સ્વાદિષ્ટ ચીઝ મસાલા ટોસ્ટ : જાણો બનાવવાની સિમ્પલ રીત

73

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ચીઝ મસાલા ટોસ્ટ

સામગ્રી

  • એક વાટકો તેલ
  • ઝીણી સમારેલી ડુંગળી
  • એક ચમચી લસણની પેસ્ટ
  • ગ્રામ ઝીણી સમારેલ ડુંગળી
  • ગ્રામ ચોરી
  • ગ્રામ ફ્લાવર
  • બાફેલ બટેટા
  • બાફેલ ગાજર
  • સ્વાદાનુસાર મીઠું
  • અડધી ચમચી લાલ મરચું પાવડર
  • બે ચમચી લીંબુનો રસ
  • બે ચમચી ધાણાજીરું પાઉડર
  • બ્રેડની સ્લાઈસ
  • જરૂર મુજબનું માખણ
  • સ્વાદ અનુસાર મીઠું
  • ચીઝ અને
  • પનીર

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણ ની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો. અને જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી બરાબર સોનેરી રંગની થાય ત્યાં સુધી પાકવા દો.
  • હવે તેમાં ઉપરથી એક ચમચી લસણની પેસ્ટ ઉમેરી અંદાજે ૧ થી ૨ મિનિટ સુધી શેકો. ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી કોબીજ, ફ્લાવર, ગાજર તથા અન્ય શાકભાજી ઉમેરી બરાબર પાકવા દો.
  • ત્યારબાદ તેની અંદર બાફેલ બટેટા સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી લાલ મરચું પાઉડર, લીંબુનો રસ અને અન્ય મસાલા ઉમેરી બરાબર હલાવી લો.
  • ત્યારબાદ એક બ્રેડ સ્લાઈસ લઈ તેના ઉપર માખણ લગાવી દો. અને ત્યારબાદ તેના ઉપર આપણે બનાવેલું આ મિશ્રણ બરાબર રીતે ફેલાવી દો.
  • ત્યારબાદ તેના ઉપર ઘણું બધું ચીઝ ખમણી અને ઓવનમાં અંદાજે ૨૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ ઉપર ૧૫ મિનિટ સુધી તેને પાકવા દો.
  • ત્યારબાદ તેમાંથી બહાર કાઢી લઈ ઉપરથી ચીઝ ખમણી દો, બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ચીઝ મસાલા ટોસ્ટ.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ?
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ –

Loading...

તમને કદાચ ગમશે

Loading...