પિતૃ આવી રીતે આપે છે સંકેત કે તે તમારા ઉપર પસન્ન છે કે નારાજ, આ જાણવું ખુબ જ જરૂરી છે

123

હિંદુધર્મમાં પિતૃ એટલે મૃત્યુ પામેલા પૂર્વજોને તર્પણ કરવાની ઘણી પ્રાચીન પ્રથા છે. જેના માટે આપણા પંચાંગમાં શ્રાદ્ધપક્ષના સોળ દિવસ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વ્યક્તિ પોતાના પૂર્વજોને યાદ કરે છે અને તેનું તર્પણ કરાવીને તેને શાંતિ અને તૃપ્તિ પૂરી પાડે છે. જેથી તમને તેમના આશીર્વાદ અને સાથ મળતો રહે.

માન્યતા છે કે જે લોકો પિતૃ પક્ષમાં પોતાના પિતૃને તર્પણ, પીંડદાન અને શ્રાધ જેવા કર્યો નથી કરતા એને પોતાના જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે એ જાણવા માગો છો કે તમારા પિતૃનો આશીર્વાદ તમારી ઉપર બનેલા રહે છે કે નહિ તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ થોડા એવા સંકેત, જે તે વાત તરફ ઈશારો કરે છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે કે પછી ખુશ. તો આવો જાણીએ.

જો તમારા પિતૃ તમારાથી નારાજ છે અને તમારા ઉપર પિતૃદોષ છે તો થોડા આવા સંકેત પ્રાપ્ત થાય છે :

1સંતાન સાથે જોડાયેલી સમસ્યા

જો તમારા પિતૃ તમારાથી નારાજ છે તો તેવામાં તમને સંતાન સાથે જોડાયેલી ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે જેમ કે. સંતાન પેદા ન થવું, પેદા થયા પછી પણ જીવિત ન રહેવું અને સંતાનનું હંમેશા બીમાર રહેવું, આ બધા સંકેતો દર્શાવે છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે અને તમારે તેને પ્રસન્ન કરવા માટે તરત જ કોઈ ઉપાય કરવા જોઈએ.

2બની રહે છે ધનની તંગી

જે ઘરમાં હંમેશા આર્થીક તંગી બની રહે છે અને પૈસા પાણીની જેમ વહી જઈ રહ્યા છે, તો કોઈ પણ પ્રકારના કોઈ લાભ પ્રાપ્ત ન થાય એ બધા સંકેત પિતૃ દોષના ગણવામાં આવે છે.

3લગ્નમાં આવે છે તકલીફો

પિતૃદોષને કારણે લોકોના લગ્નમાં અડચણ આવે છે, અને કન્યાના લગ્ન ઘણી મુશ્કલીથી થાય છે, તેમ છતાં પણ મનપસંદ વર નથી મળી શકતો.

4) ઘરમાં હંમેશા થાય છે ઝગડા

જે ઘરમાં પિતૃ ખુશ નથી રહેતા તે ઘરમાં હંમેશા જ કંકાસ અને લડાઈ ઝગડાનું વાતાવરણ બની રહે છે. ઘરમાં શાંતિ નથી રહેતી અને તે કારણે જ પરિવારના સભ્યો જ એક બીજાના દુશ્મન બની જાય છે.

4પરિવારનું કોઈ સભ્ય રહે છે બીમાર

જે ઘરમાં પિતૃનો આશીર્વાદ નથી રહેતો તે ઘરમાં હંમેશા કોઈને કોઈ વ્યક્તિ શારીરિક રીતે બીમાર રહે છે કે પછી ક્યારે ક્યારે તો કોઈ ગંભીર બીમારી સામે પણ ઝઝૂમવું પડી જાય છે.

5જો તમને પિતૃનો આશીર્વાદ તમારી ઉપર રહેલો છે, તે તમારાથી પસન્ન છે તો કાંઈક આવા સંકેત પ્રાપ્ત થાય છે.

1) શ્રાદ્ધ કાળમાં અચાનક ધનની પ્રાપ્તિ, અટકેલા કામ શરુ થઇ જવા કે નવા કામ શરુ થવા પુત્રું કૃપાના સંકેત છે.

2) જો તમારા ઘરમાં કોઈ અવસાન પામેલા વ્યક્તિને યાદ કરતા જ તમારા કામોમાં આવી રહેલી અડચણો દુર થઇ જાય છે તો તમારી ઉપર પિતૃની વિશેષ કૃપા છે.

3) જો તમને સપનામાં પિતૃ એટલે પૂર્વજ ખુશ અને આશીર્વાદ આપતા હંમેશા જોવા મળે છે તો તમારા પિતૃ તમારાથી પ્રસન્ન છે.

4) સપનામાં સાંપને પોતાની સુરક્ષા અને સહયોગ કરતા જોવા પણ પિતૃના આશીર્વાદ હોવાના સંકેત છે.

5) અમાસ કે તે તિથીની આસપાસ જયારે લોકોને હંમેશા નુકશાન થાય છે ત્યારે તમને વિશેષ લાભ થવો કે વાહન સુખ મળવું પિતૃની કૃપાનો સંકેત છે.

6) જે લોકોના પોતાના માતા પિતા સાથે સંબંધ સારા હોય છે અને ઘરમાં ક્યારેય કોઈનું આકસ્મિક મૃત્યુ ન થયું હોય તો તેવા પરિવાર ઉપર પિતૃની વિશેષ કૃપા રહે છે.

આ પણ વાંચો

ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુ? : જાણો કયારે