Vastu Tips Gujarati : શું ઘરમાં સુખ-શાંતિ જોઈએ છે? : તો કરો આટલાં કામ

50
Vastu Tips Gujarati

(Vastu Tips Gujarati) ભારતની સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે અને આપણા દેશને શાસ્ત્રોનો દેશ કહેવાય છે. આજે પશ્ચિમના દેશો પણ ભારતનાં પ્રાચીનશાસ્ત્રોને અનુસરતા થયા છે. વાસ્તુશાસ્ત્ર આવું જ એક અતિપ્રાચીન અને અસરકારક શાસ્ત્ર છે. આજે ભલે નવી પેઢીમાં ચાઈનીઝ ફેંગશૂઈની બોલબાલા હોય, પરંતુ વાસ્તુશાસ્ત્રનો કોઈ વિકલ્પ નથી એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ડિઝાઈન કરેલા ઘરની માગ ખૂબ વધી રહી છે. (Vastu Tips Gujarati) વાસ્તુની નાની નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમારા ઘરમાં અદ્ભુત સુખ-શાંતિનો પ્રવેશ થશે અને જિંદગીમાં એક નવી હકારાત્મક ઊર્જાનો અનુભવ થશે.

વાસ્તુશાસ્ર્ત્ર આપણા જીવનને સ્પાર્શતો એક મહાનતમ વિષય છે. વાસ્તુ શબ્દ આપણી લાગણીઓથી લઈ બ્રહ્માંડમાં પ્રસરતા ચુંબકીય તરંગો સુધી સંકળાયેલાે છે. Vastu Tips Gujarati દરેક સંસ્કૃતિને તપાસતાં જણાઈ આવે છે કે જૂના કાળમાં પણ દરેક પ્રકારનાં બાંધકામ વખતે ચોક્કસ નીતિ-નિયમોનું પાલન થયું હતું.(Vastu Tips Gujarati)

આ નીતિ-નિયમો જમીનની પસંદગીથી લઈને આજુબાજુનાં વાતાવરણથી લઈને આંત‌િરક ગોઠવણ સુધીની તમામ બાબતોમાં લાગુ પડે છે. દરેક વ્યક્તિ વાસ્તુને વધુમાં વધુ મહત્ત્વ એટલા માટે આપે છે કે તમે જેને તમારી કહી શકો તેવી જગ્યા એટલે કે તમારું ઘર કે પછી તમારી ઓફિસ, તમારી ખુશી, તમારી સમૃદ્ધિ તથા તમારા પરિવારથી જોડાયેલી છે.(Vastu Tips Gujarati)

Vastu Tips Gujarati

Loading...

: શું ઘરમાં સુખ-શાંતિ જોઈએ છે? : તો કરો આટલાં કામ

• રસોઈઘર: પશ્ચિમ-દક્ષિણ ખૂણો, દક્ષિણ–પૂર્વ ખૂણો યા દક્ષિણ દિશા.

• પાણી: ઇશાન–ઉત્તર–પૂર્વ ખૂણો.

• ઇલેક્ટ્રિક: મુખ્ય બોર્ડ–દક્ષિણ દિશા

• પૂજાઘર: ઇશાન–ઉત્તર-પૂર્વ ખૂણો.

• અભ્યાસકક્ષ: પશ્ચિમ દિશા.

• બાથરૂમ: વાયવ્ય ખૂણો.

• ટોઇલેટ: વાયવ્ય પશ્ચિમ મધ્યભાગ બાજુ.

• ટે‌લિફોન: ઉત્તર દિશા તરફ.

• દવાઓનાં બોક્સ, રમકડાનાં બોક્સ, નાની–નાની ચીજવસ્તુઓ માટેનાં બોક્સ એક જ જગ્યાએ રાખવાં જરૂરી છે.

• આરામ કરવાના રૂમમાં દેવ–દેવીના ફોટા કે મંદિર ના રાખવાં.

• વડીલોના ફોટાની બરોબર બાજુમાં દેવ–દેવીના ફોટા ના રાખવા તેમજ વધુ પડતા ફોટા ન રાખવા.

• દીવાલો સાફ રાખવી. બને તેટલો જરૂરી સામાન રાખવો. બિનજરૂરી લાઇટ બંધ રાખવી. બિનજરૂરી ભંગાર દૂર કરવો.

• કપડાં, ચોપડા, પુસ્તકોનો ઢગલો ન કરવો, વ્યવસ્થિત ગોઠવવા.

• પલંગ: સૂતી વખતે પૂર્વ યા દક્ષિણમાં પોતાના પગ આવે તેમ સૂવાનું રાખવું.

• બૂટ–ચંપલના ઢગલા ન કરતાં વ્યવસ્થિત રીતે ગોઠવીને રાખવાં.

(Vastu Tips Gujarati)

• રાત્રે ડીમ લાઈટ રાખવી.

