ડેવિસ કપ : સર્બિયા સામે ૦-૩થી ભારતનો પરાજય

Bengaluru : Indian Davis Cup team Captain Anand Amritraj with players Leander Paes, Rohan Bopanna, Yuki Bhambri and Somdev Devvurman during a press conference ahead of their World Group Play off tie against Serbia at KSLTA stadium in Bengaluru on Wednesday. PTI Photo by Shailendra Bhojak (PTI9_10_2014_000171B)

રોહન બોપન્ના અને સાકેત માયનેનીની જોડીનો કરો યા મરો મુકાબલામાં પરાજય થતાં ભારતને સર્બિયા સામેની Davis cup વર્લ્ડ ગ્રુપ પ્લે ઓફ ટાઈમાં ૦-૩થી હારનો સામનો કરવો પડયો હતો.

બોપન્ના અને માયનેનીની જોડીને સર્બિયાના લો રેન્ક હરિફો નિકોલા મિલોજેવિચ અને ડાનીલો પેટ્રોવિચે ૬-૭ (૫-૭), ૨-૬, ૬-૭ (૪-૭)થી પરાજય આપ્યો હતો. આ સાથે સર્બિયાએ વર્લ્ડ ગૂ્રપમાં એન્ટ્રી મેળવી હતી. જોકે Davis cup  ના નવા નિયમો અંતર્ગત ભારતને પાંચ મહિનામાં Davis cup ફાઈનલ્સમાં પ્રવેશવાની આશા છે.

ભારતે ગઈકાલે રમાયેલી બંને સિંગલ્સ ગુમાવી હતી. ભારતના રામકુમાર રામનાથનને સર્બિયાના લાસ્લો જેરેએ ૬-૩, ૪-૬, ૬-૭ (૨-૭), ૨-૬થી હરાવ્યો હતો. આ મુકાબલો ત્રણ કલાક અને ૧૧ મિનિટ ચાલ્યો હતો. જ્યારે ભારતના પ્રજ્નેશ ગુન્નાસ્વરનને ૪-૬, ૩-૬, ૪-૬થી ૫૬માં ક્રમાંકિત સર્બિયન ખેલાડી ડુસાન લાજોવિચે એક કલાક અને ૫૭ મિનિટમાં હરાવ્યો હતો.

1 ક્લિક પર જોડાવો GUJJUTECH ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે…

તમને કદાચ ગમશે