શું તમે જાણો છો કે 500 અને 1000ની જૂની નોટોનું શું થયું?

113
Loading...

૮ નવેમ્બર ૨૦૧૬ ની સાંજે એક નિર્ણય થયો ત્યાર પછી ન જાણે કેટલા લોકોની ઊંઘ, શાંતિ બધું ઉડી ગયું. ઘણા તો ગાંડા થઇ ગયા તો ઘણા હોસ્પીટલ પહોચી ગયા. કોઈને સમજમાં ન આવ્યું કે છેવટે આ રાતો રાત થયું કેમ છે, ઘણા લોકો માટે આ કોઈ કાળી રાતથી ઓછું નહિ હોય.

ખાસ કરીને આ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી. જેના કારણે ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની તમામ જૂની નોટ થોડા સમય પછી બંધ કરવાની હતી અને તેના બદલામાં નવી નોટ મળવાની હતી, અને તે નવી નોટો મેળવવા જૂની નોટ બેંકને પાછી આપી દેવામાં આવે એવું જાહેર થયું હતું અને બધાએ એવું જ કર્યું.

પરંતુ શું તમે એ વિચાર્યું છે કે છેવટે બેંકએ આટલી જૂની નોટોનું શું કર્યું હશે? આરબીઆઈએ એ જૂની નોટોનું શું કર્યું હશે? નહિ ને, તો આવો અમે તમને જણાવીએ છીએ કે જૂની નોટ આરબીઆઈએ શું કામમાં આવી રહી છે અને તે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે.

નોટબંધી પછી જેવી રીતે ઢગલાબંધ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બદલાવવામાં આવી, ત્યાર પછી બેન્કોએ જૂની નોટોનો ઢગલો કરવાનું શરુ કર્યું છે. ત્યાં સુધી કે એક અનુમાન મુજબ બેન્કોમાં ૨૨ અબજ જૂની નોટ જમા થઇ હતી, જે માત્ર એક કચરા જેવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે જો આ નોટોનું એક ની ઉપર એક ઢગલો કરવામાં આવે તો તે ઢગલાની ઉંચાઈ એવરેસ્ટ થી ૩૦૦ ગણી વધુ થશે.

આરબીઆઈ માટે આ નોટ ફક્ત એક કચરા જેવી હતી, જેનો એવી રીતે નાશ કરવાનો હતો જેથી તે કોઈના હાથમાં ભૂલથી પણ ન લાગે, જે ધ્યાનમાં રાખીને આરબીઆરીએ આ નોટોને કટિંગ મશીનમાં નાશ કરવાનું આયોજન કર્યું હતું.

આરટીઆઈ દ્વારા જયારે આરબીઆઈને પૂછવામાં આવ્યું કે તે આ જૂની નોટોનું શું કરી રહ્યા છે, તો આ પ્રશ્નનો જવાબ આપતા આરબીઆઈએ જાણકારી આપી કે, હવે આ જૂની નોટોનું વિઘટન કરવામાં આવશે. આરબીઆઈ મુજબ આ નોટોની વેરીફીકેશન એંડ પ્રોસેસિંગ પછી તેને મશીનથી કાપીને ઈંટ આકારમાં બદલી દેવામાં આવશે.

સામાન્ય રીતે કાગળ માંથી બનેલી આવી ઇંટોનો ઉપયોગ ફેક્ટરીમાં કરી શકાય છે, પરંતુ જુની નોટો સાથે એવું ન કરવામાં આવ્યું. આરબીઆરી પ્રવક્તા અક્લ્પના કિલાવાળાએ જણાવ્યું હતું કે, આ ઈંટો નોટના કાગળ માંથી બનેલી હશે, તે ઘણી નાજુક હશે અને કોઈ કામમાં નહિ આવે. આમ તો તેને માટીની નીચે દાટી દેવામાં આવશે.

ચીન પછી ભારત એક એવો દેશ હતો જ્યાં સૌથી વધુ નોટ છપાતી હતી કેમ કે અહિયાં મોટાભાગના કાર્યો રોકડમાં થતા હતા, જો કે પહેલાની સરખામણી એ હવે ઘણું ઓછું થઇ ગયું છે.

આ પણ વાંચો

લ્યો બોલો હવે ..આ જગ્યાએ 4 પાણીપુરી ની કિંમત છે 750 રૂપિયા – વિશ્વાસના આવે તો વાંચો આર્ટીકલ

તમને કદાચ ગમશે

Loading...