Ind Vs Nz : ભારતે ન્યૂઝીલેન્ડ ને ૯૦ રને હરાવી સિરીઝ માં ૨-૦ થી આગળ,દેશવાસી ને ગણતંત્ર દિવસ ની ભેટ

35
Loading...

કિવી ટીમને હરાવી ભારત 2-0થી આગળ

નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડની પિચ પર સ્પિનર કુલદીપ યાદવે જોરદાર પ્રદર્શન કર્યું. પહેલી વન ડેની જેમ બીજી મેચમાં પણ યાદવે યજમાન ટીમની કમર તોડીને 45 રન આપી 4 વિકેટ ખંખેરી.

યાદવની ઘાતક બોલિંગ અને બેટ્સમેનોના આક્રમક પ્રદર્શનના કારણે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 90 રનથી હરાવ્યું.

ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરીને 4 વિકેટે 324 રન ફટકાર્યા. રોહિત શર્મા અને શિખર ધવને સૌથી વધુ રન કર્યા.

રોહિતે 87 અને ધવને 66 રન બનાવી ભારતનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો.

કુલદીપ યાદવે ઝડપી 4 વિકેટ

324 રનના લક્ષ્ય સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલી કિવી ટીમ સતત વિકેટ ગુમાવતી રહી અને 40.2 ઓવરમાં 234 રન જ બનાવી શકી.

કુલદીપ યાદવે સતત બીજી વન ડેમાં 4 વિકેટ ઝડપીને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો. આ પ્રકારે ભારતીય ટીમે 5 મેચની સીરીઝમાં શરૂઆતની બે મેચ જીતી લીધી છે.

ભારત સીરીઝમાં 2-0થી આગળ છે. રનના મામલે ભારતે ન્યૂઝીલેન્ડમાં મેળવેલી આ સૌથી મોટી જીત છે.

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન

ન્યૂઝીલેન્ડની ટીમ માટે ડગ બ્રેસવેલે સૌથી વધુ 57 રન બનાવ્યા. તેણે 46 બોલમાં પાંચ ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા.

ભારતીય ટીમમાંથી કુલદીપ યાદવ ઉપરાંત ભુવનેશ્વર કુમાર અને યુજવેંદ્ર ચહલે બે-બે વિકેટ લીધી. મોહમ્મદ શમી અને કેદાર જાધવ એક-એક વિકેટ ખંખેરવામાં સફળ રહ્યા.

ભારતીય બેટ્સમેનની વાત કરીએ તો રોહિત અને ધવન ઉપરાંત મહેંદ્રસિંહ ધોનીએ 48 રને નોટ આઉટ રહ્યો. અંબતિ રાયડૂએ 47 રન અને કેપ્ટન કોહલીએ 43 રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડના ટ્રેંટ બોલ્ટ અને લોકી ફર્ગ્યૂસને ભારતની બે-બે વિકેટ ઝડપી હતી.



આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો



તમને કદાચ ગમશે

Loading...