જયારે રાધાના શરીરને જોઈને અચંભિત થઇ ગઈ હતી રુક્મણી : શુ તમે જાણો છો આ વાર્તા ?

133
Loading...

આપણા દેશમાં પ્રેમને મેળવવા માટે લડાઈ લડવી પડે છે, પરંતુ સત્ય તો એ છે કે પ્રેમ તો આપણા ભગવાને પણ કર્યો હતો. જેમાં મહાદેવ-પાર્વતી, સીતા-રામ, રાધા-કૃષ્ણ બધાંનું વર્ણન થાય છે. જો કે કોઈના પ્રેમની તુલના કરી શકાય નહીં. પરંતુ છતાં પણ રાધા અને કૃષ્ણનો પ્રેમ એક અલગ જ પ્રકારના ભાવની વાત કરે છે.

એવું એટલા માટે કારણ કે શિવ-પાર્વતી અને સીતા-રામે લગ્ન કર્યા હતા, પરંતુ રાધા-કૃષ્ણ લગ્નના બંધનમાં બંધાયા ન હતા, અને એમનું અધૂરું મિલન જ એમના પ્રેમને પૂરો કરે છે. આવો તમને જણાવીએ કે એમના પ્રેમ સાથે જોડાયેલી એક એવી જ વાર્તા.

કૃષ્ણની પત્ની હતી રુક્મણિજી, પરંતુ છતાં પણ રાધા કૃષ્ણના રોમ રોમમાં વાસ કરે છે. અને આ વાતનું પ્રમાણ એક વાર્તાથી મળે છે. એક વાર રુક્મણિએ ભોજન પછી કૃષ્ણને દૂધ પીવા માટે આપ્યું હતું. ભગવાનને દૂધ-ઘી ઘણું પ્રિય છે અને એટલા માટે એમણે જલ્દીથી એ દૂધ પી લીધું, પરંતુ દૂધ એટલું ગરમ હતું કે એમના મુખ માંથી પીડાને કારણે નીકળી ગયું – હે રાધે.

પતિના મુખથી રાધાનું નામ સાંભળીને રૂક્મણિએ કહ્યું કે, હું પણ તમને ગાઢ પ્રેમ કરું છું, પરંતુ તમારા મુખ માંથી હમેશા રાધાજીનું જ નામ કેમ નીકળે છે. એવું શું છે રાધામાં, તમે મને કેમ નથી બોલાવતા?

કૃષ્ણ ભગવાન આ સવાલ પર મંદ મંદ હસતા બોલ્યા કે, તમે રાધાને મળ્યા છો? રૂક્મણિથી રહેવાયું નહીં અને તે રાધાને મળવા એમના મહેલ સુધી પહોંચી ગયા. જયારે રુક્મણિ રાધાના મહેલની બહાર પહોંચ્યા તો એમણે ઘણી જ સુંદર મહિલાએ જોઈ. એમના ચહેરા પર ગજબનું તેજ હતું. રુક્મણિ આગળ વધ્યા અને એમણે એ સ્ત્રીના ચરણ સ્પર્શ કર્યા.

એ સ્ત્રીએ તરત પૂછ્યું કે તમે કોણ છો અને શું કામ આવ્યા છો? રૂક્મણિએ પોતાના આવવાનું કારણ જણાવ્યું. સ્ત્રીએ કહ્યું કે હું તો રાધાજીની દાસી છું, અને રાધાજીને મળવા માટે તમારે સાત દ્વાર પાર કરવા પડશે. રૂક્મણિએ એક એક કરીને દ્વાર પાર કર્યા.

દરેક દ્વાર પર ઘણી બધી સુંદર મહિલાઓ હતી અને એમના ચહેરા પર એવું જ તેજ હતું. રૂક્મણિએ વિચાર્યુ કે જો દાસીઓ આટલી સુંદર છે તો રાધાજીના રૂપની કલ્પના પણ નહીં કરી શકાય.

રૂક્મણિએ જયારે રાધાના કક્ષમાં પગ મુક્યો, તો રાધાના તેજસ્વી રૂપ અને સુંદરતા જોઈને તે એમના ચરણોમાં સમર્પિત થઈ ગઈ. ત્યારે એમની નજર રાધાજીના શરીર પર પડી, એમના શરીર પર જબરજસ્ત ફોલ્લીઓ પડી હતી. રૂક્મણિએ અચંબિત થઈને પૂછ્યું, તમારા શરીર પર આટલા ફોલ્લીઓ કઈ રીતે પડી?

રાધાએ જવાબ આપતા કહ્યું કે, કાલે તમે કૃષ્ણજીને ગરમ દૂધ આપ્યું હતું જેથી એમના દિલ પર ફોલ્લીઓ પડી ગઈ, એમના દિલમાં તો મારો વાસ છે માટે મારા શરીર પર પણ ફોલ્લીઓ પડી ગઈ.

કૃષ્ણના રોમ રોમમાં વાસ કરવા વાળા રાધાના લગ્ન ભલે કૃષ્ણ સાથે નથી થયા, પરંતુ તે અને કૃષ્ણ એક જ છે. એમના એક જ હોવાનું પ્રમાણ આ વાતથી મળી જાય છે કે ક્યાંય પણ કૃષ્ણની પૂજા એમની પત્ની રુક્મણિ અથવા રાણીઓ સાથે નથી થતી, પણ એમનું નામ હંમેશા રાધા સાથે જ જોડાય છે. એમનો પ્રેમ અને સમર્પણ કોઈ પણ તર્ક કરતા ઉપર છે. એ પ્રેમ છે જે નિસ્વાર્થ છે.

આ પણ વાંચો

મર્યા પછી જીવતા થયા લોકો, પોતે જ જણાવ્યું શું અનુભવ થયો

તમને કદાચ ગમશે

Loading...