ગુજરાતી ઢોકળા રેસીપી, જાણો સરળ રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા

148
Loading...

આજે આપણે બનાવીશું ગુજરાતી ખાટા ઢોકળા. ખાટા ઢોકળા દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય છે. ગુજરાતી અને બીજા લોકોને પણ આ ઢોકળા ખુબ પસંદ હોય છે. ઘણાને એ સમસ્યા હોય છે કે ઢોકળા એકદમ સોફ્ટ બનતા નથી. અથવા જે છેલ્લા જે બે ત્રણ થાળીના ટુકડા હોય છે તે સોફ્ટ બનતું નથી, તેવું ન થાય તે આજે અમે તમને આ લેખમાં જણાવીશું.

આ લેખમાં અમે તમને સાદા અને જો ઢોકળા વધે તો તેને વઘારીને કેવી રીતે સર્વ કરવાના તે જાણવાના છીએ. બંને વિષે અમે જણાવીશું. સાથે અમે તમને જણાવીશું કે ઢોકળાનો લોટ ઘરે કેવી રીતે બનાવવો તે પણ જણાવવાના છે. ચાલો જાણી લઈએ કે કેવી રીતે બનાવવા.

જો તમે બહારનું ખીરું પસંદ નથી કે તમે ખીરું બનાવવા માંગો છો તો તમે અમે તમને ઘરે ઢોકળાનો લોટ અને ખીરું કેવી રીતે બનવાનું તે જણાવવાના છે.

લોટ બનાવવાની રીત :

જરૂરી સામગ્રી :

5 કપ કણકી (તમે કોરા ચોખા પણ ઉપયોગ કરી શકો)

3/4 ભાગ ચણાની દાણ

1/2 ભાગ તુવેરનું દાણ (કોરી લેવાની છે)

2 નાની ચમચી અળદની દાણ

બનાવવાની રીત :

તમારી પાસે ઘર ઘંટી હોય તો તેમાં આને દળી લેવાના છે અથવા તમે મીક્ષરથી પણ કરી શકો છો. મીક્ષરથી કરવા માટે તમે મીડીયમ સાઈઝનું જાર આવે તેમાં સૌથી પહેલા ચોખાને સુજી જેવું કકરું ટેક્ષર આવે ત્યાં સુધી ગ્રાઈન્ડ કરી દેવાનું છે.

ચોખા થઇ ગયા પછી ત્રણેય દાણને સુજી જેવું ટેક્ષર આવે તેવી રીતે ગ્રાઈન્ડ કરી દેવાનું છે. બંને વસ્તુ અલગ અલગ ક્રશ કરીને બંને મિક્ષ કરી શકો છો. જો ઘર ધંટીમાં કરવા માંગો છો તો 3 નંબરની જે જાણી આવે તેનાથી કરવાનું છે બધું એકસાથે મિક્ષ કરી દેવાનું છે.

ખીરુ બનાવની રીત :

ખીરું બનાવવા માટે 2 કપ ઢોકળાનો લોટ (આપણે જે બનાવેલું તે ), 1 કપ પાણી ગરમ કરેલ, 1/2 વાટકી ખાટું દહીં,  1/2 નાની ચમચી હળદર. સૌથી પહેલા લોટને એક વાસણમાં લઇ લેવાનું છે અને તેમાં હળદર અને દહીં એડ કરવાનું છે. હવે આમ થોડું થોડું પાણી એડ કરી ખીરું બનાવી દેવાનું છે.

કોઈ જગ્યાએ કોરો લોટ ન રહે તેવી રીતે મિક્ષ કરી લેવાનું છે. તેને થોડું ઘટ્ટ જ રાખવાનું છે. એની ઉપર કપડું બાંધીને ગરમ જગ્યા પર 8-9 કલાલ સુધી મૂકી રાખો. પછી તમારું ખીરું તૈયાર છે.

