દિવાળીએ હવે ઘરે જ બનાવો આ રીતે ખૂબ જ સ્વાદિષ્ટ સોન પાપડી

81
Soan papdi recipe in gujarati
Loading...

Soan papdi recipe in gujarati : હવે દિવાળી આવવાની થોડાક દિવસોની જ વાર છે ત્યારે હવે લોકોને ઘરે-ઘરે અવનવી મીઠાઇઓ તેમજ કપડાંઓની ખરીદી પણ શરૂ થઇ ગઇ હશે.

જેમાં મીઠાઇઓમાં હલવાસન, કાજુકતરી, ચકરી, માવામીઠાઇ, મૈસુર, પેંડા, સીંગ ભજિયા, ભાખરવડી તેમજ બીજી અન્ય ફરસાણની વાનગીઓ લેવા માટે લોકોની દુકાને પડાપડી થતી હોય છે.

ત્યારે આજે અમે તમને એમાંની જ નાના નાના છોકરાઓથી માંડીને મોટા લોકો સુધી પણ કાજુકતરીની જેવી જે એક સૌની ફેવરિટ વાનગી એટલે સોનપાપડી.

જે દરેક લોકોને ખાવામાં ખૂબ સારી લાગતી હોય છે.

પરંતુ કોઇએ તેને ક્યારેય ઘરે બનાવવાનો ટ્રાય નહીં કર્યો હોય. કારણકે તેને બનાવવી ખૂબ અઘરી હોય છે.

પરંતુ આજે અમે તમારી આ મુશ્કેલીને સરળ કરીને તમારા માટે આ રેસીપી લઇને આવ્યાં છીએ.

કે જેને આપ ઘરે પણ બનાવી શકશો અને એ પણ બિલકુલ સરળતાથી.

તો ચાલો જોઇએ કે આ વાનગીને કેવી રીતે બનાવી શકાય.

ઘરે જ બનાવો હવે આ રીતે ટેસ્ટી સોન પાપડી.

સોનપાપડી બનાવવા માટે ની સામગ્રીઃ

ખાંડઃ 2 કપ
મેંદોઃ 1 કપ
ચણાનો લોટઃ 1 કપ
ઘીઃ 1.5 કપ
દૂધઃ 2 ચમચી
પાણીઃ 1.5 કપ
ઇલાયચી પાવડરઃ 1 ચમચી
પિસ્તા (સમારેલા): 3 મોટી ચમચી

(Soan papdi recipe in gujarati) બનાવવાની રીતઃ

સૌ પ્રથમ તમે સોન પાપડી બનાવવા માટે મીડિયમ આંચમાં એક પેનમાં ઘી ગરમ કરી લો અને બાદમાં તેમાં મેદો અને ચણાનો લોટ મિક્ષ કરીને તે આછા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી તે લોટને શેકી લો.

હવે ગેસને બંધ કરીને આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યાર બાદ તમે મીડિયમ તાપે એક બીજી પેનમાં દૂધ, પાણી અને ખાંડને મિક્ષ કરીને તેની ચાસણી બનાવી લો.

બાદમાં તેને ઉકાળીને 2 તારની ચાસણી બને તેમ તેને બરાબર ઉકાળી લો.

હવે આ ચાસણીને શેકેલા લોટમાં ઉમેરીને 10 મિનિટ સુધી તેને બરાબર ગુંદી લો.

ત્યાર પછી એક થાળી પર થોડુંક ઘી લગાવો અને આ મિશ્રણમાં બરાબર સરખા પ્રમાણમાં તેને થાળીમાં ફેલાવી દો.

હવે તેની ઉપરથી તેને બદામ-પિસ્તાની કતરણથી ગાર્નિશ કરો.

ત્યાર બાદ જ્યારે આ મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે તેને કટ કરીને સર્વ કરો. તો લો તૈયાર છે આપનાં માટે દિવાળીની સ્વાદિષ્ટ સોનપાપડી.

Rann Utsav 1 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે , ટેન્ટના બદલે અહીં રોકાશો તો ઘણાબધા રૂપિયા બચી જશે

આ પણ વાંચો : નાસ્તા માટે મિનિટોમાં બનાવો સ્વાદિષ્ટ બટેટા વડા

તમને કદાચ ગમશે

Loading...