પાંચ હજાર વર્ષ પહેલા ની દેવી ભાગવત ની આગાહી : જાણો વધુ

વિશ્વમાં કળિયુગનો પ્રભાવ ફેલાતો જશે તેમ તેમ કેવી હાલત સર્જાશે તેનું વર્ણન ‘Devi bhagvat’ માં કરવામાં આવ્યું છે.’દેવી ભાગવત’ ની આગાહી અને આજની સ્થિતિ લગભગ સરખી છે.લગભગ પાંચ હજાર વર્ષ પહેલા આ આગાહીઓ કરાઈ હતી.

‘Devi bhagvat’ આ આગાહી ના કેટલાક અંશો અહીં આપ્યા છે.

 • માનવીઓ મધ,માંસનું સેવન કરતા થઈ જશે.જૂઠ,કપટ,દુર્વ્યવાર,તરફ કોઈને તિરસ્કાર નહિ આવે.
 • ઘાતકી,દંભી,અભિમાની અને અપ્રમાણિક માનવીઓનું જોર આખા જગતમાં ફેલાશે.
 • સ્ત્રી-પુરુષો વચ્ચે ભેદ રહેશે નહિ.પોશાક લગભગ સરખા થઈ જશે.
 • લગ્ન સંસ્થાની પવિત્રતા રહશે નહિ.ગમે તે જાતિની સ્ત્રી ગમે તે વર્ણન પુરુષ સાથે લગ્ન કરશે. ફાવે તયારે તે છુટાછેડા લઈ શકશે.
 • તમામ લોકો જગતની બધી વસ્તુઓ ઉપર પોતાનો દાવો કરશે.કોઈ એક બીજાને મદદ કરશે નહિ.
 • પુરુષો સ્ત્રીઓને આધીન રહેશે. દરેક ઘરમાં કલહપ્રિય સ્ત્રીનું વર્ચસ્વ હશે.પતિને તે માત્ર મોજશોખનું સાધન ગણશે.
 • નોકરો પોતાના માલિક ઉપર દબાણ કરી જોઈતા નાણાં પડાવી લેશે.
 • ઘરના માણસોમાં જે બળવાન હશે.ધનવાન હશે તે ‘માલિક’ ગણાશે.વડીલપણાનો વટ ચાલશે નહિ. પશુ-પક્ષીની જેમ સ્વતંત્ર થતા જોઈતી વસ્તુઓ લઈ જુદા થશે.
 • કુટુંબની મર્યાદા પત્નીના સગા-વહાલા સુધી જ રહેશે. કુટુંબ સાથે પારકા જેવું વર્તન રાખશે.
 • વર્ણાશ્રમ ધર્મ ( બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય,શુદ્ર ) ના આચાર વ્યવહારનો અંત આવશે. સંધ્યા વંદન , યજ્ઞોપવિત્ર સંસ્કાર સાવ ભૂંસાય જશે.
 • જમીન કસ વગરની થશે. વૃક્ષો ફળ વગરના થશે.
 • ગાય ભેંસોની દૂધ આપવાની શક્તિ ઘટી જશે. લોકો માખણ વગરના દૂધનો ઉપયોગ કરશે આથી પ્રજા શક્તિહીન થતી જશે.
 • પ્રજ્ઞા,લક્ષ્મી,ગંગા, અને નર્મદા જેવી પવિત્ર નદીઓ ‘વૈકુંઠ’ માં ચાલી જશે.
 • પતિ-પત્નીમાં પ્રેમની લાગણીનો અભાવ રહેશે.
 • સરકાર,વડાપ્રધાન,મુખ્યમંત્રી જેવી વ્યવસ્થા નાશ પામશે. લોકો કરબોજ નીચે દબાતા જશે.
 • માનવીમાંથી પુણ્યની ભાવના નષ્ટ પામશે. અસ્લીલ શબ્દોનો ઉપયોગ વધશે. વિનયપૂર્ણ ભાષા બોલનારની મસ્કરી થશે.
 • નદી-તળાવ પાસે જ ખેતી થશે. ઉપરા છાપરી દુકાળ પડશે.
 • દેશભક્તોમાં પણ નાસ્તિકતા આવશે.
 • શહેરી લોકો હિંસકવૃત્તિ આચરી નિર્દય થતા જશે.
 • સ્ત્રી અને પુરુષો રોગિષ્ટ મનોવૃત્તિ, અલ્પાયુષી અને જલ્દી વૃદ્ધ થઈ જનારા હશે. ૧૬ વર્ષના યુવાનના વાળ પાકી જશે. દર વર્ષ સ્ત્રીઓ રજસ્વલા થઈ, ગર્ભધારણ કરશે.
 • રામનામનો વેપાર થશે. સાધુ વેશ ધારણ કરનાલ પાખંડી આચરણ કરશે. શ્રીમંતો કીર્તિદાન કરી પાછું મેળવવાની યુક્તિ કરશે.
 • અભોગ્ય ગણાતી સ્ત્રીઓ સાથે ભદ્રા પુરુસો ભોગ કરતા સંકોચ નહિ કરે. બ્રાહ્મણો જનોઈ ધારણ કરતા ખચકાટ અનુભવશે.
 • ઘણા માણસો ચોર, લંપટ, હિંસક બની જતા સજ્જન માણસોને જીવન જીવવું દુષ્કાર થઈ જશે.

કળિયુગના પાંચહજાર વર્ષ પસાર થયા પછી આવી હાલત થશે તેમ ‘ દેવી ભાગવત’ જણાવે છે. ‘ કલ્યાણ યાત્રા’ માં આ આગાહીઓ પંડિત રામપ્રસાદે જણાવી છે. તેમને આ આગાહીઓ સાથે વર્તમાનને સરખાવ્યો છે. તેમના મતે આજે ધાર્મિક વિધિઓનું વર્ચસ્વ ઘટી ગયું છે. ખાવા-પીવામાં ભેદ નથી. લગનની પવિત્રતા જળવાતી નથી. કુટુંબ વ્યવસ્થા તૂટતી જાય છે. દેહ સબંધનો મોહ બધે જોવાય છે. આ આગાહીઓ સાચી પડી રહી છે.

ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૧ 

તમને કદાચ ગમશે