દુર ચાલ્યો જાય છે. થોડા જ સમયમાં માતા જોગમાયાના મોમાંથી અગ્નિજ્વાળા નીકળે છે અને ત્યાનું પાણી બહુ ઉકળી જાય છે. અહિયાં જે જોગમાયાના મોમાંથી અગ્નિ જ્વાળા નીકળી હતી તે માતા એટલે મોગલ મા.

જુના અને પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર ૨૨ વર્ષ પહેલા કરવામાં આવ્યો હતો. આ મંદિરમાં માં મોગલને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.અને ભક્તો એ પોતાની માનતા અને બાધાઓ પૂર્ણ થાય તેના માટે અહિયાં લાપસીનો પ્રસાદ ધરાવે છે. અહિયાંની એક વાત બહુ ખાસ છે અહિયાંની લાપસીની પ્રસાદી આરોગવાથી પણ ઘણા લોકોના દુખ અને પીડાઓ દુર થયાના પ્રસંગો પણ છે. ખાસ તો અહિયાં જે પણ મિત્રો એ સંતાન પ્રાપ્તિની આશા રાખતા હોય છે તેઓ માનતા અને બાધાઓ રાખતા હોય છે.

અહિયાં તમને મંદિરની દિવાલો પર નાના બાળકોના ફોટો જોવા મળશે એ ફોટો એ જે લોકોની સંતાન પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય તેમણે પોતાના સંતાનોના ફોટો ત્યાં મુક્યા હોય છે.

કહેવાય છે કે આ ભગુડા ગામમાં ક્યારેય કોઈ ઘરમાં આજ સુધી ચોરી થય નથી

જો તમે ભગુડા માં મોગલ ના ગામ માં જવાનું વિચારો છો તો જાણીલો સમય

આરતીનો સમય
સવારે- 7.00 વાગ્યે.
સાંજે – સંધ્યા સમયે

દર્શનનો સમયઃ 24 કલાક

જો તમે આ મંદિરે જવા ઈચ્છો છો તો તમે ભાવનગરથી મહુવા હાઈવે પર તળાજાથી ૨૦ કિલોમીટર દુર એક ગામ છે તે ગામનું નામ એ જાગધાર છે ત્યાંથી તમારે ૩ કિલોમીટર અંદર જવાનું રહેશે ત્યાં ભગુડા ગામમાં આવેલ છે આ મોગલધામ. અહિયાં નજીકમાં નજીક શિહોર ગામનું રેલ્વે સ્ટેશન આવેલ છે. અને જો પ્લેન દ્વારા તમે ત્યાં જવા માંગો છો તો નજીકમાં નજીક દીવનું એયરપોર્ટ આવેલ છે. આ મોગલધામ એ ત્યાંથી ૧૪૬ કિલોમીટર દુર છે

આ મોગલધામમાં રહેવા માટે જે લોકો દુરથી આવતા હોય છે તેમની માટે ૧૮ રૂમો રાખેલા છે , તેમાં અલગ અલગ સંડાસ અને બાથરૂમની સુવિધા પણ આપવામાં આવી છે. મંદિરમાં જ એક અન્નક્ષેત્ર પણ ચાલે છે જેમાં તમે સવારે ૧૧-૩૦ થી બપોરે ૩-૩૦ સુધી ભોજનનો લાભ લઇ શકશો તો સાંજે અહિયાં ૭-૩૦ થી ૧૦-૩૦ સુધી દરેક ભક્તને ભોજન મળતું હોય છે

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો