AUSvIND: ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ભારતે વન-ડે શ્રેણી જીતી, ધોની ની કમાલ ની ઇંનિંગ

36
Loading...

India ઓસ્ટ્રેલિયામાં ભારતનો શ્રેણી વિજય

અહીં રમાઈ રહેલી વન-ડે સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ આપેલા 231

રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને 3 વિકેટ 49.2 ઓવરમાં 234 રન બનાવી લીધા હતા. 

ભારત તરફથી મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 87 રનની ઈનિંગ રમી. કેદાર જાધવે પણ 61 રનની ઉપયોગી ઈનિંગની મદદથી ભારતે મેચમાં જીત મેળવી છે.

શરૂઆતમાં ભારતના બંને ઓપનર્સ સસ્તામાં આઉટ થઈ ગતા. તો કેપ્ટન વિરાટ કોહલી પણ સારી શરૂઆત બાદ 46 રનના સ્કોરે પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

બાદમાં ક્રિઝ પર રહેલી ધોની-જાધવની જોડીએ 121 રનની પાર્ટનરશિપ દ્વારા ટીમને વિજય અપાવ્યો.

ભારતને મળ્યો હતો 231 રનનો ટાર્ગેટ

અહીં રમાઈ રહેલી વન-ડે સીરિઝની અંતિમ અને ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 48.4 ઓવરમાં 10 વિકેટે 230 રન બનાવ્યા હતા.

આમ ભારતને 231 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

કોહલીનો આ નિર્ણય ભારત માટે ફાયદાકારક સાબિત થયો હતો અને ભુવનેશ્વર કુમારે 27 રનના સ્કોરે બંને ઓપનર્સને આઉટ કરીને પાછા મોકલી દીધા હતા.

પીટર હેન્ડ્સકોમ્બે રમી 58 રનની ઈનિંગ

Hop in for a free ride with

ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધારે પીટર હેન્ડ્સકોમ્બે 58 રનની ઈનિંગ રમી હતી. શોન માર્શ પણ સારી બેટિંગ કરી રહ્યો હતો પરંતુ ચહલે તેને 39 રનના સ્કોરે આઉટ કર્યો હતો.

ઉસ્માન ખ્વાજા 34 રને આઉટ થયો હતો. પાછલી મેચમાં તાબડતોડ ઈનિંગ રમનાર મેક્સવેલે આ વખતે 19 બોલમાં 26 રને આઉટ થયો હતો.

ઓલરાઉન્ડર માર્ક્સ સ્ટોઈનિસ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 10 રન બનાવી આઉટ થઈ ગયો હતો.

કાંગારૂ ટીમના પૂંછડીયા બેટ્સમેનો પણ કઈ ખાસ કરી શક્યો નહોતા. આમ સમગ્ર ટીમ 230 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ચહલનો તરખાટ

સમગ્ર વન-ડે સીરિઝમાં ભુવનેશ્વર કુમારે કાંગારૂ ટીમના કેપ્ટન એરોન ફિંચને પરેશાન કર્યો છે. આ વખતે પણ ભુવીએ ફિંચની વિકેટ લીધી હતી.

પરંતુ મેચ દરમિયાન યજુર્વેન્દ્ર ચહલે સૌથી સારી બોલિંગ કરી હતી. ચહલે 10 ઓવરમાં 42 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે મહોમ્મદ શમીએ પણ 2 વિકેટ ઝડપી હતી.

ભારત મેચ જીતી ને વન-ડે સીરિઝ પર કબ્જો કર્યો

ઉલ્લેખનીય છે કે આ મેચ વન-ડે સીરિઝ નિર્ણાયક મેચ હતી. 3 વન-ડેની સીરિઝની પહેલી મેચ સીડનીમાં રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાને જીત મળી હતી.

ત્યારબાદ એડિલેડમાં રમાયેલી વન-ડેમાં ભારતે 6 વિકિટે વિજય મેળવ્યો હતો.

આમ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ ભારતે જીતીને ઓસ્ટ્રેલિયાની ધરતી પર વન-ડે શ્રેણી જીતી લીધી હતી.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...