શ્રીલંકા સામે બાંગ્લાદેશનો આસાન વિજય: જાણો કોણે માર્યા વધુ રન

89
Loading...

મુસ્ફીકુર રહીમની ૧૫૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથેની ૧૪૪ રનની ઈનિંગને સહારે Asia cup માં બાંગ્લાદેશે શ્રીલંકા સામેની વન ડેમાં આસાન વિજય મેલવ્યો હતો. . શ્રીલંકાના બોલરોએ શરૃઆતમાં બાંગ્લાદેશ પર પકડ જમાવી હતી, જેના કારણે બાંગ્લાદેશનો સ્કોર ૧૯૫/૭ થઈ ગયો હતો.

જોકે રહીમે એક છેડેથી લડાયક બેટીંગ જારી રાખતાં આખરે બાંગ્લાદેશ ૨૬૧ના સ્કોર પર ઓલઆઉટ થયું હતું. બાંગ્લાદેશની આખરી ત્રણ વિકેટોએ ૬૬ કિંમતી રન જોડતાં શ્રીલંકાને અકળાવ્યું હતુ. શ્રીલંકાના બેટ્સમેનો પ્રભાવ પાડી શક્યા નહતા અને તેઓ ૧૨૪માં ખખડી ગયા હતા.

Asia cup

Asia cup ના પ્રથમ મુકાબલામાં બાંગ્લાદેશના કેપ્ટન મોર્તઝાએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. જોકે ટીમની શરૃઆત નિરાશાજનક રહી હતી. ઓપનર તમીમને કાંડા પર બોલ વાગતાં ફ્રેક્ચર થયું હતુ અને તે પેવેલિયનમાં પાછો ફર્યો હતો.

જ્યારે ઓપનર લિટોન દાસ અને શાકીબ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયનમાં પાછા ફરતાં સ્કોર માત્ર એક રનમાં બે વિકેટ થઈ ગયો હતો. જોકે આ પછી રહીમ અને મિથુને બાજી સંભાળતાં ત્રીજી વિકેટમા ૧૩૩ રન જોડયા હતા. આ પછી સામેના છેડેથી વિકેટ પતન જારી રહ્યું હતુ દરમિયાનમાં રહીમે એક છેડો સંભાળી રાખતાં ૧૫૦ બોલમાં ૧૧ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૧૪૪ રન ફટકાર્યા હતા. જ્યારે મિથુને ૬૮ બોલમાં ૫ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૬૩ રન જોડયા હતા.

Asia cup

માલિંગાએ પ્રભાવક પુનરાગમન કરતાં માત્ર ૨૩ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. તમીમે બાંગ્લાદેશ તરફથી વન ડેમાં બીજા ક્રમનો હાઈએસ્ટ સ્કોર કર્યો હતો.જ્યારે Asia cup માં સંયુક્તપણે બીજા ક્રમનો હાઈએસ્ટ સ્કોર કર્યો હતો.

નેક્સટ મેચ ૧૬ તારીકે પાકિસ્તાન અને હોંકૉન્ગ વચ્ચે ની રમવામાં આવશે.

 

1 ક્લિક પર જોડાવો GUJJUTECH ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે…

તમને કદાચ ગમશે

Loading...