દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સાથે જ હોય છે અલક્ષ્મી અને દેવી દરિદ્રા, રોકો આ રીતે

69
Loading...

દિવાળીના મહાપર્વ પર આખા દેશમાં સાફ- સફાઈથી લઈને પ્રકાશપૂંજ સુધી અંધારાને દૂર કરવામાં આવે છે. આમછતાં પૌરાણિક માન્યતા અનુસાર દીપોના મહાપર્વ પર માતા લક્ષ્મી પોતાની બહેન અલક્ષ્મી એટલે કે દરિદ્રાની સાથે પૃથ્વીલોકમાં વિચરણ કરતાં હોય છે. જે ઘરને મા લક્ષ્મી છોડી દે છે ત્યાં અલક્ષ્મી કે પછી દેવી દરિદ્રા પોતાનું આધિપત્ય સ્થાપે છે. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં માતા દેવી લક્ષ્મી ટકે છે. જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હોય ત્યાં દરિદ્રા ડેરા તંબું તાણે છે. એ કારણે જ દિવાળીના તહેવાર પર લોકો ઘણાં દિવસ અગાઉથી જ સાફસફાઈમાં લાગી જાય છે. દિવાળીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં મહિલાઓ ઉઠીને મહાલક્ષ્મીના શુભ આગમન માટે ઘરના મુખ્યદ્વાર પાસે રંગોળી, તોરણ વગેરેથી સજાવે છે. બ્રહ્મ પુરાણ અનુસાર આસો માસની અમાવાસ્યાની રાતે મા લક્ષ્મી એ ઘરમાં જાય છે. જ્યાં દરેક પ્રકારે સ્વચ્છતા, સુદરતા અને સકારાત્મકતા તેમજ પ્રકાશ અને તેજોમય ઘર હોય.

મા લક્ષ્મીની મોટી બહેન છે દરિદ્રા
ધાર્મિક ગ્રંથો અનુસાર દેવી દરિદ્રાને પણ માતા લક્ષ્મીની બહેન ગણાવાયી છે. દરિદ્રાને અલક્ષ્મીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બંને દેવીઓની ઉત્પતિ દેવતાઓ અને રાક્ષસોની વચ્ચે થયેલા સમુદ્ર મંથનથી થઈ હોવાનું માનવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન સૌથી પહેલાં વિષ નિકળ્યું હતું. જે ભગવાન શિવે પીધું. તેને કારણે કંઠ નીલો થઈ ગયો. શિવ તેથી જ નીલકંઠ તરીકે ઓળખાયા. એ પછી દેવી લક્ષ્મી અને દેવી દરિદ્રા નિકળ્યા હતા. કહેવાય છે કે પ્રાગટ્યના સમયે બંને એક બીજાની પીઠ કરીને બેઠી હતી. જેથી બંનેના ગુણ અને સ્વભાવ પણ વિપરિત છે. મા લક્ષ્મીજીના પ્રભાવથી માર્ગ, ધન- સંપત્તિ, પ્રગતિ થાય છે. જ્યારે અલક્ષ્મી દેવી પતન, અધંકાર લાવે છે. માતા લક્ષ્મી ઘુવ઼ડ પર સવાર થઈને આવે છે. જ્યારે અલક્ષ્મી કાગડા પર સવાર થઈને આવે છે. માતા લક્ષ્મી જ્યાં સત્ય અને સદગુણ હોય ત્યાં ચીર નિવાસ કરે છે. જ્યારે દેવી અલક્ષ્મી અવગુણો ધરાવનારના ઘરે ડેરા તંબું તાણે છે. દેવી લક્ષ્મી શુભતાનું પ્રતીક છે. તો દેવી દરિદ્રા અશુભતા લઈને આવે છે.

આ પણ વાંચો : અક્ષરધામમાં દિવાળીથી લાભપાંચમ સુધી 10 હજાર દીવડાઓનો શણગાર

ગામમાં આજે પણ છે કાયમ પરંપરા
દિવાળીના દિવસમાં લક્ષ્મીના શુભ આગમન અને તેની બહેન દરિદ્રાને બહાર કાઢવા માટે તમામ પ્રકારના પરંપરાઓનું વર્ણન મળે છે. દેશના તમામ ભાગમાં આજે પણ મહિલાઓ ઘરની સાફ સફાઈ કરીને દરિદ્રાને ઘર બહાર માટે ગાદલાઓ અને રજાઈઓને સોટીથી પીટીને તેને ઘર બહાર કાઢે છે.

આ ૪ વસ્તુઓને કારણે ઘરમાં ક્યારેય નથી ટકતા પૈસા, આ વસ્તુને કરો દુર થશે ધનનો ઢગલો

તમને કદાચ ગમશે

Loading...