ઢોકળા બનાવની રીત :

જરૂરી સામગ્રી :

3.5 – 4 કપ ખીરું (આપણે જે ખીરું મૂકેલું હોય તે 8-9 કલાક પછી 3.5 – 4 કપ જેટલી થઇ જાય )

તેલ

મીઠું

ખાવાનો સોડા

લાલ મરચું

વાટેલા મરચા (તમે આની અંદર કોથમીર અને લસણ પણ એડ કરી શકો)

પાણી

બનાવની રીત :

સૌથી પહેલા ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું છે. એક વાસણમાં થોડું ખીરું લઇ લેવાનું છે અને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને વાટેલા મરચા એડ કરી દેવાના છે. હવે તેમાં થોડું પાણી એડ કરીને મિક્ષ કરીને ખીરું બનાવવાનું છે. સામાન્ય રીત આપણે એક સાથે ખીરું લઈને સોડા એડ કરી દઈએ છીએ, પણ આવું કરવાનું નથી થોડું ખીરું લઈને જયારે ઢોકળિયામાં પાણી ઉકળવાનું શરુ થાય પછી જ સોડા એડ કરવાનું છે.

હવે ઢોકળાની થાળીને ગ્રીસ કરી લેવાની છે. અડધી ચમચી તેલ ગરમ કરવા મૂકી દો. તમે ઢોકળા બનાવવા માટે સ્ટીલની કે એલ્યુમિનિયમની થાળીનો ઉપયોગ કારસો તો તમને બંનેમાં સારું પરિણામ મળશે. પાણી ઉકળવા લાગે તો ખીરામાં સોડા(ખીરું પ્રમાણે) એડ કરી દેવાનું છે હવે જે ગરમ તેલ છે તે એડ કરી દેવાનું છે.

હવે આ ખીરામાં સોડા એડ થઇ જવાના કારણે આને એક સાઇડથી જ હલાવવાનું છે. સરસ રીતે મિક્ષ થઇ ગયા પછી જે ગ્રીસ કરેલ થાળી છે તેમાં એડ કરી દેવાનું છે. હવે એની ઉપર લાલ મરચું છાંટી દેવાનું છે. હવે થાળી વાસણમાં મૂકી દેવાનું છે અને તેનું ઢાંકણું બંધ કરી 10 મિનિટ સુધી રાખવાનું છે અને ગેસ ફૂલ રાખવાનો છે. 10 મિનિટ પછી ઢોકળાની થાળી કાઢી લેવાની છે.

તમે ઈચ્છો તો અલગ અલગ આકાર માટે વાટકી વગેરેમાં પણ બનાવી શકો છો. જેથી દેખાવ સારો આવે. ઢોકળા ઠંડા થઇ ગયા પછી તેને કાપી લેવાનું છે. જો તમને એકદમ પાતળા ઢોકરા કરવા હોય તો તમે ખીરામાં થોડું પાણી વધારે એડ કરવાનું છે અને જે પ્રક્રિયા ઉપર જણાવી તે જ કરી લેવાની છે.

જો ઢોકળા વધ્યા પછી બધે તો તેને બીજી વાર કેવી રીતે વધાર કરીને ઉપયોગ કરવાનો તે પણ જાણી લઈએ.

આ પણ વાંચો

ગુજરાતી ની ફેવરિટ આઈટમ : મગના સમોસા : જાણો સિમ્પલ અને સરળ રીતે

સૌથી પહેલા ઢોકળા મોટા હોય તો તેના ટુકડા કરી લેવાના છે સૌથી પહેલા 2 નાની ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ એડ કરી દેવાની છે. રાય થઇ ગયા પછી તેમાં જીરું અને તલ એડ કરી દેવાની છે. તેને એક વાર મિક્ષ કરી નાખો મિક્ષ થઇ ગયા પછી ગેસ બંધ કરીને સ્વાદનુસાર લાલ મરચું એડ કરવાનું છે.

હવે ઢોકળા એડ કરી દેવાના છે. થોડું હલાવીને ગેસ ચાલુ કરી નાખો, તેને બે મિનિટ હલાવી દો. ગેસ બંધ કરીને મરચું એડ કરવાનું કારણ એ છે કે ગરમ તેલના કારણે કોઈ વખત મરચું કાળું અને કડવું લાગે છે. 2 મિનિટ પછી તેને પ્લેટમાં લઇ લેવાનું છે હવે આપણા સાદા ઢોકળા અને વધારેલા ઢોકળા પણ તૈયાર છે.

તમને કદાચ ગમશે

Loading...