ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયા હો તો બનાવો ‘મગ સ્પ્રાઉટ્સ ચાટ’

62
Loading...

મગ સ્પ્રાઉટ્સ ચાટ

સ્પ્રાઉટ્સ કરેલા એટલે કે ફણગાવેલા મગને હેલ્ધી માનવામાં આવે છે.

પરંતુ જો તમે ફણગાવેલા મગ ખાઇને કંટાળી ગયો હો તો તેમાંથી ચાટ બનાવી શકાય. ફણગાવેલા મગમાં ડુંગળી, ટમેટા, ચાટ મસાલો નાખવાથી ચાટ ટેસ્ટી બને છે.

તો તમે પણ શીખી લો મગ સ્પ્રાઉટ્સ ચાટ બનાવવાની રીત.

સામગ્રી

બે કપ ફણગાવેલા મગ

એક કપ બારીક સમારેલી ડુંગળી

એક કપ બારીક સમારેલા ટામેટાં

એક-બે નંગ લીલા મરચાં

1/4 ટીસ્પૂન મરચું પાઉડર

1 ટીસ્પૂન લીંબૂનો રસ

1 નંગ બાફેલા બટાકાં

1 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

3 ટેબલસ્પૂન સેવ

5-6 ચાટ પાપડી

એક કપ પાણી

સ્વાદઅનુસાર મીઠું

ચાટ બનાવવાની રીત

સ્ટીમરમાં એક કપ પાણી લઇ તેમાં ફણગાવેલા મગને સ્ટીમ કરી લો. મગ બફાઇ જાય તે બાદ તેને એક બાઉલમાં કાઢી બધું પાણી નીતારી લો.

તે બાદ તેમાં ડુંગળી, બટાકું, ટામેટું, લીલા મરચા એડ કરી યોગ્ય રીતે મિક્સ લો. ત્યારબાદ તેમાં બારીક સમારેલા લીલા મરચાં, લાલ મરચું તેમજ મીઠું એડ કરો.

ચાટ બનાવવાની રીત

બાદમાં તેમાં લીંબૂનો રસ ઉમેરી મિક્સ કરી લો. આ મિશ્રણને એક બાઉલમાં લઇ તેની ઉપર પાપડી તેમજ સેવથી ગાર્નિશ કરી સર્વ કરો.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...