AUSvIND: પ્રથમ T20 માટે 12 ખેલાડીઓની ભારતીય ટીમ જાહેર : જાણો કોણ ઈન કોણ આઉટ

50

Aus સામેની ટી20 માટે Ind ની ટીમ જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝના પહેલા મુકાબલા માટે 12 ખેલાડીઓના નામનું લિસ્ટ જાહેર કર્યું છે.

બ્રિસ્બેનના ગાબા મેદાનમાં રમાનારા આ મુકાબલા માટે ટીમ ઈન્ડિયાએ ઋષભ પંત, કે.એલ રાહુલ અને દિનેશ કાર્તિક ત્રણેય ખેલાડીઓને રાખ્યા છે.

જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધી ઓસ્ટ્રેલિયામાં કુલ 6 મેચોમાં રમી છે અને 4માં જીત મેળવી છે.

Loading...

ખલીલ અહેમદને મળ્યું ટીમમાં સ્થાન

Ind ની બોલિંગની વાત કરીએ તો ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ ઉપરાંત બોલિંગમાં ખલીલ અહેમદને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

હવે જોવાની વાત રહેશે કે મેચ માટે કયા ખેલાડીને બહાર રહેવું પડી શકે છે.

12 ખેલાડીઓ ટીમમાં શામેલ


જોરદાર ફોર્મમાં ચાલી રહેલા વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગ કરતા જોવા મળશે.

મિડલ ઓર્ડરની જવાબદારી વિરાટ કોહલી સાથે દિનેશ કાર્તિક, ઋષભ પંત અને કે.એલ રાહુલ સંભાળશે.

વેસ્ટ ઈન્ડીઝ સામે શાનદાર ડેબ્યૂ કરનારા કૃણાલ પંડ્યાનું નામ પણ સંભવત 12 ખેલાડીઓમાં શામેલ છે.

Ind ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, કે.એલ રાહુલ, દિનેશ કાર્તિક, ઋષભ પંત, કૃણાલ પંડ્યા, યજુર્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ.

Aus ની ટીમ

એરોન ફિંચ (કેપ્ટન), એસ્ટોન એકર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કારે, નાથન કોલ્ટર નાઈલ, ક્રિસ લિન, બેન મેકડકમોટ, ગ્લેન મેક્સવેલ, ડાસી શોર્ટ, બિલી સ્ટાનલેક, માર્ક્સ સ્ટોઈનિસ, એન્ડ્યૂ ટાઈ, એડમ ઝાંપા.

આ પણ વાંચો : 21 નવેમ્બરે લોન્ચ થશે મારૂતિની આ સસ્તી ફેમિલી કાર : જાણો વધુ

21 નવેમ્બરે લોન્ચ થશે મારૂતિની આ સસ્તી ફેમિલી કાર : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...