Cricket પાંચમી વન-ડે : આસાન વિજય સાથે ભારતે 3-1થી સીરીઝ પોતાના નામે કરી

Cricket ભારતે મેચ અને સીરીઝ જીતી

સીરીઝની પાંચમી અને અંતિમ વન-ડે મેચમાં વિન્ડીઝને માત્ર 104 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ આ મેચ 9 વિકેટે સરળતાથી જીતી સીરીઝ 3-1થી પોતાના નામે કરી લીધી છે.

105 રનના સાધારણ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ રોહિત શર્મા (63*) અને વિરાટ કોહલી (33*)ની ઈનિંગ્સની મદદથી આ ટાર્ગેટ માત્ર 14.5 ઓવર્સમાં જ પાર કરી લીધો હતો.

અગાઉ ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ સામે વિન્ડીઝની ટીમ ક્યાંય ટકી શકી નહોતી.

બોલરોના તરખાટ સામે વિન્ડીઝ ઘૂંટણિયે

Cricket

Cricket આ મેચમાં ટૉસ જીતીને વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

સીરીઝમાં સતત ચાર વખત ટૉસ જીત્યા બાદ આખરે કોહલી આ મેચમાં ટૉસ હાર્યો હતો.

જોકે, બેટિંગ કરવાનો નિર્ણય વિન્ડીઝના પક્ષમાં રહ્યો નહોતો અને આખી ટીમ માત્ર 104 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.

વન-ડે ક્રિકેટમાં આ વિન્ડીઝનો ભારત વિરુદ્ધ સૌથી લોએસ્ટ સ્કોર છે.

ભારત તરફથી રવિન્દ્ર જાડેજા (4/34) સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદે 2-2, કુલદીપ યાદવ અને ભુવનેશ્વર કુમારે 1-1 વિકેટ ઝડપી હતી.

વિન્ડીઝની ટીમ માત્ર 31.5 ઓવર્સ જ બેટિંગ કરી શકી. મહેમાન ટીમ માટે કેપ્ટન જેસન હોલ્ડરે સૌથી વધુ 25 રન બનાવ્યા.

આ ઉપરાંત રોમમેન પૉવલે 16 અને માર્લોન સેમ્યુઅલ્સે 24 રનનું યોગદાન આપ્યું.

આ ત્રણ સિવાય વિન્ડીઝનો કોઈ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યો નહોતો.

14.5 ઓવર્સમાં જ પાર કર્યો ટાર્ગેટ

Cricket

Cricket 105 રનના અત્યંત સાધારણ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ ખરાબ રહી.

ઓપનર શિખર ધવન માત્ર 4 રનના અંગત સ્કોરે આઉટ થયો ત્યારે લાગ્યું કે,

ભારતીય બેટ્સમેનોને પણ ચેઝ કરવામાં થોડી તકલીફ પડી શકે છે.

જોકે, આ સીરીઝમાં શાનદાર ફોર્મમાં રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ વિન્ડીઝના કોઈ બોલર્સને હાવી થવા દીધા નહોતા.

રોહિતે તો આ નાનકડી મેચમાં પણ છગ્ગાની રમઝટ બોલાવી હતી અને દર્શકોને એન્ટરટેઈન કર્યા હતા.

તેણે 56 બોલમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 63 જ્યારે વિરાટ કોહલીએ 29 બોલમાં 6 ચોગ્ગા સાથે અણનમ 33 રનની ઈનિંગ રમી હતી.

ભારતે માત્ર 14.5 ઓવર્સમાં જ 105 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો અને મેચની સાથે-સાથે સીરીઝ પણ 3-1થી પોતાના નામે કરી લીધી હતી.

જાડેજા મેન ઑફ ધ મેચ, કોહલીને મેન ઑફ ધ સીરીઝ

Cricket

Cricket મેચમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કરનારા

રવિન્દ્ર જાડેજાને મેન ઑફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો તેણે 34 રન આપી વિરોધી ટીમની 4 વિકેટો ઝડપી.

જ્યારે આ સીરીઝમાં 3 સેન્ચુરી સાથે સૌથી વધુ 452 રન બનાવનારા

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને મેન ઑફ ધ સીરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ‘ROCKETRY – ધ નંબી ઇફેક્ટ”નું MOVIE TEASER રિલીઝ : જુઓ અહીંયા

તમને કદાચ ગમશે