રાવણનું શબ જોવા માટે જવું પડશે આ ગુફામાં : જાણો વિભીષણે અંતિમ સંસ્કાર કર્યા હતા કે નહીં

67
Loading...

નવરાત્રી પછી દેશભરમાં ધામધૂમથી દશેરાની ઉજવણી દેશભરમાં કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને સત્ય પર અસત્યની જીત મેળવી હતી. માન્યતા અનુસાર, નવરાત્રીના દસમા દિવસે ભવગાન રામે રાવણનો વધ કર્યો હતો એટલે જ તેણે વિજયાદશમી કહેવામાં આવે છે. ભારતમાં એવું કોઇ સ્થળ નથી જ્યાં આ દિવસે રાવણનું દહન કરવામાં ન આવે. તેને અધર્મનું એવું પ્રતિક માનવામાં આવે છે જેને મારવા માટે સ્વયં ભગવાને અવતાર લેવો પડ્યો હતો. રામાયણમાં રાવણના મોત બાદ તેના વિશે વધુ કંઇ જણાવવામાં નથી આવ્યુ.

શ્રીલંકામાં આજે પણ રામાયણ સાથે જોડાયેલા ઘણા ઐતિહાસિક સ્થળો છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શ્રીલંકામાં ઘણા એવા સ્થળો છે જે રામાયણ કાળની સાક્ષી પૂરે છે. જણાવી દઈએ કે, રિસર્ચમાં શ્રીલંકામાં એવા 50 સ્થળો મળી આવ્યા છે જેનો સંબંધ રામાયણની સાથે છે. આ રિસર્ચમાં સામે આવ્યુ છે કે, રાવણનું શબ એક ગુફામાં રાખવામાં આવ્યુ હતુ. આ ગુફા શ્રીલંકાના રૈગલા જંગલો વચ્ચે આવેલી છે. શ્રીલંકાના ઇન્ટરનેશનલ રામાયણ રિસર્ચ સેન્ટર અને ત્યાંના પર્યટન મંત્રાલયે મળીને આ રિસર્ચ કર્યુ હતુ.

સૌ કોઈ જાણે છે કે, ભગવાન શ્રીરામ અને લંકાધિપતિ રાવણ વચ્ચે યુદ્ઘ થયું ત્યારે તેમના રામના હાથે રાવણનો વધ થયો. રાવણના અંતિમસંસ્કાર માટે તેનો મૃતદેહ ભાઈ વિભિષણને સોંપવામાં આવ્યો હતો. વિભિષણને લંકાધિપતિ રાવણનો મૃતદેહ સોંપ્યા બાદ રાવણના અંતિમ સંસ્કાર થયા કે નહીં એ વાત કોઇ જાણતું નથી. દાવો કરવામાં આવે છે કે, અહીં રાવણની ગુફા છે જ્યાં તેણે તપસ્યા કરી હતી. કહેવાય છે કે, આ જ ગુફામાં રાવણનું શબ આજે પણ સુરક્ષિત રાખવામાં આવ્યુ છે. રૈગલા વિસ્તારમાં આ ગુફા 8000 ફૂટની ઉંચાઇએ આવેલી છે.

માન્યતા પ્રમાણે, અશોક વાટિકામાં રાવણે સીતા માતાને રાખ્યા હતા.આજે પણ આ જગ્યાને ‘સેતા એલિયા’ તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા નૂવરા એલિયા નામની એક જગ્યા પાસે આવેલી છે. અહીં આજે પણ સીતાનું મંદિર છે અને નજીકમાં જ એક ઝરણું આવેલું છે. આ ઝરણાની આસપાસના પહાડો પર હનુમાનજીના પદચિન્હો પણ મળ્યા છે.

આ પણ વાંચો

ભારત પર પ્રેશર લાવવાનો પ્રયાસ? ચીને તિબેટમાં રોક્યું બ્રહ્મપુત્રા નદીનું પાણી

તમને કદાચ ગમશે

Loading...