પૃથ્વી શોએ 39 બોલમાં ફટકારી અડધીસદી : જાણો વધુ

73
Loading...

ભારતીય ઓપનર પૃથ્વી શોએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ રમવામાં આવી રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે તોફાની અડધીસદી ફટકારી છે. તેણે માત્ર 39 બોલમાં અડધીસદી ફટકારી છે. આ દરમ્યાન તેણે એક સિક્સર અને 8 ચોગ્ગા ફટકાર્યા છે. પહેલી મેચમાં તેણે સદી પારી રમતા કોઈ છગ્ગો ફટકાર્યો ન હતો, પરંતુ આ મેચમાં આવતા જ પહેલી ઓવરમાં છગ્ગો ફટકાર્યો. લંચ બ્રેક સુધીમાં પૃથ્વી શો 52 રન બનાવી રમી રહ્યો હતો. પહેલી ટેસ્ટમાં પૃથ્વીએ 56 બોલમાં અડધીસદી પૂરી કરી હતી. પરંતુ જે રીતે તેણે બેટિંગ તેણે બીજી ટેસ્ટમાં કરી તે શાનદાર છે.

આ પહેલા વેસ્ટઈન્ડીઝે પહેલી પારીમાં 311 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડીઝને આઉટ કરવામાં ભારતના ઉમેશ યાદવનું મોટું યોગદાન રહ્યું. તેણે 6 વિકેટ પોતાના નામે કરી. મહેમાન ટીમ માટે સૌથી વધારે 106 રન રોસ્ટન ચેજે બનાવ્યા. કપ્તાન જેસન હોલ્ડરે 52 રનનું યોગદાન આપ્યું.

વેસ્ટ ઈન્ડીઝે દિવસની શરૂઆત સાત વિકેટના નુકશાને 295 રન સાથે કરી હતી. બીજા દિવસે તેણેય વિકેટ ઉમેશ યાદવે જ લીધી. ચેજ પોતાની ટેસ્ટ કરિયરની ચોથી સદીથી માત્ર બે રન દૂર હતો. તેણે દિવસની પહેલી ઓવરમાં એક રન લીધો. આજ ઓવરમાં ઉમેશે દેવેન્દ્ર બિશૂને પોવેલિયન મોકલ્યો. બીજી ઓવરમાં ચેજે પોતાની સદી પૂરી કરી, પરંતુ ત્યારબાદ પછીની ઓવરમાં તે ઉમેશ યાદવની બોલિંગમાં બોલ્ડ થયો. તેણે પોતાની પારીમાં 189 બોલનો સામનો કરી આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.


અગામી ઓવરમાં ઉમેશે સેનન ગ્રેબિએલને વિકેટની પાછળ ઋષભ પંતના હાથે કેચ કરાવીને વિંડીઝની પારીનો અંત લાવી દીધો. ઉમેશે સળંગ બે વિકેટ લીધી. હવે તે અગામી પારીમાં હેટ્રિક પર હશે. આ સિવાય ભારત માટે કુલદીપ યાદવે ત્રણ, રવિચંદ્રન અશ્વિને એક વિકેટ લીધી.

આ પણ વાંચો : STORAGE ખરીદવા માટે થશે આટલા રૂપિયા,GOOGLEએ શરૂ કરી નવી સર્વિસ : જાણો વધુ

 

તમને કદાચ ગમશે

Loading...