આજથી એશિયા કપ 2018નો પ્રારંભ : જાણો શેડ્યૂલ અને ટાઈમ ટેબલ

233
Loading...

આજથી Asia Cup-2018 યુએઈમાં શરૂ થવા જઈ રહી છે, અહીં ભારત સહિત કુલ 6 ટીમો ભાગ લેંશે. ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને હોંગ કોંગની ટીમો છે. જેમાં પ્રથમ મુકાબલો શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે.

ચાલુ વર્ષે રમાનારા Asia Cupનું આયોજન ભારતના બદલે સંયુક્ત અરબ અમીરાત (UAE)માં કરવામાં આવશે. પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન 13 થી 28 સપ્ટેમ્બર વચ્ચે ભારતમાં થવાનું હતું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે.
પહેલા 12 ટૂર્નામેન્ટ વનડે ફોર્મેટમાં રમાતી હતી પરંતુ 2016માં તેન ટી-20 ફોર્મેટમાં બદલી દેવામાં આવી. Asia Cupનું વર્તમાન ચેમ્પિયન ભારત છે.

Asia Cup
Asia Cup ટૂર્નામેન્ટમાં ભારત પોતાની પહેલી મેચ હોંગ કોંગ સામે 18 સપ્ટેમ્બરના રોજ રમશે, તો 19 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ યોજાશે. Asia Cupના ફાઇનલ મુકાબલો 28 સપ્ટેમ્બરના થશે. આ વખતે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ મેદાનમાં ઉતરશે.

Asia Cup શેડ્યૂલ અને ટાઈમ ટેબલ

Asia Cup ગ્રૂપ રાઉન્ડ
15 સપ્ટેમ્બર- બાંગ્લાદેશ V/s શ્રીલંકા (દુબઇ)
16 સપ્ટેમ્બર-પાકિસ્તાન V/s ક્વોલિફાયર (દુબઇ)
17 સપ્ટેમ્બર-શ્રીલંકા V/s અફઘાનિસ્તાન (અબુ ધાબી)
18 સપ્ટેમ્બર-ભારત V/s ક્વોલિફાયર (દુબઇ)
19 સપ્ટેમ્બર-ભારત V/s પાકિસ્તાન (દુબઇ)
20 સપ્ટેમ્બર-બાંગ્લાદેશ V/s અફગાનિસ્તાન (અબુ ધાબી)
Asia Cup સુપર ફોર
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (દુબઇ)
21 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (અબુ ધાબી)
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-એ રનરઅપ (દુબઇ)
23 સપ્ટેમ્બર, ગ્રૂપ-બી વિજેતા V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
25 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ વિજેતા V/s ગ્રૂપ-બી વિજેતા (દુબઇ)
26 સપ્ટેમ્બર, ગ્રૂપ-એ રનરઅપ V/s ગ્રૂપ-બી રનરઅપ (અબુ ધાબી)
28 સપ્ટેમ્બર ફાઇનલ અબુ ધાબી
લાઈવ સ્કોર જાણવા માટે ક્લિક કરો.

તમને કદાચ ગમશે

Loading...