ગુજરાતી ની ફેવરિટ રેસિપી : ટેસ્ટી હાંડવો : બનાવવાની સિમ્પલ રીત

407
Loading...

હાંડવો અ બધાં ને ભાવે તેવી વાનગી છે. હાંડવો બનાવો એ ખુબજ સરળ છે. અહી હુ ઇન્સ્ટન્ટ શાકભાજી હાંડવો લાવી છું તેં જલ્દી બની જાય છે.

આ ઇન્સ્ટન્ટ હાંડવો એ સૌથી સારી વાનગી છે આપણાં સ્વાસ્થ્ય માટે કેમ કે તેમાં ખૂબ બાધા શાકભાજી થી બન્યો હોવાથી તેં આપણાં સ્વાસ્થ્ય માટે પણ સારો છે. અને વળી તેને મેં પેન માં બનાવ્યો છે એટલે તેનું સ્પેશ્યલ કૂકર ની પણ જરૂર નથી.

અ ઇન્સ્ટન્ટ હંડવા નો ટેસ્ટ ખુબજ સરસ આવે છે ને તેં 1 કલાક માં બાની જતો હોવાથી જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી શકાય ને વળી આ તમે બાળકો નાં લંચ બોક્સ કે મોટા નાં ટિફિન બોક્સ માં પણ આપી શકો છો.

તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ શાકભાજી હાંડવો.

સામગ્રી:

1 કપ રવો (સુજી)
1/2 કપ ચોખા નો લોટ
1/4 કપ લીલા વટાણા
1/4 કપ દુધી (ખમણી ને)
1/4 કપ ગાજર ( ખમણી ને)
1/4 કપ કોબીજ ( જીણી સમારેલી)
1/4 કપ ડુંગળી ( લાંબી કાપેલી)
1/4 કપ કેપ્સીકમ મરચા (જીના સમારેલા)
1/4 કપ કોથમીર ( જીણી સમારેલી )
2 લીલા મરચા તીખા ( જીના સમારેલા )
1 આદું નો ટુકડો
1/4 ચમચી મરી પાવડર
1/૪ ચમચી ગરમ મસાલો
1/2 ચમચી હળદળ
1 મોટી ચમચી ધાણાજીરું પાવડર
1 મોટી ચમચી ઈનો ( ફ્રુટ સોલ્ટ )
6-7 મોટી ચમચી તેલ
1.5 ચમચી રાઈ
1/4 ચમચી હિંગ
2.5 મોટા ચમચા સફેદ તલ
2 કપ દહીં ખાટું ( છાસ, પાણી + લીંબુ નો જયૂશ)
નમક

રીત:

1) પહેલા એક વાસણ માં રવો લો તેમાં ચોખા નો લોટ લઈ તેમાં વટાણા ને દુધી નાખો.

2) પછી તેમાં કોબીજ + ગાજર + કેપ્સિકમ + ડુંગળી નાખો.

3) હવે તેમાં તીખા મરચા + આદું ખમણી ને + મરી પાવડર + નમક ઉમેરો.

4) તેમાં ધાણાભાજી + ગરમ મસાલો + હળદળ + ધાણાજીરું ઉમેરો.

5) હવે તેને બરા બર મિક્સ કરી લો.
6) પછી તેમાં ખાટું દહીં કે ખાટી છાશ કે પાણી થોડું થોડું ઉમેરી ને તેને ઢોકરા જેવું ઢીલું કરો.

7) હવે તેને ઢાંકી ને 30 મિનિટ માટે રાખી દો. જેથી રવો ફુલાય જાય.
8) 30 મિનિટ પછી એક પેન માં 4 મોટા ચમચા તેલ મધ્યમ ગેસ પર ગરમ કરો.
9) હવે જો ખીરૂં ધટ્ટ થાય ગયું હોય તો તેમાં થોડું પાણી ઉમેરીને ઢીલું કરો. તેમાં મોટી ચમચી ઇનો ઉમેરીને બરાબર હલાવી દો.

10) હવે તેલ પણ ગરમ થઈ ગયું હોય તો ગેસ ને ધીમો કરી ને તેલ માં રાઈ, હિંગ, તલ ઉમેરી ને તે ફૂટવા માંડે એટલે તેમાં ખીરૂં ઉમેરીને અપર નું પડ લીસું કરી દો.

11) તેને ઢાંકી ને 10-12 મિનિટ ધીમા તાપે ચડવા દો.
12) હવે ઢાંકણ લઈ ને જો અપર નું પળ સુકાય જાય એટલે તેને એક થાળી અપર મૂકી ને હાંડવો બંદર લાય લો.
13) જો પેન માં તલ કે રાઈ વધી હોય તો તે બાજુમાં લાય લો આપડે પછી તેને વાપરીશું.

14) પેન માં 2 મોટી ચમચી તેલ લઈ તે તેને ફુલ ગેસ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે ગેસ ને ધીમો કરી ને તેમાં બાકી બચેલી રાઈ, તલ અને જે આપડે બાજુમાં મુક્યા હતા તેને ઉમેરી ને હળવેથી જે ભાગ હાંડવાનો બાકી છે શેકવામાં તે તેલ માં ઉમેરી ને 10 મિનિટ માટે ચડવા દો.
15) તેને 10 મિનિટ ઠંડો થાય એટલે તેને તમે સર્વે કરો.

16) તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ વેજિટેબલ હાંડવો.

તમે પણ જરૂર બનવજો ને મને કેજો કે કેવી લાગી મારી રેસીપી તમને.

બનાવો તમારી ફેવરિટ રેસિપી : ડ્રાય મન્ચુરિયન

તમને અમારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ મા જરૂર જણાવજો
અને હા આવી જ રેસિપી જોવા માટે અમારું ફેશબુક પેજ લાઈક કરવાનું ન ભૂલતા 🙂

તમે તમારી રેસિપી પણ શેર કરી ને ગુજ્જુટેક ની વેબસાઈટ પર જોઈ શકો છો
ફક્ત અમને મેલ કરો gujjutech.in@gmail.com પર

તમને કદાચ ગમશે

Loading...