મહેમાનો ઝટપટ ચાઉં કરી જશે, આ રીતે બનાવો કેસર કાજૂ કતરી

50
Loading...

દિવાળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. તો ખાસ કરીને આ નવા દિવસોમાં જાતભાતની વાનગીઓ બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે મિઠાઇ બનાવવાની વાનગી લઇને આવ્યા છીએ. ખાસ કરીને દિવાળીમાં લોકો કાજુકાતરી બજારમાંથી લાવીને ખાય છે. તો આજે અમે તમારા માટે કેસર કાજુ કતરીની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવીરીતે બનાવાય ટેસ્ટી કેસર કાજૂ કતરી.

સામગ્રી

250 ગ્રામ – કાજુના ટુકડા
1/2 કપ – સાકર
1/2 ચમચી – કેસર
1/2 ચમચી – દૂધ
થોડાં ટીપાં – કેશર કલર
થોડાં ટીપાં – કેસર એસેન્સ
ચાંદીનું વરખ

બનાવવાની રીત

સૌ પ્રથમ કાજુના ટુકડાને મિક્સરમાં સૂકા ગ્રાઇન્ડ કરો. પછી તેને ચાળણીથી ચાળી લો. હવે પેનમાં સાકર લઈ બહુ થોડું પાણી નાખી ધીમા તાપે ચાસણી બનાવો. ચાસણી એકરસ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં કાજૂનો પાઉડર, પલાળેલું કેસર નાખીને હલાવો. એ ઘટ્ટ થાય અને બોલ જેવું બને એટલે ગેસ પરથી ઉતારી ગ્રીસ કરેલી ઊંધી થાળીમાં પાથરો. વેલણથી એને હલકે હાથે વણી લો. એના પર વરખ લગાવી 4-5 કલાક રહેવા દો. ત્યારબાદ એને ડાયમન્ડ શેપમાં કાપીને સર્વ કરો.

ચાણક્યની આ 7 વાતો અમલમાં મૂકો થઈ જશો સફળ

તમને કદાચ ગમશે

Loading...