બનાવો આપડી કાઠિયાવાડી ફેમસ ડીશ : તાવો અને ચાપડી

તાવો ચાપડી આપણી કાઠીયાવાડી ફેમસ ડીસ છે.જે ખાસ કરીને રાજકોટ વાસીઓ ની ફેવરીટ ડીસ છે.બધાં પોતાના સ્વાદ પ્રમાણે બનાવતા હોય છે. હું તમારાં બઘા ની સાથે તાવો ચાપડી ની રેસીપી શેર કરૂં છું.

 

ચાપડી:

  • એક કપ ઘઉંનો કરકરો લોટ
  • એક સ્પૂન રવો
  • એક સ્પૂન તેલ
  • નીમક સ્વાદ અનુસાર
  • મરી નો ભૂકો અડધી ચમચી
  • અડધી ચમચી જીરૂ
  • તળવા માટે તેલ

ચાપડી બનાવાની રીત:

લોટમાં બઘી સામઞી નાખી કઠણ ભાખરી જેવો લોટ બાંધવો પછી લોટ લઇને પુરી જેવડી ચાપડી હાથ થી બનાવી મીડીયમ તેલ મા તળવા ની.જો તમારે ચાપડી તળવી ના હોય તો આ લોટ ની ભાખરી પણ બનાવી શકાય.

તાવો:

તાવો માટે અડધો કપ લીલા વટાણા,થોડો ઝીણો સમારેલ ગુવાર,એક નાનું રીંગણ કાપેલું,એક બટેટુ કાપેલું,થોડી કોબી,ફલાવર,લીલી ફણસી,લીલી તુવેર ના દાણા શિયાળા જે શાકભાજી એવલેબલ તે ચાલે. પાવભાજી ની જેમ બઘા શાકભાજી જીણા સમારીને થોડાં પાણી મા બાફી લેવા. લસણ આદુ મરચાં ની પેસ્ટ ત્રણ ટેબલ સ્પૂન જેટલી ખાંડી લો.

બે ડુંગળી ઝીણી સમારેલી લો. ચાર ટમેટા ની પયુરી બનાવી લો. હવે ચાર થી પાંચેક સ્પૂન તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ હીઞ નાખી ડુંગળી ઝીણી સમારેલી નાખીસાંતળવું પછી લસણ આદુ મરચાં ની પેસ્ટ નાખીસાંતળવું પછી ત્રણ ચમચી લાલ મરચું કાશ્મીરી અડધી ચમચી હળદર,ધાણાજીરૂ,એક સ્પૂન ગરમ મસાલો નાખી સાંતળવું પછી ટમેટા ની પયુરી નાખી સાંતળવું બે પાંચ મીનીટ તેલ ઉપર દેખાવા માડે એટલે બાફેલા શાકભાજી અંદર નાખી મીક્સ કરી પછી નીમક,લીંબુ,ખાંડ સ્વાદ અનુસાર નાખવું અને થોડું પાણી નાખી ઉકાળે ત્યા સુધી ચડવા દેવાનુ. તાવા મા રસો વધારે હોય છે. એટલે તે પ્રમાણે ગ્રેવી રાખવી. કારણકે ચાપડી સાથે ચોરી ને ખાવાનું છે.

તાવા ની અંદર છેલ્લે થોડો ગરમ મસાલો લીલા ધાણા ભાજી નાખી મીક્સ કરી લો.બાકી ના બધાં મસાલા તમારાં સ્વાદ અનુસાર નાંખવા.

ગરમાગરમ તાવો ચાપડી અને સલાડ અને છાશ સાથે સર્વ કરો. ચાપડી નો ભૂકો કરી ઉપર થી ગરમાગરમ તાવો નાખી ખાવાનું.

બનાવો તમારી ફેવરિટ રેસિપી : ડ્રાય મન્ચુરિયન

તમને અમારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ મા જરૂર જણાવજો
અને હા આવી જ રેસિપી જોવા માટે અમારું ફેશબુક પેજ લાઈક કરવાનું ન ભૂલતા 🙂

તમે તમારી રેસિપી પણ શેર કરી ને ગુજ્જુટેક ની વેબસાઈટ પર જોઈ શકો છો
ફક્ત અમને મેલ કરો gujjutech.in@gmail.com પર

તમને કદાચ ગમશે