એડિલેડ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય,જાણો કેટલા વર્ષ નો તૂટયો રેકોર્ડ?

42
Loading...

India એડિલેડ ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક વિજય

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એડિલેટ ટેસ્ટના પાંચમા દિવસે ભારતીય ટીમે 31 રનથી હરાવીને 4 ટેસ્ટની સીરિઝમાં 1-0થી લીડ મેળવી ઐતિહાસિક વિજય મેળવ્યો છે.

ભારતે આપેલા 323 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મેજબાન ટીમ 291 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ પહેલી ઈનિંગમાં 123 રન તથા બીજી ઈનિંગમાં 71 રન બનાવ્યા હતા.

ભારત તરફથી વિકટે ઝડપી હતી. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અન શમીએ 3-3 વિકેટો ઝડપી હતી.

ભારતે 86 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ભારતના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પહેલી જ ટેસ્ટ મેચ જીતી હોય.

1932થી ટેસ્ટ મેચ રમતી ભારતની ટીમ આ પહેલા ક્યારેય પણ પોતાની પહેલી ટેસ્ટ ઓસ્ટ્રેલિયામાં નહોતી જીતી શકી. પરંતુ વિરાટ એન્ડ કંપનીએ આ રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ભારતીય બોલર્સનું શાનદાર પ્રદર્શન

ભારતીય બોલર્સે મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. મેચમાં અશ્વિન અને બુમરાહે 6-6 વિકેટો ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો.

ભારતે પહેલી ઈનિંગમાં પૂજારાની શાનદાર સદીની મદદથી 10 વિકેટે 250 રન બનાવ્યા હતા. પહેલી ઈનિંગના અંતે ભારતને 15 રનની લીડ મળી હતી.

જે બાદ ભારતે બીજી ઈનિંગમાં પૂજારાના 71 અને રહાણેના 70 રનની ઈનિંગની મદદથી 307 રન બનાવ્યા હતા. મેજબાન ટીમને જીત માટે 323 રનનું લક્ષ્ય આપ્યું હતું.

મેચની બંને ઈનિંગમાં કેપ્ટન કોહલી કઈ ખાસ કરી શક્યો નહોતો.

ઓસ્ટ્રેલિયાના લાયને મેચમાં 8 વિકેટ

બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. તેના બંને ઓપનિંગ બેટ્સમેન 50 રનના સ્કોર પહેલા આઉટ થઈ ગયા હતા.

ઓસ્ટ્રેલિયા માટે શોન માર્ટે 60 રનની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ કેપ્ટન પેઈને 41 રનની ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયાના પાછલા ક્રમના બેટ્સમેનોએ મેચ ડ્રો કરવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા.

એક સમયે એમ લાગી રહ્યું હતું કે મેચનું પરિણામ કોઈપણ બાજુ આવી શકે છે, પરંતુ અશ્વિન હેઝલવુડની છેલ્લવી વિકેટ ઝડપીને ભારતના પક્ષમાં વિજય અપાવ્યો હતો.

મેચમાં નાથાન લાયને 8 વિકેટો ઝડપી હતી. જે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી શ્રેષ્ઠ બોલિંગ હતી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...