ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૨

Mann-ઝીંદગી નું બંધારણ પાર્ટ ૨

તમને હવે જીજ્ઞનાસા બહુજ ઉછળતી હશે અને પ્રશ્ન થતા હશે કે ભગવાન અને મન કેમ એક હોઈ શકે? Mann અને ભગવાનમાં શું સામ્યાતા ? બસ ઝીંદગી માં આગળ વધવા નવું જાણવાની જીજ્ઞનાસા હોવીજ જોઈ તો વાત કરીએ મન વિશેતો મન એ અપણા શરીરનો એવો અદભૂત હિસ્સો છે કે જે હયાત છે પણ આપણે તેને શરીરમાં જોઈ શકતા નથી સામાન્ય રીતે જયારે મનની વાત આવે કે લોકો અને મગજ સમજે છે પણ ના મન અને મગજ સાવ અલગ વસ્તુ છે ઉદારહણ તરીકે જો શરીરના તમામ ભાગો ને ખોલીને એટલે કે પોસ્ટમોટમ કરીને આખુય શરીર જોશો તો “મન” ક્યાંય નહિ મળે મગજ મળશે એટલે કે મગજ નું સ્થાન નક્કી છે કે ખોપરી ની વચ્ચે સમાયેલું છે પણ Mann નું આવું કોઈજ સ્થાન નક્કી નથી પણ દરેક જગ્યાએ અની હયાતી મહેસુસ કરી એજ છીએ. મને આજેય મારા નાનપણનો એક કિસ્સો યાદ આવે છે કે જયારે પપ્પા કામે થી આવે ને તરતજ બોલે “બેટા એક લોટો પાણી આપતો” હું કાયમ મારી રમત હોવું એટલે હું ભૂલી જતો પાણી આપવું અને છેવટે મારા પપ્પાને મારા મમ્મી પાણી આપી દે એટલે મને ખીજાય અને બોલે કે “ એનું હમણાથી કામ માં મન નથી હોતુ “ અને હું ત્યારે વિચારોતો કે આ મન એ શું છે ? અને આવોજ એક બીજો કિસ્સો કે જયારે મારું નિશાળ થી પરિણામ આવે  કે તરતજ વારો નીકળે અને બોલે કે “તારું મગજ કિયા હોય છે” બસ ત્યારથી સમજાણું કે મગજ અને મન એ બંને અલગ અલગ છે.

તમે રાતેભર નીંદરમાં હોવ છો છતાય તમે તમાર પલંગ કે ખાટલા ઉપરથી નીચે નથી પડીજાતા તમે કયારેય વિચારીયું કે આવું કેમ ત્યારે શરીર નું ધ્યાન કોને રાખે છે? તમેતો જમીને કામે લાગીજાઓ છો કે સુઇજાવ છો તો પાચન કોણ કરાવે છે? તમેતો ક્યારેય તમારા જઠરને, હોજરીને પાચનનો ઓર્ડર નથી આપતા છતાય એ પાચન કરી આપે છે. તમેં ક્યારેય તમારા હૃદય ને કીધું કે ધબકારા ચાલુ રાખ?!! છતાય એ પોતાની રીતે બધુજ કરે છે આવતો હજારો આવા કામો છે કે જે તમારું મન કરે છે અને તમને જીવતા રાખે છે પણ અપને ઓલા બારે  બેઠા ભગવાન પાસેજ જવું હોઈ છે Mann એ તમને તમારી ઝીંદગી માં જે તમે માંગો એ આપવા તૈયાર જ છે પણ તમેં સાચા મન સાથે અને પાસે માંગતાજ નથી.મન જે તમારા વિચારો ને તમારી હકકીત માં બદલવાનું કામ કરે છે જો વિચારો સારા હશે તો સારું અને જો વિચારો ખરાબ હશે તો ખરાબ બસ તમે મન ને ઓર્ડેર આપો કે અમ થવું જોઈ એ બસ પછી આમજ થશે બસ તમારે ખાલી વિશ્વાસ, લગન અને ધીરજ રાખવાની છે હવે તમે જે માંગો છો એમાં તમનેજ સંકા કુસંકા થતી હોય તો આવું ના થવું જોઈ બીજું કે તમને એ વસ્તુ પામવાની ધગશ લગન હોવી જોઈ અને ત્રીજું ખાસ કે ધીરજ હવે સમાન્ય રીતે બધાજ ને ઉતાવળ માંજ જોઈ છે હવે આમાં થાય આવું કે અમુક મહિના જાય કે કે કંટાળી ને હિંમત હારિને બેસી જાય પછી કે ભગવાને અપાવ્યું નહિ આમ હિંમ્મ્ત હરિને બેસી ના જવું ધીરજ રાખવી તમને મળસેજ .બસ આ ત્રણ વિશ્વાસ, લગન અને ધીરજ સાથે Mann પાસે માંગો એ જરૂર આપસેજ…

ઝીંદગી નું બંધારણ- લેખક અક્ષય ચાવડા પાર્ટ ૧ 

તમને કદાચ ગમશે