કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૨ : લેખક અક્ષય ચાવડા

89
Loading...

Captain :
ઇન્દિરા ગાંધી ને અચાનકજ બંગાળના (કોલકાતા) ખાતે એક જાહેર સભા સંબોધવા માટે જવાનું થાય છે પણ ઇન્દિરા ગાંધીનું મન માનતું નથી હોતું કારણ કે એનો અંતરાત્મા વારંવાર એમ કહેતો હોય છે કે કશું ખરાબ બનશે કે, નવા સંકટ નો સામનો કરવો પડશે આવું અંદરથી થાય છે કહેવાય છે કે “કોઈ પણ ઘટના દુનીયામાં બનતા પહેલા માનવીના મનમાં બને છે” બસ આવુજ કઈક ઇન્દિરા ગાંધીના મનમાં બને છે. મેડમ લાંબુ વિચારીને સભામાં જવાનો ઇનકાર કરે એ પેહેલાજ એમના રાજકીય સલાહકારે  મેડમ.. મેડમ …કહીને સભામાં જવા રાજી કરી લીધા …કદાચ આજ કારણથી આવી મોટી ઐતિહાસિક કથા બની.

Captain

Captain :

ઇન્દિરા ગાંધી ના મનમાં હજારો વહેમના વંટોળ સાથે કોલકાતામાં પોહેંચે છે.ને બીજા દિવસે સવારે દશ વાગ્યે સભા સંબોધન ચાલુ થાય છે. તો આબાજુ દેશ દ્રોહીઓ આ “રેઢા રાજ” નો લાભ લઈને સીધુજ ભારતના પંજાબ બોર્ડર ઉપર અણધાર્યું અક્રમણ કરી નાખ્યુ  દેશમાં હા..હા .કાર મચી ગયો કે હવે શું કરવું ? દેશની જવાબદાર વ્યક્તિતો બંગાળ (કોલકાતા) માં હતી અને દેશ માં મહત્વના નિર્ણય માટે શું કરવું ? સામે પાકિસ્તાનના ૧૦૦૦૦ જેટલા સૈનીકોને જબાબ કેમ દેવો …? તાત્કાલિક બધું કેમ ગોઠવું ? નવા જવાનોને  સજ્જ કરવામાં અને તેને બોર્ડર શુધી લાવામાં લગભગ ૨૦ કલાક જેટલો સમય થાય માટે તરતજ તાર વડે આ સમાચાર ઇન્દિરા ગાંધીને પોહોચાડ્યા અને ચાલુ ભાષણે એક ચિઠ્ઠીમાં સંદેશ  અપાય છે “ મેડમ PM ..પાકીસ્તાન ને પંજાબકી બોર્ડેર પર હમલા કરદિયા હે ઓર હમારે આર્મી જવાન કમ પડ રહે હે તો હમે ઓંર જ્યાદા જવાનોકો તૈયાર કરેકે બોર્ડેર તક પહોચાને પડેગે ઔર ઇનમેં હંમે મેં ૨૦ ઘંટે કા સમય લગેગા તબતક કીસીભી હાલત મેં પાકિસ્તાની સેન્ય કો બોર્ડેર પરહી રખના હે ઔર હંમે આપકે આદેશકા ઇન્તજાર હે ” જય ભારત”

Captain :

બસ હવેતો દેશનું નાક અને ઈજ્જતએ ઇન્દિરા ગાંધી ના એક આદેશ ઉપરજ હતું એવામાં ઇન્દીરા ગાંધી ને એક બહાદુર જવાનનું નામ યાદ આવે છે અને તરતજ ઇન્દિરા ગાંધી ભારતીય સેન્ય વડા ને તાત્લાકિક ફોન દ્વારા વાત કરે છે.અને એકજ પ્રશ્ન પૂછે છે .હમારે બહાદુર જવાન કેપ્ટન નોબુકગના કિધર છે ?? ઉનકે નેતૃત્વ મેં એક બહાદુર જવાનો કી ટીમ ભેજો ઔર ઈશ યુદ્ગકો ઔર દુશ્મનો કો ૨૦ ઘંટે તક રોક રખનેકા આદેશ દો “ભારતીય સેન્ય વડા” વિચારે છે કે કેપ્ટન નોબુકગના અને ફક્ત ૫૦ જવાનોની ટીમ એ હજારો ની પાકિસ્તાની સેન્ય ને કેવીરીતે રોકી શકે ? એમાંય ખાલી ૨૦ કલાક સુધી રોકી રાખવાનોજ પ્રશ્ન હતો બાકી સવાર પડતાજ ભારતીય આર્મી ટીમ આવી જશે. મેડમ નો આદેશ હતો અને બીજો કોઈજ રસ્તો નહતો માટે આવાત માન્ય રાખી અને કેપ્ટન નોબુકગના ને તાર મોકલીને રૂબરૂ પ્લાન કરવા ચેમ્બરમાં બોલાવે અને સમગ્ર પ્લાન બનવાય છે.

