પર્થ ટેસ્ટ : 287 રનના ટાર્ગેટ સામે ભારત મુશ્કેલીમાં, 112માં અડધી ટીમ આઉટ

43
Loading...

ભારત પર પરાજયનું સંકટ

ઑસ્ટ્રેલિયાના 287 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારત બીજા ટેસ્ટના ચોથા દિવસે મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે.

દિવસની રમત પૂરી થયા સુધીમાં ભારતનો સ્કોર પાંચ વિકેટના નુકસાન પર 112 રન છે. ભારત હજુ 175 રનથી દૂર છે અને તેની પાંચ વિકેટ બાકી છે.

હનુમા વિહારી 24 અને ઋષભ પંત 9 રને બેટિંગ કરી રહ્યાં છે.

ખૂબ મુશ્કેલ છે પર્થમાં બેટિંગ કરવી

પર્થના આ નવા સ્ટેડિયમ પર બેટિંગ કરવું ઘણું મુશ્કેલ બની ગયું છે. પિચમાંથી બોલર્સને અસમાન ઉછાળ અને મૂવમેન્ટ મળી રહી છે.

પ્રથમ ઈનિંગમાં 43 રનની લીડ મેળવનારી ઑસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં આજે ઉસ્માન ખ્વાજા (72) અને કેપ્ટન ટિમ પેઈન (37)ની વચ્ચે પાંચમી વિકેટની 72 રનની ભાગીદારીની મદદથી 243 રન બનાવ્યા.

ભારતની ખરાબ શરૂઆત

ટાર્ગેટનો પીછો કરતા ભારતની શરૂઆત અત્યંત ખરાબ રહી. ટીમે ઈનિંગના ચોથા બોલે જ લોકેશ રાહુલની વિકેટ ગુમાવી દીધી જે ખાતુ ખોલ્યા વિના જ મિશેલ સ્ટાર્કની બોલિંગમાં બોલ્ડ થઈ ગયો.

એડિલેડમાં ભારતની જીતનો હીરો ચેતેશ્વર પૂજારા પણ માત્ર 4 રન બનાવી જોશ હેઝલવુડના ઉછાળ લેતા બોલ પર પેઈનને કેચ આપી બેઠો.

કોહલી પણ સસ્તામાં આઉટ

13 રનના સ્કોરે ભારતના બે બેટ્સમેન પેવેલિયન પરત ફરી ચૂક્યા હતા. મુરલી વિજય અને વિરાટ કોહલીએ ત્રીજી વિકેટ માટે 35 રન જોડ્યા.

ભારતને પોતાના કેપ્ટન પાસેથી વધુ એક મોટી ઈનિંગની આશા હતી પણ નાથન લાયનના એક સ્પિન થતા બોલ પર તે સ્લિપમાં ખ્વાજાને કેચ આપી બેઠો.

આગામી ઓવરમાં લાયને વિજયને બોલ્ડ કરી ભારતને વધુ એક ઝટકો આપી દીધો.

રહાણે-વિહારીએ થોડી સ્થિરતા આપી

ભારતીય ટીમ 55 રને ચાર વિકેટ ગુમાવી સંકટમાં આવી ગઈ હતી. અજિંક્ય રહાણે અને હનુમા વિહારીએ મળીને ઈનિંગને સંભાળવાનો પ્રયત્ન કર્યો.

બંનેએ મળીને પાંચમી વિકેટ માટે 43 રન જોડ્યા. ભારતને રહાણેના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો. તે 30 રન બનાવી હેઝલવુડની બોલિંગમાં આઉટ થયો.

શમીની છ વિકેટ

અગાઉ ઑસ્ટ્રેલિયાની ટીમ એક સમયે મોટો સ્કોર અને લીડ તરફ અગ્રેસર થતી દેખાઈ રહી હતી પણ કરિયરનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન કરતા મોહમ્મદ શમી (56 રનમાં છ વિકેટ) અને જસપ્રીત બુમરાહ (39 રનમાં 3 વિકેટ)ની મદદથી ભારતે તેને 250થી ઓછા સ્કોર પર રોકી દીધું.

શમીએ ચોથી વાર ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી. ઑસ્ટ્રેલિયાએ એક સમયે વચ્ચે 15 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પણ હેઝલવુડ (નોટઆઉટ 17) અને સ્ટાર્ક(14)એ છેલ્લી વિકેટ માટે 36 રન જોડી ટીમની લીડને 300ની નજીક પહોંચાડી દીધી.

શમીનું આ પ્રદર્શન ઑસ્ટ્રેલિયન ધરતી પર કોઈ ફાસ્ટ બોલરનું ત્રીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અગાઉ પૂર્વ કેપ્ટન કપિલ દેવે 1985માં એડિલેડ ખાતે 106 રનમાં 8 અને અજિત અગરકરે 2003માં એડિલેડમાં જ 41 રન આપી 6 વિકેટ ઝડપી હતી.

ઑસ્ટ્રેલિયાની સંગીન શરૂઆત

ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના 4 વિકેટે 132 રનથી આગળ રમવાનું શરૂ કરતા ચોથા દિવસના પ્રથમ સત્રમાં કોઈ વિકેટ ગુમાવી નહીં. પેઈન અને ખ્વાજાએ ખૂબ જ સતર્કતા સાથે બેટિંગ કરી.

એક સમયે લાગી રહ્યું હતું કે, ઑસ્ટ્રેલિયા ભારતને ખૂબ વિશાળ ટાર્ગેટ આપશે પરંતુ મોહમ્મદ શમી અને બુમરાહે લંચ પછી શાનદાર બોલિંગ કરતા તેને 243 રનમાં સમેટી લીધું હતું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...