ભારત જ નહિ આખી દુનિયામાં ચાલે છે ટોટકાનો ખેલ, જાણો આનાથી જોડાયેલી દિલચસ્પ વાતો

120
Loading...

હંમેશા એ વાત થાય છે કે ભારતમાં સૌથી વધારે અંધવિશ્વાસ અને સૌથી વધારે ટોટકા હોય છે. તમે પણ ક્યારેક ને કયારેક કોઈ ને કોઈ ટોટકો જરૂર કર્યો હશે. સામાન્ય માણસને છોડો ઘણીવાર તમે ખેલાડીઓ અને ફિલ્મ જગત સાથે જોડાયેલા લોકોને ટોટકા કરતા જોયા હશે, જેનાથી રમત હોય કે ફિલ્મ તે સફળ જ રહે. એના માટે તે મંદિરમાં જાય છે તેમજ બીજા ઘણા અલગ અલગ કામ કરે છે.

પણ અમે તમને જણાવી દઈએ કે આ ટોટકાનો પ્રયોગ ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયાના ઘણા બધા દેશોમાં પણ કરવામાં આવે છે. આખી દુનિયા માને છે કે કયારેક ને કયારેક કરવામાં આવેલા ટોટકા કામ આવી જાય છે. અમે અહીં વાત જાદુ-ટોનાની નથી કરી રહ્યા, બસ નાના-મોટા ટોટકાની કરી રહ્યા છીએ, જેના દ્વારા લોકોને વિશ્વાસ છે કે એમનું કામ પૂરું થઈ જશે. ભારત જ નહીં આખી દુનિયામાં ચાલે છે ટોટકાની રમત, અને આ ટોટકાનો રમત વિષે દરેકને ખબર હોવી જોઈએ.

ભારત જ નહીં આખી દુનિયામાં ચાલે છે ટોટકાની રમત :

અંધવિશ્વાસ અને ટોટકામાં ઘણો ફરક હોય છે. અંધવિશ્વાસમાં વ્યક્તિ કંઈ પણ કરી દે છે, પણ ટોટકામાં વ્યક્તિ એ જ કામ કરે છે જે ઘણી હદ સુધી શક્ય હોય. એનાથી કોઈને નુકશાન નથી પહોચતું અને લોકોનો ભ્રમ પણ બનેલો રહે છે, જેથી એ લોકોને ખુશી મળે છે. ભારતના ઘણા ટોટકા વિષે તમે જાણતા હશો. પરંતુ આને આ આર્ટીકલમાં અમે તમને 8 દેશોના ટોટકા વિષે જણાવવાં જઈ રહ્યા છીએ.

1. થાઈલેન્ડમાં એવું માનવામાં આવે છે કે જો કોઈ મહિલા ઘરના રસોડામાં ગીત ગાય છે, તો એને વધારે ઉંમરનો જીવનસાથી મળવાનો છે.

2. બાંગ્લાદેશમાં બાળકો અને યુવાઓને પરિક્ષા આપવા પહેલા ઈંડા નથી ખાવા દેવામાં આવતા. ત્યાં એવું માનવામાં આવે છે કે એ ખાવાથી એમના માર્ક્સ સારા નહીં આવે.

3. રૂસમાં જો ચમચી કે કાંટો (ફોક, કાંટા વાળી ચમચી) નીચે પડી જાય, તો એવું માનવામાં આવે છે કે કોઈ મહેમાન આવવાનું છે અને એ પણ મહિલા મહેમાન, અને જો ચપ્પુ પડી જાય તો મહેમાનમાં પુરુષ કોઈ શકે છે.

4. તાઈવાનમાં મૃત લોકો તરફથી નોટ સળગાવવામાં આવે છે, જેથી એમને સ્વર્ગમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. એના માટે નકલી મુદ્રાને સળગાવવાની ત્યાં ચલન છે.

5. પોલેન્ડમાં જો તમે પોતાનું હેન્ડબેગ નીચે મુકી દીધું, તો એવું માનવામાં આવે છે કે એની અંદર રાખેલા બધા પૈસા ગાયબ થઈ જશે. એવામાં ત્યાં કોઈ પોતાનું હેન્ડબેગ નીચે નથી મૂકતું.

6. અમેરિકામાં એવું માનવામાં આવે છે કે, કોઈ પ્રેગ્નેનેટ મહિલા જો પોતાના ખીસામાં બટાકું રાખે છે તો એને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા નથી થતી અને તે એક સ્વસ્થ બાળકને જન્મ આપે છે.

7. જાપાનમાં એવી માન્યતા છે કે જો તમે પોતાના ઘરમાં એવી બિલાડીની મૂર્તિ મુકો જેનો પંજો ઉઠેલો હોય, તો એનાથી ઘર ભાગ્યશાળી થઈ જશે અને જીવનમાં ઘણા બધા પૈસા આવશે.

8. ઈટલીમાં કોઈ બીજી વ્યક્તિનું છીંકવું શુભ માનવામાં આવે છે. પરંતુ જો બિલાડીની છીંક સંભાળવા મળી ગઈ તો વ્યક્તિના બધા કામ સફળ થઈ જાય છે.

આ પણ વાંચો

શું તમે જાણો છો કે 500 અને 1000ની જૂની નોટોનું શું થયું?

તમને કદાચ ગમશે

Loading...