Captain

Captain :

આ યુદ્ધ ફક્ત બહાદુરીથીજ નહિ પણ બુદ્ધિ અને આત્મવિશ્વાસથી જીતવાનું હતું અને સતત ૨૦ કલાક શુધી પાકિસ્તાની સેન્યને બોર્ડેર ઉપર ફક્ત ૫૦ જવાનો એજ રોકી રાખવાના હતા ….!!! માટેજ મહાન બહાદુર સિપાહી નોબુક્ગના ના નેતૃત્વમાં બહાદુર ૫૦ જવાનોની ટીમ મોકલવાનો આદેશ હતો દેશનું ભવિષ્યએ ૫૦ જવાનો અને ૧૨ કલાક ઉપર હતું.

સેન્ય વડાએ કેપ્ટન નોબુક્ગનાની ટીમ સાથે ૧૦૦૦ જેટલા પાકીસ્તાની સેન્યને ૧૨ કલાક શુધી એટલેકે સવાર શુધી અને જ્યાંશુધી ભારતીય જવાનોને તૈયાર થઈને તીય શુધી ૫૦ જવાનોએ લડત આપીને દુશ્મનોને બોર્ડેર ઉપરજ જકડી રાખવાના હતા.ભારતીય જવાનોની શું વાત કરો સાહેબ નોબુક એકલોજ કાફી હતો આ પાકિસ્તાની ઉપર એટલો આત્મવિશ્વાસ અને એ દેશ સેવા નું જનુન થોડોક પણ હિચકિચાટ વગર અવડો મોટો આદેશનો દિલ થી સ્વીકારી અને પોતાની ટીમ સાથે જય ભારત કહીને બસ મન માં જીતવા ની હમ સાથે હથિયાર સજ્જ અણી ફક્ત ૫૦ જવાનો ની ટીમ સાથે પંજાબ બોર્ડેર ઉપર જાન અને ઝીંદગી ની પ્રવાહ કરીયા વીના નીકળી પડે છે…..અરે આ છે ભારતીય જવાનો મારવા અને મરવા હમેસા તૈયાર હોઈ છે.

Captain :

કેપ્ટન નોબુકગનાની ટીમ પંજાબની બોર્ડેર ઉપરથી પાકિસ્તાનમાં પ્રવેશે છે.અને જબરજસ્ત યુદ્ધ થાય છે પણ સંજોગ ખરાબ બને છે.પાકિસ્તાની એક બોમ્બે ફેકે છે માટે પંજાબથી પાકિસ્તાન જે પૂલ ઉપરથી જવાય છે.એ પૂલતો બોમ્બ બ્લાસ્ટથી તૂટી જાય છે ..!! બધાય જવાનોમાં એક નિરાશા જાગી જાય છે કે હવે શું કરવું ?હવે કોણ મદદ કરશે ? પૂલ તો તૂટી ગયો છે માટે પાછું કેમ જવું ? એટલામાં કેપ્ટન નોબુકગના બોલે છે કે હવે પાછું જવાનો કોઈજ ઉપાય નથી હવે બસ આગળજ વધવાનું છે .પૂલ તૂટયો એનો અવો સંકેત છે કે આપણે આ યુદ્ધ જીતવાના જ છીએ  માટે હાલો આગળ.આવા ગભીર સમયમાં પણ એટલું હકારત્મક વિચારવું એ એક અઘરી વસ્તુ છે.બસ બહાદુર નોબુક ૫૦ જવાનો સાથે દુર-દુર પાકિસ્તાની સેન્યનો ખાતમો બોલાવતો ચાલ્યો જાય છે.હવે ધીમે-ધીમે રાત પાડવા આવી હોઈ છે માટે બધાજ જવાનો થાકી ગયા હોઈ છે અને બોમ્બ બ્લાસ્ટ ને કારણે પૂલ અને સંદેશા વિય્વાહાર સાવ ખોરવાય ગયો હોઈ છે એટલે હવે ભારત સરકાર સાથે કોઈજ સંદેશા વિવહાર થય સકે તેમ નથી સાવ  ઠપ થય ગયો હોઈ છે. બધાજ જવાનો ના ચહેરા સાવ નિરાસ હોઇય છે અને હવે સાવ જીતવાની ઉમીદ મૂકી દે છે અને મનમાં અવનવા પ્રશ્ન ઉદ્ભવે છે કે આપણે આ યુદ્ધમાં મરવાનજ છીએ તો  આપના પરી વારનું શું થશે ? આપણા બાળકોનું શું ? હવે શું કરી શું  ? આટલામાં એકજ જવાન નોબુકનેજ આશા હો ય છે કે આપને યુદ્ધ જીતીસુજ.

તમને અમારો આ પાર્ટ કેવો લાગ્યો તે કોમેન્ટ માં લખીને જણાવજો

કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૧ : લેખક અક્ષય ચાવડા

તમને કદાચ ગમશે

Loading...