મર્યા પછી જીવતા થયા લોકો, પોતે જ જણાવ્યું શું અનુભવ થયો

120
Loading...

માણસ મરી ગયા પછી આત્મા ક્યાં જાય છે, મન કેવું અનુભવે છે, આત્મા સ્વર્ગ-નર્ક જાય છે કે ક્યાંક ભટકતી રહે છે? એવા ન જાણે કેટલા સવાલ છે જે મનમાં ચાલતા રહે છે. મરવા પછી શું થાય છે એ કોઈ નથી જાણતું, પરંતુ દુનિયામાં અમુક લોકો એવા પણ છે જેમને મરી ગયા પછીની દુનિયાં પણ જોઈ અને ત્યાંથી પાછા પણ આવી ગયા. અમુક તો મરી ગયા પછી એ સમયે જીવતા થયા જયારે એમને દાટવા માટે અથવા બાળવા માટે લઈ જવામાં આવી રહ્યા હતા. આજે અમે તમને જણાવીશું અમુક એવા અનોખા લોકો અને એમના કિસ્સા વિષે, જે મરી ગયા પછી પણ પાછા આવ્યા.

બ્રાઈટન ડામા જૈંથે :

ઝિમ્બાંબેના રહેવા વાળા બ્રાઈટન સાથે પણ એવો જ ચમત્કાર થયો હતો. મે મહિનામાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. તે લાંબી બીમારી સામે લડી રહ્યા હતા અને એમનું મૃત્યુ પણ બીમારીને કારણે જ થયું હતું. ડોક્ટરોએ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરી દીધા. જયારે એમને કબરમાં દાટવા માટેની તૈયારી ચાલી રહી હતી ત્યારે એમની પાસે ઉભેલા બોસએ એમને હલતા જોયા, આથી તેમણે એમની ઉપર રાખેલું કપડું હટાવિને જોયું તો તે જીવતા હતા. બે વર્ષ સુધી તે સપોર્ટ સિસ્ટમ પર રહ્યા અને ત્યારબાદ તે એક સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. એમનું કહેવું છે કે ઈશ્વરે એમને બીજું જીવનદાન આપ્યું છે.

લી જ્યૂફેંગ :

95 વર્ષની ચીની મહિલા પણ એવા અજુબા માંથી એક છે. એમના માથા પર ઈજા થવાને કારણે એમનું મૃત્યુ થયું હતું. એમના મૃત્યુ પછી એમના પાડોશીએ એમને કોફીનમાં લપેટીને મુકી દીધા હતા. મરી ગયાના 6 દિવસ પછી તે પાછા જીવતા થયા હતા.

ફિલીપીન્સ પણ એવા જ એક ચમત્કારનો સક્ષાત જોયેલ સાક્ષી બન્યું. અહી એક 3 વર્ષની બાળકીનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ ઘણો બધો તાવ હતો. બાળકીને દાટવા માટે એને કોફીનમાં મુકવામાં આવી તો તેને હલતી જોવામાં આવી. એને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી અને ડોક્ટરના ઈલાજ પછી તે ઘરે પાછી આવી.

ભારતમાં એક બે નહીં પણ એવા ઘણા કિસ્સા જોવા મળ્યા. એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું હતું જયારે તે પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. એમના મૃત્યુ પછી જયારે એમનો અંતિમ સંસ્કારનો કાર્યક્રમ શરુ થયો ઓ એ જીવતા થઈ ગયા. 2 દિવસ પછી તે ફરીથી મરી ગયા. લોકોનું કહેવું હતું કે પોતાના દીકરાને જોવા માટે ભગવાને એમને સમય આપ્યો હતો.

એવી રીતે જ એક મહિલાનું પણ લાંબી બીમારી પછી મૃત્યુ થયું હતું. જયારે પરિવાર રડવા લાગ્યો તો થોડી વાર પછી તે પાછી જીવી ઉઠી. પાછા આવ્યા પછી એમણે જણાવ્યું કે, એમને એવું લાગી રહ્યું હતું કે કોઈ કાળી અંધારી જગ્યાએ તે પહોંચી ગઈ છે, પરંતુ એની અંદર જવાનો રસ્તો મળી રહ્યો ન હતો. એમણે કહ્યું કે એક અવાજે કહ્યું કે હજુ તમારો સમય થયો નથી, તમે પાછા જતા રહો. આ પ્રકારના ઘણા કિસ્સા છે જ્યાં લોકોએ આ પ્રકારનો અનોખો અનુભવ કર્યો. અમુક લોકો પાછા આવ્યા પછી થોડી વાતો જાણવી શક્યાં, પરંતુ અમુકને તો યાદ પણ નહીં રહ્યું કે એમનું મૃત્યુ કયારે થયું.

આ પણ વાંચો

શું તમે પણ પીવો છો માટલા નું પાણી તો જરૂર જાણો તેના ફાયદા

તમને કદાચ ગમશે

Loading...