શું તમે પણ પીવો છો માટલા નું પાણી તો જરૂર જાણો તેના ફાયદા

દોસ્તો આપણે સૌ જાણીયે જ છીએ કે કેટલીય પેઢી ઓ થી પીવા નું પાણી ભરવા માટે માટલા નો ઉપયોગ કરવામાં આવે છે. પેલાના જમાના માં જયારે ફ્રીઝ ના હતા ત્યારે માટી ના માટલા ને ફ્રીઝ નું સ્થાન અપાતું હતું અને માટલા માં ફ્રીઝ કરતા પણ વધુ ઠંડુ પાણી થાય છે. અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે દરેક ના ઘર માં એક માટલું તો હોય જ છે. તેમજ માટલાનું પાણી પીવા થી ખુબ જ ફાયદા ઓ થાય છે.

માટલા માં ભરેલું પાણી બિલકુલ શુદ્ધ હોય છે. માટલા માં પાણી ભરવા થી તે પાણી માં રહેલા બધા જ બેક્ટેરિયા નાશ પામે છે. કમળા અને ડાયેરિયા ની બીમારી ને જન્મ આપતા બેક્ટેરિયા પણ નાશ પામે છે.

માટલા નું પાણી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરે છે. જેનાથી હાર્ટ એટેક જેવી બીમારી ની સંભાવના ઓછી થઇ જાય છે. માટલા નું પાણી ફ્રીઝ જેટલુ જ ઠંડુ હોય છે પરંતુ ફ્રીઝ નું પાણી નુકશાન કરે છે અને માટલા નું પાણી ફાયદા કારક હોય છે. તે બ્લડ પ્રેશર ને કંટ્રોલ માં રાખવાનું કામ કરે છે. લકવા ના મરીજો ને માટલા નું પાણી નિયમિત પિવડાવા થી તેનમે ઘણો ફાયદો થાય છે.

માટલા નું પાણી પીવા થી પેટ નો દુખાવો દુર થાય છે અને આરામ મળે છે. જયારે ફ્રીઝ નું પાણી પીવા થી આપણી પાચન ક્રિયા નબળી પડે છે અને અને પેટને લગતી બીમારી ઓ થાય છે. તેથી ફ્રીઝ નું પાણી ના પીવું જોઈએ અને માટલા ના પાણી ને પ્રાથમિકતા આપવી જોઈએ. માટલાનું પાણી પીવાથી પેટ માં ટાઢક નો અહેસાસ થાય છે.

ગર્ભવતી મહિલા એ હંમેશા માટલા નું પાણી જ પીવું જોઈએ, ગર્ભવતી મહિલા એ ક્યારેય ફ્રીઝ નું પાણી ના પીવું કારણ કે ફ્રીઝ નું પાણી તેના માટે ઝેર સમાન મનાય છે. ફ્રીઝ નું પાણી પીવા થી તેના પેટ માં રહેલા બાળક ને પણ નુકશાન કરે છે. તેથી હંમેશા માટલાનું પાણી જ પીવું જોઈએ.

આ પણ વાંચો

ઇન્ડોનેશિયામાં ભૂંકપ-સુનામીથી મરનારની સંખ્યા 1700ને પાર, રોગચાળાનું એલર્ટ જારી કરાયું

તમને કદાચ ગમશે