રાત્રે મોડે સુધી ફોનનો 📱 ઉપયોગ કરો છો તો થાય છે કેટલુ નુકશાન : શુ તમે જાણો છો ?

73

📱 સ્માર્ટ ફોનનો ઉપયોગ આજકાલ બધા જ કરે છે પરંતુ તે આપણા માટે કેટલો ખતરનાક સાબિત થઇ શકે છે તેનાથી ઘણા બધા લોકો અજાણ છે. જો તમે પણ રાત્રે તમારા સ્માર્ટ ફોનનો ઉપયોગ અંધારામાં કરો છો. જેમ કે ફિલ્મ જોવી, ચેટીંગ કરાવી, ગેમ્સ રમવી આવી બધી ક્રિયાઓ કરતા હોવ તો હવે મિત્રો તમારે થઇ જવું જોઈએ સાવધાન. કેમ કે તમને જાણીને હેરાની થશે કે તેનાથી આપણને કેટલું મોટું નુંકશાન ભોગવવું પડે છે. તો જાણો કે રાત્રીના અંધારામાં સ્માર્ટ ફોનથી શું શું નુંકશાન થાય છે અને તેનાથી કેવી રીતે બચી શકાય. તો તે જાણવા માટે આજે આખો આ લેખ વાંચો.
 

📱 સ્માર્ટફોન કેટલો પણ સ્માર્ટ હોય તેની ડિસ્પ્લે કોઈ પણ મટીરીયલ્સથી બનેલી હોય, કોઈ પણ મોટી કંપનીએ ભલે બનાવેલી હોય પરંતુ હંમેશા સ્માર્ટ ફોનમાંથી આવતો પ્રકાશ આપણી આંખને કોઈને કોઈ નુંકશાન જરૂર પહોંચાડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે તમારા સ્માર્ટ ફોનને તમારી આંખની ખુબ જ નજીક રાખીને ઉપયોગ કરતા હોવ. રાત્રે સ્માર્ટ ફોન ઉપયોગ કરવાના ઘણા બધા નુંકશાન છે જે નીચે પ્રમાણે છે.

1📱 તેમાં સૌથી પહેલું છે કે મેનાટોનીન હાર્મોન ધીમે ધીમે ઓછા થઇ જાય છે અને પછી ઊંઘ ન આવવાની સમસ્યા ઉદ્દભવે છે. તેનો મતલબ એવો થાય કે તમને મોડી રાત સુધી મોબાઈલમાં રહેવાની આદત પડી જાય છે. એટલા માટે પણ તમને ઊંઘ નથી આવતી એટલા માટે પણ તમે મોડા સુવો છો અને સવારે વહેલા ઉઠો છો જેના કારણે તમારા માથામાં દુઃખાવો થાય છે અને આખો દિવસ થાક મહેસુસ થાય છે.

2📱 તેના સિવાય મોડી રાત સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાથી તમારી આંખમાં રેડ્નેસ આવી જાય છે. એટલે કે તમારી આંખમાં પહેલા આછા લાલ કલરના દાગ આવી જાય છે અને જેના કારણે તમારી આંખમાં બળતરા થવા લાગે છે. જો તમે મોબાઈલને નજીક રાખીને મોડી રાત સુધી ઉપયોગ કરો છો તો તમારી આંખ પર દબાણ આવે છે જેનાથી તમારી આંખોની આસપાસ કાળા દાગ અને સર્કલ પડવાનું ચાલું થઇ જાય છે.

3📱 જો તમે ખુબ વધારે પ્રમાણમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો તો પણ તમારા મગજ પર અને તમારા આંખો અને શરીર પણ ટ્રેસ પડે છે. તેનાથી આપણી મેમરીની ક્ષમતા ધીમે ધીમે ઓછી થતી જાય છે.

4📱 તમારી આંખોનું આઈ વિઝન પણ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે. માત્ર એટલા જ નુંકશાન નથી તેના સિવાય પણ ઘણા બધા નુંકશાન છે જો તમે રાત્રે લાઈટ બંધ કરીને સ્માર્ટ ફોનનો ઉપયોગ કરો છો તો આ ભૂલ ન કરો. અને તેનાથી બચવું હોય તો આ આર્ટીકલની નીચે કોમેન્ટ કરો અને જણાવો. અમે બીજો પાર્ટ લખીશું કે તેનાથી કંઈ રીતે બચી શકાય.

5📱 અમુક વર્ષો બાદ જો તમે દરરોજ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા હોવ તો આંખોમાં લાલ દાગ પડે છે જો તો પણ તેનો ઉપયોગ વધતો જતો હોય તો આંખોમાં 30 વર્ષ બાદ સંપૂર્ણ અંધાપો પણ આવવાના ચાન્સ વધી જાય છે. માટે જો લે નાઈટ ઉપયોગ કરતા હોવ તો ચેતી જજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

આ પણ વાંચો

60 વર્ષ જૂની વ્હિસ્કીની હરાજી : કિંમત જાણીને હોશ ઉડી જશે