• અનાજ ભંડાર નૈઋત્ય દિશા તરફ રાખવો.

• પડદા: ક્રીમ, સફેદ, પિસ્તા વગેરે કલરના રાખવા.

• બ્લૂ, લીલો, આસમાની કલર બને ત્યાં સુધી ન કરતા. ઘર, બંગલા કે ફ્લેટ માટે લાઈટ કલર પસંદ કરવો.

• ટીવી અગ્નિ ખૂણા અથવા દક્ષિણ-પૂર્વ બાજુ રાખવું.

• ટેપરેકોર્ડેર ઉત્તર દિશા તરફ રાખવું.

• ફ્રીઝ, ઘરઘંટી, વોશિંગ મશીન, ક્રમશ: ઉત્તર-દક્ષિણ, ઉત્તર તરફ રાખવાં.

• મુખ્ય દરવાજા પર ઇષ્ટ દેવ-દેવીનું સ્ટિકર લગાવવું.

• વાસ્તુપૂજન, શ્રીસૂક્તના પાઠ-હવન-ચંડીપાઠ નવા ઘરે કરાવવાં જરૂરી.

• બંગલા ફરતે વાડી, ફળ-ફૂલ ઉગાડવાં. પાણીનો ફુવારો, ઘાસની લોન તેમજ વાડી ફરતે લાઈટિંગ કરવું.

• મુખ્ય ગેટ જે દિશાનો હોય તે દિશાના ગ્રહ મુજબ લાઇટ મુખ્ય દરવાજે રાખવી, જેથી અનિષ્ટ ના થાય.

• ઘર એ વ્યક્તિને આરામ કરવાનું સ્થાન હોવાથી વધુ ટેન્શન ન થાય તેનું ખાસ દયાન રાખવું.

• પૂજાઘરમાં હંમેશાં એક જ દેવ–દેવીને સ્થાન આપવું, જે શુભ છે.

• દરેક મંદિરમાં પૂજા-અર્ચના થાય જ છે તો પછી લાભ ઉઠાવજો.મંદિરમાં કરેલું ધર્મકાર્ય ૧૦૦૦ ગણું ફળ પ્રાપ્ત કરાવે છે તે શાસ્ત્રોક્ત વચન છે.

• વ્રત–ઉપવાસ બને ત્યાં સુધી કરવાં. જન્મકુંડળીના ગ્રહમાન મુજબ જે ગ્રહ ઉચ્ચ રાશિનો હોય તે મુજબ ઉપવાસ-ફળાહાર કરવો.

• કોઈ પણ વાતમાં વ્યક્તિ ના માનતી હોય તો કંઈ વાંધો નહીં. વ્યક્તિએ ફક્ત હિન્દુ ધર્મ અનુસાર શ્રીમદ્ ભગવદ્ગીતા, ખ્રિસ્તીમાં બાઈબલ, મુસ્લિમમાં કુરાન, બૌદ્ધમાં ધર્મ અનુસાર બૌદ્ધ ધર્મગ્રંથ ઘરના ઇશાન ખૂણામાં સ્વચ્છ લાલ યા પીળા વસ્ત્રમાં રાખવા.

• કર્મ દ્વારા ભાગ્ય નિર્માણ થાય છે. ડોકટર, વકીલ, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મહેનત કર્યા પછી જ વ્યાવસાયિક કાર્ય કરી શકે છે એમ જીવનમાં પણ નિષ્ણાત બનવાની કોશિશ કરો.

• વાસ્તુ એ કોઈ ચમત્કાર નથી પણ પંચમહાભૂત તત્ત્વ અને પ્રકૃતિ સાથે તેને સીધો સંબંધ છે. વ્યક્તિ ગમે તેટલું વાસ્તુસભર ઘર બનાવે, પરંતુ જો એની નીતિ બરાબર નહીં હોય તો ઘર સ્મશાન બરાબર છે.

• લેખકની નજરે: જ્ઞાન, કર્મ, ભક્તિયોગ દ્વારા જીવનને શ્રીકૃષ્ણમય બનાવી જીવે શિવ થવાની જરૂર છે. નાશવંત જગતમાં ઈશ્વર સત્ય છે, જગત મિથ્યા છે. જીવનની સફળતાનો સમય નિશ્ચિત છે. દરેકને શું મળે છે એ નિશ્ચિત નથી, પરંતુ મૃત્યુ શાશ્વત નિશ્ચિત છે.

(Vastu Tips Gujarati)

આ પણ વાંચો : ભારતના સૌથી ધનવાન એવા ૩ મંદિરો… : જુઓ ક્યાં ક્યાં છે મંદિરો

આનાથી મોટી કઈ વાત હોઈ શકે ? જાણવા જેવો લેખ અચૂક વાંચજો

તમને કદાચ ગમશે

Loading...