ગણેશ ચતુર્થી મા બનાવો મોદક લાડુ : સિમ્પલ અને સરળ રીત

સામગ્રી :

2 કપ નાળિયેરનું ખમણ
1 કપ ખાંડ અથવા ગોળ
1/2 કપ ખસખસ
ઘી, એલજીનો ભૂકો, ચપટી મીઠું

બનાવવાની રીત :

ચોખાને ધોઈને સૂકવી દળાવવા. પછી મેંદાની ચાળણીથી ચાળી લેવા. એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે નાળિયેરનું ખમણ અને દળેલી ખાંડ નાંખવી. તેમાં ખસખસ અને એલચીનો ભૂકો નાંખી, લોચા જેવું થાય એટલે ઉતારી લેવું.

એક તપેલીમાં જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી ઉકાળવું. તેમાં ચપટી મીઠું અને બે ચમચા ઘી નાંખી, ઉકળે પછી ઉતારી, ધીમે ધીમે લોટ નાંખવો. બરાબર હલાવી ફરી તાપ ઉપર સીઝવા મૂકવો. પછી બાફ અાવે એટલે ઉતારી લેવો. ઠંડો પડી જાય પછી મસળવો, તેમાંથી લૂઅો લઈ, વાટકી અાકાર કરી, તેમાં પૂરણ ભરી, થોડા થોડા અંતરે મોં બંધ કરી, મોદકનો અાકાર કરવો. પછી વરાળથી બધા મોદક બાફી ઘી લગાડી દેવું.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ?
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ –

તમને કદાચ ગમશે