ઈંગ્લેન્ડના ૩૩૨ સામે ભારતના પ્રથમ ઈનિંગમાં ૨૯૨

62
Loading...

સૌરાષ્ટ્રના દિગ્ગજ બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર તરીકેની પ્રતિભાનો પુરાવો આપતાં ચાર વિકેટ ઝડપ્યા બાદ અણનમ ૮૬ રન ફટકારતાં ઈંગ્લેન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટમાં ભારતની સ્થિતિ સુધારી હતી. જાડેજાના અણનમ ૮૬ તેમજ હનુમા વિહારીના ૫૬ રનની મદદથી ભારતે પ્રથમ ઈનિંગમાં ૨૯૨ રન કર્યા હતા.

એક તબક્કે માત્ર ૧૬૦/૬ વિકેટ ગુમાવનારા ભારતને જાડેજાએ ઉગાર્યું હતુ અને વિહારી તેમજ પુંછડિયા બેટસમેનોની મદદથી સન્માનજક સ્થિતિમાં પહોંચાડયું હતુ. ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગને સહારે ૪૦ રનની સરસાઈ મેળવ્યા બાદ બીજી ઈનિંગમાં ૨૧ ઓવરમાં એક વિકટે ૪૮ રન કર્યા હતા.

ઓવલમાં ચાલી રહેલી પાંચમી અને આખરી ટેસ્ટમાં આજે ત્રીજા દિવસે ભારતની ઈનિંગને ૧૭૪/૬ના સ્કોરથી વિહારી અને રવિન્દ્ર જાડેજાએ આગળ ધપાવી હતી. બંને બેટસમેનોએ લડાયક દેખાવ કરતાં સાતમી વિકેટમાં ૭૭ રનની ભાગીદારી કરી હતી. વિહારીએ કારકિર્દીની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં જ અનુભવી બેટ્સમેન તરીકે પર્ફોમન્સ આપતાં ૧૨૪ બોલમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૬ રન કર્યા હતા.

વિહારીના આઉટ થયા બાદ રવિન્દ્ર જાડેજાએ પુંછડિયા બેટસમેનોની મદદથી ૫૫ રન જોડતાં સ્કોરને ૨૯૨ સુધી પહોચાડયો હતો. જાડેજા છેવટ સુધી આઉટ થયો નહતો અને તેણે ૧૫૬ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૫૬ રન ફટકાર્યા હતા.

તમને કદાચ ગમશે

Loading...