Ind Vs Nz : પ્રથમ વનડે માં ભારત નો ૮ વિકેટે ભવ્ય વિજય,ભારત સીરિઝ માં ૧-૦ થી આગળ..

46
Loading...

ન્યૂઝીલેન્ડમાં ભારતની વિજય શરૂઆત

ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વન-ડે સીરીઝનો શાનદાર પ્રારંભ કર્યો અને બુધવારે નેપિયરમાં પ્રથમ વન-ડે 8 વિકેટથી જીતી લીધી.

બોલરોના દમદાર પ્રદર્શના બાદ ભારતીય ઓપનર શિખર ધવન (75*)એ શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને જીત અપાવી.

ન્યૂઝીલેન્ડની ટીમે ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તે માત્ર 157 રનમાં સમેટાઈ ગઈ.

તીવ્ર પ્રકાશને કારણે મેચ 10.1 રોકવામાં આવી અને બાદમાં ભારતને 49 ઓવર્સમાં 156 રનનો ટાર્ગેટ મળ્યો જેને મેહમાન ટીમે 2 વિકેટ ગુમાવી 34.5 ઓવરમાં હાંસલ કરી લીધો.

આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચોની સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે.

ફોર્મમાં પરત આવ્યો ‘ગબ્બર’

શિખર ધવને 103 બોલમાં 75 રનની નોટઆઉટ ઈનિંગ રમી. તેણે પોતાની ઈનિંગમાં 6 ચોગ્ગા લગાવ્યા. કેપ્ટન વિરાટ કોહલીએ 59 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા.

શિખર અને વિરાટ વચ્ચે બીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી નોંધાઈ. વિરાટ બીજી વિકેટના રૂપે લૉકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો.

અગાઉ રોહિત 11 રન બનાવી બ્રેસવેલનો શિકાર બન્યો હતો.

શમી-કુલદીપનો તરખાટ, કીવી 157માં ફીંડલું

આ અગાઉ ભારતે મેજબાન ટીમને 157 રનના સામાન્ય સ્કોર પર ઑલઆઉટ કરી દીધી. ભારતીય બોલર્સે શરૂઆતથી જ તેમને મુશ્કેલીમાં રાખ્યા.

કીવીની આ ઈનિંગમાં કુલદીપ યાદવે સૌથી વધુ 4 વિકેટ ઝડપી જ્યારે પેસર મોહમ્મદ શમીએ 3, યુઝવેન્દ્ર ચહલે 2 અને કેદાર જાધવે એક વિકેટ ઝડપી.

કીવી ટીમ માટે કેપ્ટન કેન વિલિયમ્સને સૌથી વધુ 64 રન બનાવ્યા. તેણે 81 બોલમાં 7 ચોગ્ગા ફટકાર્યા. આ ઉપરાંત રોઝ ટેલરે 24 રનનું યોગદાન આપ્યું.

છેલ્લા 17 બોલમાં કુલદીપે લીધી 4 વિકેટ

એક સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 6 વિકેટે 133 રન હતો અને કુલદીપને એકેય વિકેટ નહોતી મળી. કુલદીપે પોતાની 8મી ઓવરમાં કેપ્ટન કેન વિલિયમ્સનને આઉટ કર્યો.

ત્યારબાદ તેણે કીવી ટીમના પૂંછડીયા બેટ્સમેનોને ફટાફટ આઉટ કરી લીધા. તેણે પોતાના છેલ્લા 17 બોલમાં આ 4 વિકેટ મેળવી.

શમીએ કરી શાનદાર શરૂઆત

મોહમ્મદ શમીએ ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી.

શમીએ પોતાની પ્રથમ બે ઓવરમાં જ ગુપ્ટિલ (5) અને કોલિન મુનરો (8)ને બોલ્ડ કરી મેજબાન ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું.

કેપ્ટન વિલિયમ્સન અને ટેલરે ઈનિંગને સ્થિરતા આપવાના પ્રયાસ કર્યા પણ ચહલે ટેલરને આઉટ કરી આ જોડી તોડી નાખી.

ત્યારબાદ તેણે ટૉમ લેથમની વિકેટ લઈ ન્યૂઝીલેન્ડની મુશ્કેલીઓ વધારી દીધી.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...