કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૩ : લેખક અક્ષય ચાવડા

46

Captain :

આમજ નિરાશા  સાથે ચાલતા-ચાલતા દુરથી એક જુનું દેવળ(મંદિર) દેખાય છે માટે જવાનોમાં એક નવી ભાવના જાગે છે અને બધાજ જવાનોએ મંદિર તરફ આગળ વધે છે થોડીજ વારમાં દેવળ પાસે  પોહોચે છે.બધાજ પોત પોતાના પરિવારની દુઆ માંગે છે કારણ કે હવે એ લોકો તો સહીદ થવાનાજ હતા એટલામાં જ  કેપ્ટન નોબુકને એક વિચાર આવે છે માટે જવાનોને પૂછે છે કે તુંમ કો ક્યાં લગતા હે ? હમ યહ યુદ્ધ જીતેંગે યા નહિ ? બધાજ જવાનો જવાબમાં નકારમાં માથું હલાવે છે એટલામાં નોબુક બધાને કે છે કે ચાલો આપને આ યુદ્ધમાં જીતીસુ કે નહિ એ ખુદ ભગવાન નેજ પૂછીએ…!!! બધાજ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કેપ્ટન નોબુકને પૂછે છે કે યહ કેસે મુનકીન હે કી ભગવાન કો હમ પૂછે ! ? કેપ્ટન નોબુક કહે છે કે મરી પાસે એક રૂપિયાનો સિક્કો છે જેને ઉછાળીને રાજા કે કાંટા માંગી જો ભગવાન ની મરજી હશે અમ કરીશું  જો યુદ્ધ જીતવાના હસુંતો રાજા અને જો હારવાના હસું તો કાંટા પડશે બસ જે ભગવાન કેસે એમ કરીશું બધાજ જવાનોના મનમાં એક અદભૂત હકારાત્મક અને નવીજ આશા જાગી અને કેપ્ટન નોબુક સિક્કો ઉછાળે છે. બધાજ જવાનો નો શ્વાસએ ઉછળતા સિક્કા માં કેદ હતો ગણતરીની સેકન્ડ માજ સિક્કા સાથે એક નવો વિચાર પણ નીચે પડયો. બધાજ નું ધ્યાન સિક્કા ઉપર અને સિક્કામાં “રજા” !! નું ચિહ્ન પડ્યું કે બધાજ જવાનો એ દમ દંભ રહી ગયા કે આપણને ભગવાને યુદ્ધ જીતવા નો સંકેત આપીયો છે કેપ્ટન નોબુક સાથેજ જીતવાની જીદ સાથે બધાજ સૈનિકો ફરી જોડાય છે કારણ કે હવેતો આત્મવિશ્વાસ હતો કે આ યુદ્ધતો જીતીસુજ છે એવો ભગવાનો આદેશ હતો.

Captain :

૫૦ જવાનો હવે તો પેલા કરતાય વધારે જોશમાં હતા કારણકે હવેતો  ભાગવાનો આદેશ હતો એ સિક્કો કે આ યુદ્ધ જીતવાનું  છે માટે બસ હવે હથિયાર અને જોશ સાથે પાકિસ્તાનના મુખ્ય અડ્ડા ઉપરજ ફક્ત ૫૦ જવાનો એ હુમલો કરી નાખ્યો !!  પણ પાકિસ્તાનના ૧૦૦૦ જેટલા જવાનો સામે ટક્કર વધારેના ચાલી અને અંતે પાકીસ્તાની ૧૦૦૦ જેટલા જવાનોએ ફરતી-ફરતી બાજુએ કેપ્ટન નોબુકને બધાજ જવાનો સાથે ઘેરી અને કેદ કરી લીધા.તોય કેપ્ટન નોબુકગના નો આત્મવિશ્વાસતો એજ અડગ રહે છે જવાનોને હસતા હસતા જવાબ આપે છે કે હે જવાનો !!! આવો મોકો બીજીવાર નહિ મળે ઉઠાવો હથિયાર અને તૂટી પડો કારણ કે હવેતો ગમેત્યાં ગોળી મારસો મરશેતો પાકિસ્તાની સેનિકજ આવો અદભુત મોકો ભગવાનેજ અપ્યો છે.આવો અદભુત જજબો ! મરતી વેળાએ પણ આટલો હકારાત્મક વિચાર… !! જયારે પાકિસ્તાની સેન્ય ફરતી બાજુએ ઘેરો વળી હોઈ અને મૃત્યુ સાવ નજીક એક બંધુક ની નોક ઉપર હોઈ છતાય એટલું હકારાત્મક રહેવું એ ભારતીય સેનીય શિવાય બીજા સેન્યનું કામ નથી.

Loading...

