બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતની 150મી જીત,જાણો વધુ,

44
Loading...

ભારતની 150મી ટેસ્ટ જીત

ભારત રવિવારે મેલબોર્નમાં ત્રીજી ટેસ્ટના પાંચ દિવસે ઑસ્ટ્રેલિયાને 137 રને હરાવી ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 150 અથવા તેથી વધુ જીત મેળવનારો દુનિયાનો પાંચમો અને એશિયાનો પ્રથમ દેશ બની ગયો.

બીજી જ સીરીઝમાં પંતે ગજબનો રેકોર્ડ બનાવ્યો

ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ નાથન લાયનને વિકેટકીપર ઋષભ પંતના હાથમાં ઝીલાવી ભારતને જીત અપાવી.

પંત માટે આ સીરીઝમાં આ તેનો 20મો શિકાર હતો અને તેની સાથે જ તે એક સીરીઝમાં સૌથી વધુ શિકાર ઝડપનારો ભારતીય વિકેટકીપર બની ગયો.

આ દેશોની યાદીમાં આવી ગયું ભારત

ભારતે પોતાની 532મી ટેસ્ટમાં 150મી જીત નોંધાવી. ભારત ઉપરાંત ઑસ્ટ્રેલિયા (384), ઈંગ્લેન્ડ (364), વેસ્ટઈન્ડિઝ (171) અને સાઉથ આફ્રિકા (162) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. ઑસ્ટ્રેલિયાની આ ટેસ્ટ ક્રિકેટમાં 222મી હાર છે અને તેનાથી વધુ હાર માત્ર ઈંગ્લેન્ડ (298)ના નામે છે.

ધોનીના રેકોર્ડથી એક જીત પાછળ વિરાટ

વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટન તરીકે 45મી મેચમાં ટીમની આગેવાની કરતા 26મી જીત મેળવી.

ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ જીત મેળવવા બાબતે તે હવે માત્ર મહેન્દ્ર સિંહ ધોનીથી પાછળ છે જેણે 60 મેચોમાં ટીમની આગેવાની કરી અને 27 મેચોમાં જીત મેળવી હતી.

ગાંગુલીની બરાબરી કરી

કોહલીની આગેવાની વિદેશની જમીન પર આ ભારતની 11મી જીત છે.

આ જીતની સાથે જ કોહલી સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે, જેના નેતૃત્વમાં ભારત 11 ટેસ્ટ જીતી ચૂક્યું છે.

ગાંગુલીની આગેવાની ભારત 49 ટેસ્ટ રમ્યું જેમાં 21 જીત મળી છે.રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...