ફાટેલ દૂધને નાખી દેવાના બદલે તેમા માત્ર એક વસ્તુ ઉમેરી બનાવો આ સ્વાદિષ્ઠ બંગાળી મિઠાઇ

86
Loading...

દૂધ ગરમ કરતાં ભુલાઈ ગયું હોય અને તે ફ્રિજ માં ના મૂક્યું હોય તો દૂધ બગડી જાઈ છે અને પછી તેની કોઈપણ વસ્તુ બનાવો તો તે ફાટી જાઈ છે. પછી તેનું શું કરવું એ સમજાતું નથી. તો આજે અમે તમને અહી ફાટેલા દૂધમાં એક વસ્તુ ઉમેરી ખૂબજ ટેસ્ટી બંગાળી મિઠાઇની રેસિપિ બનાવતા શીખવાડીશું.

સામગ્રી:

ફાટેલું દૂધ

ઘટ્ટ કરેલું દૂધ

ખાંડ

એક કપ દૂધ

કોપરાનો પાવડર

ઈલાયચી

રીત:

એક મોટી ગરણી પર કોટનનું કપડું મૂકી તેમાં ફાટેલા દૂધને ગાળી લેવું. જેથી દૂધ માં રહેલું બધુ પાણી નીકળી જાય. ત્યારબાદ નીચોવી તેમાથી બધું જ પાણી કાઢી નાખવું. જેથી ખટાશ નીકળી જાય. હવે તેને એક વાસણ માં કાઢીને હાથથી બરાબર મસળો. એકદમ સોફ્ટ થાઈ તેવું. મસળવું.

હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો. પેન ગરમ થઈ જાય એટ્લે તેને થોડીવાર ધીમા ગેસ પર શેકવું. સતત હલાવતા રહેવું. પછી તેમાં કંડેન્સ્ડ મિલ્ક નાખવું. તે ના હોય તો તેના બદલે ખાંડ અને દૂધ પણ નાખી શકાઈ છે. એને હવે બરાબર હલાવવું. મિશ્રણ જાડું થાય ત્યાં સુધી ગેસ પર હલાવતા રહેવું. મિશ્રણ જાડું થઈ જાઈ અને કઢાઇમાં ચોંટવાનું બંધ થઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં કોપરાનો પાવડર અને ઈલાયચી પાવડર નાખો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી તેને નીચે ઉતારી લેવું. હવે તેને એક પ્લેટમાં કાઢી થોડું ઠંડુ થવા દેવું. પછી તેના નાના લાડુ બનાવી લેવા. પછી તેને કાજુ, બદામ, પિસ્તા ની કતરણથી સજાવો.

આ પણ વાંચો

ગુજરાતી ઢોકળા રેસીપી, જાણો સરળ રેસીપી અને ઘરે બનાવો સ્વાદિષ્ટ ઢોકળા

તમને કદાચ ગમશે

Loading...