આ પણ વાંચો : કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૧ : લેખક અક્ષય ચાવડા

Captain :

કેપ્ટન નોબુકગના નો આદેશ અને વિચાર કે ગમેત્યા ગોળીબાર કરો હવે મરશેતો પાકિસ્તાની દુશ્મન જ મારો ગોળીઓ અને વિંધીનાખો દુશ્મનો ને સામી છાતીએ લડીને જીત મેળવાનો મોકો બીજીવાર નહિ મળે મારો …દુશ્મનો ને !!!! બસ એટલા માં ૫૦ જવાનોએ બંધુકો ઉઠાવીને ધળબડાતી ગોળી બાર ચાલુ કર્યો અને ફરી એક વાર લડવાનો ચાલુ કર્યું ફરતી બાજુ ગોળીબાર ચાલુ કર્યો બસ એકજ  વિશ્વાસ હતો સિક્કા દ્વારા આપેલો ભગવાનો સંદેશમાં પુરેપુરા વિશ્વાસ સાથે ..જંગ ચાલુ રાખી અને ગણતરીની અમુક કલાકો માજ દુશ્મનનો ના દાંત ખાટા કરી નાખીયા સવાર પડે અને ભારતીય સેન્ય આવે એ પહેલાતો કેપ્ટન નોબુકગનાએ  દુશ્મનોની લાસોના ઢેર લગાવી દીધા !!  અને જેમાં કેપ્ટન નોબુકના પણ અમુક બહાદુર સૈનિકકો એ શહીદી આપી. સવાર પડતા ભારતનો યુદ્ધ માં વિજય થયો.

Captain :

આવાત અહી પૂરી નથી થતી એક અદભુત રહસ્ય તો છેલ્લે ખુલ્લે છે .આ યુદ્ધમાં કેપ્ટન નોબુકગના ને વીરતા અને બહાદુરીના પુરુસ્કાર તથા વીર જવાનોની સહીદ શ્રધાંજલિ આપવા ભારત સરકારે ઉત્સવ (સમારોહ) રાખ્યો હોય છે.જેમાં દેશના વિવિધ પત્રકારો પણ આવ્યા હોઈ છે અને તેમની સાથે હજારો પ્રશ્નો પણ આવિયા હતા અવાજ માજ કેપટન નોબુકગના ને એક પત્રકાર આ યુદ્ધ જીતવાનું રહસ્યા પૂછ્યું. કેપ્ટન નોબુક બોલે છે કે હું જયારે પણ જીવન અને મૃત્યુ નો સવાલ હોઈ કે હું જયારે હતાસ થાવ ત્યારે  હું આ રૂપિયાના સિક્કાને ઉછાળું અને રાજા કે કાંટા જે પડે એ ભગવાની મરજી હશે એમ માનીને ચાલુ  યુદ્ધના રસ્તે મારા સૈનીકો સાવ હતાસ અને નકરાત્મ બની ગયા હતા અને મેં દુર એક જુનું દેવળ જોયું અને જવાનોને એક વિશ્વાસ અપાવા માટે મેં ભગવાને પૂછયુ અને સિક્કો ઉછાળ્યો આવું એક જુઠું બોલિયો સિક્કામાં રાજા પડ્યો કે બધાજ સેનીકોને ઉત્સાહ અને જીતવાની હામ જાગી એ માટે ફરી યુદ્ધ લડવા તૈયાર થયા અને બસ છેલ્લે શુધી આમજ સિક્કા ને ભાગવાનો સંદેશ માની ને ચાલ્યા અને આ યુદ્ધમાં જીત થઈ.

Captain :

પત્રકારે બીજો પ્રશ્ન પૂછયો કે જો સિક્કામાં કાંટા પડીયા હોત તો શું તમે આ યુદ્ધ લડવા જાત ?? કે શું તમારી હાર થાત ? બસ એટલામાં કેપ્ટન નોબુકગના ફરી હસતા હસતા જવાબ આપે છે અને આ જવાબ સાંભળીને લોકો અને બીજા જવાનો પણ સાવ આશ્ચર્ય ચકિત અને દંભ રહી જાય છે.કેપ્ટન નોબુકગના બોલે છે કે “ના” એવું શક્યજ નોતું કે કાંટા પડે.કારણ કે આ ખોટો સિક્કો હતો અને બંને બાજુએ રાજાનુ જ ચિન્હ છે આતો એક આત્મવિશ્વાસ આપવા અને જંગ લડવા પ્રેરણા આપવા હમેશા એક હથિયાર રૂપે સાથે રાખું છું .એટલામાં આખોય માહોલ એક દમ શાંત થઈ ગયો ત્યાર બાદ જોરદાર તાળીઓનો ગળગળાત થયો કેપ્ટન નોબુક્ગના ની હિમત- બહાદુરી અને આત્મવિશ્વાસ ની દાદ દેવી પડે આવો કદાચ વિશ્વનો પહેલો જવાન હશે એટલો આત્મવિશ્વાસ એટલો બહાદુર !!!

આગળ વધવા બસ આવાજ સિક્કા અને અતુટ વિશ્વાસ રાખો તમે પણ તમારી ઝીંદગી નું યુદ્ધ આમજ જીતીજાસો ભલે ૧૦૦૦ મુશ્કેલી સામે લડવા આવે એક આત્મવિશ્વાસ નું હથિયાર લઈને આગળ વધો ભલે આવા ખોટા સિક્કા નો સહારો લેવો પડે જય ભારત .

આ પણ વાંચો : કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૨ : લેખક અક્ષય ચાવડા

તમને કદાચ ગમશે

Loading...