પૂર્વજોને પ્રસન્ન કરીને સુખ-સમુદ્ઘિ અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર એટલે શ્રાદ્ઘ

74
Loading...

ભારતીય કેલેન્ડર અનુસાર, ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ એટલે કે વદ એકમ તિથિથી શ્રાદ્ઘ પક્ષ શરૂ થઇ જાય છે. આ વર્ષે 25 સપ્ટેમ્બરના મંગળવારના રોજ આ શ્રાદ્ઘ પક્ષ શરૂ થશે. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે અને તેમના મૃત્યુ પછીના લોકમાં શાંતિ મળે તે માટે લગભગ દરેક હિંદુના ઘરમાં આ ધાર્મિક વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ઘથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદથી ઘરમાં સુખ-શાંતિ રહે છે. ત્યારે જાણો શ્રાદ્ઘ કેટલા પ્રકારના હોય છે અને જો ઘરમાં કોઇ પિતૃની તિથિ ખબર ના હોય તો કયા દિવસે તેમનું શ્રાદ્ઘ કરવાથી તેમની પ્રસન્નતા મેળવી શકાય છે.

શ્રાદ્ધ કર્મ માટે આ છે જરૂરી:

શ્રાદ્ધ કરવાના ખાસ નિયમો હોય છે. શ્રાદ્ધા જે તિથિમાં જે પરિજનનું મૃત્યુ થયું હોય તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ કર્મ પૂર્ણ વિશ્વાસ, શ્રદ્ધા અને ઉત્સાહની સાથે મનાવવું જોઈએ. પિતૃઓ સુધી આપણું દાન જ નહીં પણ આપણો ભાવ પણ પહોંચવો જોઈએ.

અમાસે કરવામાં આવે આવે છે આ લોકોનું શ્રાદ્ધ:

જે લોકોનું અકાળ મૃત્યું થયું હોય અને યોગ્ય જાણકારી ન હોય તેમને અમાસની તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. સાપ કરડનાથી થયેલું મૃત્યું અને બીમારીઓમાં, જેમું આગમાં મૃત્યુ થયું હોય કે જેમના અંતિમ સંસ્કાર થયા ન હોય તેમનું શ્રાદ્ધ પણ અમાસે કરવામાં આવે છે.

મૃત્યુને પ્રાપ્ત પરણિત સ્ત્રીઓનું શ્રાદ્ધ:

પતિ જીવિત હોય અને પત્ની મૃત્યુ પામે હોય તો એવી મહિલાનું શ્રાદ્ધ નવમી તિથિએ કરવામાં આવે છે. જેને માતૃ નવમી કહે છે. આ દિવસે મહિલાઓને ભોજન કરાવાય છે.

એકાદશીનું શ્રાદ્ધ:

એકાદશીમાં એ લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જેમને સંન્યાસ લઈ લીધો હોય, તે સિવાય જેમનું મૃત્યું આ તિથિએ થયું હોય તેમનું પણ શ્રાદ્ધ આ તિથિએ થાય છે.

જાણો, કયા દિવસે કયું શ્રાદ્ધ કરવું:

પિતૃપક્ષથી એક દિવસ પહેલાં પૂનમ તિથિએ અગસ્ત મુનિ અને દેવતાઓની પૂજા કરવામાં આવે છે, આ દિવસે તેમના નામથી તર્પણ કરવામાં આવે છે. આ તિથિ આ વર્ષે 24 સપ્ટેમ્બર છે. 25 તારીખે બપોરથી પિતૃઓનું શ્રાદ્ધ શાસ્ત્રો પ્રમાણે ઉચિત રહેશે.

જુઓ 2018માં શ્રાદ્ધ તિથિઓ:

24 સપ્ટેમ્બર 2018 એ પૂર્ણિમાનું શ્રાદ્ધ
25 સપ્ટેમ્બર 2018 એકમનું શ્રાદ્ધ
26 સપ્ટેમ્બર 2018 બીજનું શ્રાદ્ધ
27 સપ્ટેમ્બર 2018 ત્રીજનું શ્રાદ્ધ
28 સપ્ટેમ્બર 2018 ચતુર્થ શ્રાદ્ધ
29 સપ્ટેમ્બર 2018 પાંચમું શ્રાદ્ધ
30 સપ્ટેમ્બર 2018 ષષ્ઠી શ્રાદ્ધ(જેમાં પંચાંગ ભેદ હોઈ શકે છે)
1 ઓક્ટોબર 2018 સાતમનું શ્રાદ્ધ
2 ઓક્ટોબર 2018 આઠમું શ્રાદ્ધ
3 ઓક્ટોબર 2018 નવમું શ્રાદ્ધ
4 ઓક્ટોબર 2018 દસમું શ્રાદ્ધ
5 ઓક્ટોબર 2018 અગિયારમું શ્રાદ્ધ
6 ઓક્ટોબર 2018 બારમું શ્રાદ્ધ
7 ઓક્ટોબર 2018 તેરમું શ્રાદ્ધ, ચૌદસનું શ્રાદ્ધ
8 ઓક્ટોબર 2018 સર્વપિતૃ અમાસનું શ્રાદ્ધ

એક વર્ષમાં આટલા અવસરોએ કરી શકો છો શ્રાદ્ધ:

શાસ્ત્રો પ્રમાણે પોતાના પિતૃગણોનું શ્રાદ્ધ કર્મ કરવા માટે એક વર્ષમાં 96 તકો મળે છે. જેમાં વર્ષમાં 12 મહિનાની અમાસ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. વર્ષની 14 મન્વાદિ તિથિઓ, 12 વ્યુતિપાત યોગ, 12 સંક્રાંતિ, 13 વૈધૃતિ યોગ અને 15 મહાલય સામેલ છે. જેમાં પિતૃપક્ષનું શ્રાદ્ધ કર્મ ઉત્તમ ગણાય છે.

તમને કદાચ ગમશે

Loading...