ઘર છોડીને ભાગી રહી હતી છોકરી, ત્યારે ફરિશ્તા બનીને આવ્યો રીક્ષા વાળો, પછી કાંઈક આવુ જ થયુ તમે વિચારી પણ ન શકો

આજના જમાનામાં જેને જુવો તે સ્વાર્થી હોય છે, બીજાના જીવનમાં કોઈ દુ:ખ તકલીફ ચાલી રહી છે કોઈને તેની સાથે કાંઈ લેવા દેવા નથી હોતું. પરંતુ તેમ છતાં પણ ઘણા લોકો એવા પણ છે. જે બીજાને દુ:ખી નથી જોઈ શકતા અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર તેની મદદ પણ કરી દે છે. તેવામાં એક મદદગાર રીક્ષા વાળો દિલ્હીમાં જોવા મળ્યો જેણે ઘરમાંથી ભાગેલી એક યુવાન દીકરીનું જીવન ખરાબ થવાથી બચાવી લીધું. આવો વિસ્તારથી જાણીએ સંપૂર્ણ ધટના.

ફેસબુક ફ્રેન્ડને માટે થઈને છોકરીએ છોડ્યું ઘર.

આજના યુવાન ફેસબુક ઉપર કાંઈક વધુ જ એક્ટીવ રહે છે. તેવામાં તેમના એ સોસીયલ મીડિયા દ્વારા નવા નવા મિત્ર પણ બનતા જાય છે. ઘણી વખત તો તે અણસમજ યુવાનો થોડા મહિનાની મિત્રતામાં મોટા મોટા પગલા સુધી ભરી લે છે. તેવામાં એક ઘટના દિલ્હીમાં જોવા મળી છે. અહિયાં એક ૨૪ વર્ષની છોકરી ફેસબુક ઉપર થોડા દિવસોની ચેટ પછી એક યુવક સાથે ગાઢ મિત્રતા થઇ ગઈ હતી.

જયારે છોકરીના ઘરવાવાળાને તેની જાણ થઇ તો ઝગડો થયો. ત્યાર પછી છોકરી એ તે મિત્રને માટે થઈને ઘર છોડવા જેવું મોટું પગલું ભરી લીધું. તે ૨૪ વર્ષની છોકરી ગુસ્સામાં પોતાનો બધો સમાન પેક કરીને ઘર છોડીને નીકળી ગઈ.

રીક્ષા વાળાને આ કારણથી ગઈ શંકા

અહિયાં જસ્સી નામના એક રીક્ષા ડ્રાઈવર સાંજે બંગલા સાહિબ ગુરુદ્વારા પાસે પેસેન્જરની રાહ જોઈ રહ્યો હતો. તેવામાં ઘરેથી ભાગેલી આ ૨૪ વર્ષની છોકરી જસ્સીની રીક્ષામાં બેસી ગઈ. છોકરી પાસે બે ત્રણ બેગ પણ હતી. તેણે રીક્ષા વાળાને કહ્યું કે કોઈ સારી હોટલમાં લઇ લો. જો કે છોકરી ઘણી ગભરાયેલી લાગી રહી હતી.

એટલા માટે રીક્ષા વાળાને શંકા ગઈ અને તેને ફેરવી ફેરવી ને પૂછ્યું કે ‘મેડમ હોટલમાં તો આઈડી પ્રૂફ માગશે. તમારી પાસે શું છે? એટલે છોકરીએ રીક્ષા વાળાને પોતાનું આધાર કાર્ડ બતાવ્યું, છોકરીના આધાર કાર્ડ ઉપર દિલ્હીનું જ સરનામું લખ્યું હતું. તેના ઉપર રીક્ષા વાળી વિચારવા વાગ્યો કે અરે દિલ્હીની રહેવા વાળી છોકરીને હોટલમાં રહેવાની શું જરૂર પડી ગઈ.

છોકરીને બહેન બનાવીને કરી મદદ

રીક્ષા વાળા એ છોકરીને કહ્યું તું મારી નાની બહેન જેવી છો. એટલા માટે તને કાંઈ પણ તકલીફ છે તો મને જણાવ. એટલે છોકરી કહ્યું કે તે ગુસ્સામાં પોતાનું ઘર છોડીને આવી છે. હવે ફેસબુક ઉપર મળેલા એક મિત્રને ત્યાં જઈ રહી છે. તે તેની સાથે રહેશે અને નોકરી પણ કરશે. તે વાત સાંભળીને રીક્ષા વાળો સમજી ગયો કે કેસ ગંભીર છે અને છોકરી ત્યાં ગઈ તો ગડબડ પણ થઇ શકે છે. એટલા માટે તેને પોતાની રીક્ષા સીધી સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની અંદર જવા દીધી. ત્યાં જઈને તેણે પોલીસને પૂરી બાબત જણાવી અને છોકરીને તેને સોપી દીધી. કાઉન્સિલ પછી માની યુવતી.

આ પણ વાંચો

૮૦ % લોકો નથી જાણતા શું છે કોન્ડોમ ની સાઈડ ઇફેક્ટ્સ : જાણવા માટે ક્લિક કરો

સંસદ માર્ગ પોલીસ સ્ટેશનના હેડ વૈદ પ્રકાશ રાયએ છોકરીની કાઉન્સિલ કરી અને તેને તે વિષયમાં વિચારવા માટે કહ્યું. તેમણે જણાવ્યું કે આવી રીતે ઘણી વખત લોકો ફેસબુક ઉપર પ્રેમ નોકરીની લાલચ આપી છોકરીઓ ને ફસાવે છે. ત્યાર પછી યુવતી ના ઘર વાળા ને પણ ત્યાં બોલાવવામાં આવ્યા. તે લોકો એ પણ યુવતીને ઘણી સમજાવી. છેવટે છોકરી પોતાના કુટુંબ વાળા સાથે જતી રહી.

તેના બીજા દિવસે રીક્ષા વાળો યુવતીની ખબર પૂછવા પોલીસ સ્ટેશન આવ્યો. તેને જાણવા મળ્યું કે યુવતી ઘરે પાછી જતી રહી છે. સાથે જ કુટુંબ વાળાનું કહેવું છે કે હવે આ યુવતીનું વર્તન પણ પહેલાથી સુધરી ગયું છે. આજે એક સમજુ રીક્ષા ચાલકને કારણે જ યુવતીનું જીવન બરબાદ થવાથી બચી ગયું.