પહેલી ઈનિંગમાં ભારત 283 રને ઓલઆઉટ, કોહલીની વિકેટથી થયો વિવાદ

21
Loading...

પહેલી ઈનિંગમાં ભારત 283માં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયા પહેલા ઈનિંગમાં 105 ઓવરમાં 283 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ 123 રન બનાવીને ત્રીજા દિવસે લંચ પહેલા પવેલિયન જતો રહ્યો. વિરાટે આ પહેલા 214 બોલમાં કરિયરનું 25મી સદી ફટકારી.

જ્યારે અજિંક્ય રહાણેએ પણ ઉપયોગી 51 રનની ઈનિંગ રમી હતી. એવામાં ઓસ્ટ્રેલિયાની ટીમને પહેલી ઈનિંગમાં 43 રનની લીડ મળી ગઈ છે.

વિરાટ કોહલીએ ફટકારી સદી

જોકે પહેલી ઈનિંગમાં વિરાટ કોહલીની વિકેટથી ક્રિકેટ જગતમાં એક નવો વિવાદ ઊભો થયો છે.

ઈનિંગની 93મી ઓવરમાં પેટ કમિન્સનો બોલ વિરાટના બેટને અડીને સ્લીપમાં ઉભેલા પીટર હેન્ડ્સકોમ્બના હાથમાં ગયો હતો, શરૂઆતમાં એવું લાગ્યું કે બોલ ટપ્પો ખાઈને હેન્ડ્સકોમ્બના હાથમાં ગયો છે.

એવામાં અમ્પાયર ધર્મસેનાને પણ વિરાટ આઉટ લાગ્યો. તેમણે હાથ દ્વારા આઉટનો ઈશારો કરતા ત્રીજા અમ્પાયરની મદદ લીધી.

વિરાટની વિકેટથી ઊભો થયો વિવાદ

ત્રીજા અમ્પાયર પાસે જે વીડિયો ફુટેજ ઉપલબ્ધ હતી. તેમાં આ વાસ સ્પષ્ટ ન થઈ શકી કે બોલ હેન્ડ્સકોમ્બના હાથમાં આવતા પહેલી જમીનને સ્પર્શ થયો છે કે નહીં, એવામાં ત્રીજા અમ્પાયરના નિર્ણયના વિરુદ્ધ ન જતા વિરાટને આઉટ આપ્યો.

તેમની પાસે એવી કોઈ ફુટેજ નહોતી જેમાં તે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલી શકે, આ કારણે ફિલ્ડીંગ ટીમને બેનીફિટ ઓફ ડાઉટ આપવામાં આવ્યો. અને વિરાટની ઈનિંગનો અંત થયો.

અમ્પાયરના નિર્ણયથી વિરાટ નારાજ

પવેલિયન જતા સમયે વિરાટ સ્પષ્ટ પણ અમ્પાયરના નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યો હતો. એવામાં તેની વિરુદ્ધ કોઈ એક્શન લેવામાં આવી શકે છે.

આ વીડિયોને જોઈને તમે જ નક્કી કરો વિરાટ આઉટ હતો કે નહીં. વિરાટને આઉટ આપવાના અમ્પાયરના નિર્ણય પર એક્સપર્ટના મંતવ્યો પણ અલગ-અલગ જોવા મળ્યા.

સંજય માંજરેકરે કહ્યું કે ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલવા માટે કોઈ પ્રૂફ ન હોવાના કારણે વિરાટને આઉટ અપાયો. જ્યારે હરભજન સિંહનું કહેવું હતું કે વિરાટ આઉટ નહોતો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સટાગ્રામ માં ફોલો કરવા ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...