આ વ્યક્તિના પેટ માંથી નીકળ્યું ૧૨ ઇંચ લાંબુ રીંગણું, કારણ જાણીને ધ્રુજી ઉઠસો

ઈન્ટરનેટના માધ્યમથી આજે આપણેને દેશ વિદેશના ઘણા નાના અને મોટા સમાચાર સરળતાથી મળી જાય છે. તેવામાં ઘણી વખત થોડા સમાચાર એટલા વિચિત્ર હોય છે. જે વાંચીને આપણે પણ આપણું માથું ખંજવાળવા લાગીએ છીએ. આજે અમે તમને એક એવા જ વિચિત્ર સમાચાર જણાવવાના છીએ જે જાણીને તમારું માથું ચકરાવે ચડી જશે.

ખાસ કરીને ચીનમાં એક ઘણો જ મોટો વિચિત્ર કેસ સામે આવ્યો છે. અહિયાં એક વ્યક્તિ ડોક્ટર પાસે પેટમાં દુ:ખાવાની ફરિયાદ લઈને જાય છે. જયારે ડોકર એ માણસનો એક્સ રે લીધો તો તેને કાંઈક એવું જોયું કે તે પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા. ખાસ કરીને આ દર્દીના પેટમાં ૧૨ ઇંચનું આખું રીંગણું ફસાયેલું હતું. અમને પૂરો વિશ્વાસ છે કે તમે વિચારી રહ્યા હશો કે છેવટે આ આખું રીંગણું આ વ્યક્તિના પેટમાં ગયું કેવી રીતે? પરંતુ જયારે તમે તે વાતનું સાચું કારણ જાણશો તો સમજી નહિ શકો કે હસવું કે આપણું માથું દીવાલ સાથે અથડાવી લઈએ.

આવો વિસ્તારથી જાણીએ શું છે? પૂરી વિગત

કહે છેને ડોક્ટર ભગવાનનું રૂપ હોય છે. પરંતુ અહિયાં અમે માત્ર તે ડોક્ટર્સની વાત કરી રહ્યા છીએ જેમની પાસે માન્ય ડોક્ટરની ડીગ્રી હોય છે. પરંતુ દુ:ખ ની વાત તો એ છે કે આ દુનિયામાં જેટલા ડીગ્રી વાળા ડોક્ટર નહિ હોય તેનાથી વધુ વગર ડીગ્રી વાળા ડોક્ટર છે. આ ડોક્ટર પોતાના ઘરેલું નુસખાથી લોકોને ઠીક કરવાનો દાવો કરે છે.

પેટમાં દુ:ખાવો તાવ અને શરદી સુધી તો ઠીક છે પરંતુ ઘણા તો કેન્સર જેવી બીન્મારી સુધીના ઘરેલું ઈલાજ જણાવી દે છે. તેવામાં ઘણી વખત ભોળા એવા દર્દી આ કાગળના ડોક્ટરની વાતોમાં આવી જાય છે અને તેમના જણાવેલા નુશખાને અજમાવીને મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એવા જ થોડા ચીનમાં રહેવા વાળા આ વ્યક્તિ સાથે પણ થયું.

૫૦ વર્ષના આ વ્યક્તિને છેલ્લા ઘણા દિવસોથી કબજીયાતની તકલીફ હતી. તેવામાં તે ભૂલથી એક ઝોલા છાપ ડોક્ટર પાસે પહોચી ગયો. હવે આ સાહેબે તેને સલાહ આપી દીધી કે જો તે પોતાના રિક્ટમ એટલે કે ગુદાદ્વારના રસ્તેથી એક આખું રીંગણું અંદર નાખી દેશે તો તેની કબજિયાત ફટાફટથી સાફ થઇ જશે.

હદ તો ત્યારે થઇ ગઈ જયારે આ વ્યક્તિ એ ઝોલા છાપ ડોક્ટરની વાત માની લીધી અને બજારેથી સૌથી લાંબુ રીંગણ ખરીદીને લઇ આવ્યો. બસ પછી શું થયું ભાઈ સાહેબે તે રીંગણને પોતાના ગુદાદ્વારથી સીધું શરીરની અંદર નાખી દીધું. હવે તેણે એ કેવી રીતે કર્યું તે તો તે જાણે. પરંતુ હા, તે જ્યારે પણ આ વાતને યાદ કરે છે તો તે દુખાવાને યાદ કરી તેની આંખોમાં આંસુ ભરાઈ આવે છે.

જયારે આટલું લાંબુ રીંગણ શરીરની અંદર ગયું તો આંતરડા વચ્ચે ફસાઈ ગયું. તેથી શરીરનું આઉટ ગોઇંગ અટકી ગયુ અને બધો મળ ઉલટીઓ દ્વારા બહાર આવવા લાગ્યો. બે ત્રણ દિવસ સતત દુ:ખાવો સહન કર્યા પછી તે જેમ તેમ ડોક્ટર પાસે ગયો. જ્યાં એક્સ રેમાં આટલું લાંબુ રીંગણ જોઈ તે પણ માથું ખંજવાળવા લાગ્યા. આમ તો ઓપરેશન પછી તેમણે જેમ તેમ તેને બહાર કાઢ્યું. હવે દર્દીની હાલત સ્થિર બની ગઈ છે.

જો બીજી વખત તમે પણ કોઈ ડોક્ટર પાસે ઈલાજ કરાવવા જાવ તો પહેલા તેની ડીગ્રી જરૂર જોઈ લો. અને વૈદ, હકીમ કે ઝોલા છાપ ડોક્ટરથી દુર રહો.

આ પણ વાંચો

જો મિનિટોમાં જાણવા માંગો છો? કે બાટલામાં કેટલો ગેસ બચ્યો છે? તો આવી રીતે કરો ભીના કપડાનો ઉપયોગ

તમને કદાચ ગમશે