આજે પાકિસ્તાન સામેના જંગમાં ભારતની ફાઈનલમાં પ્રવેશવા તરફ નજર : જાણો વધુ

116
Loading...

એશિયા કપમાં સળંગ ચાર વિજય મેળવીને ટાઈટલ જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કરનારી ટીમ India આવતીકાલે સુપર ફોરના મહત્વના મુકાબલામાં પરંપરાગત હરિફ પાકિસ્તાન સામે ટકરાશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાની નજર ટુર્નામેન્ટમાં ફરી વખત પાકિસ્તાનને પછાડવાની સાથે ફાઈનલમાં પ્રવેશવા તરફ રહેશે.

જ્યારે India સામેની હાર બાદ પાકિસ્તાને અફઘાનિસ્તાન સામે કંગાળ પ્રારંભ બાદ લડાયક કમબેક કરતાં વિજય મેળવ્યો હતો. હવે તેઓ પણ ભારતને હરાવીને ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે સાંજે 5.00 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન India ત્રણ દિવસ અગાઉના ગ્રૂપ સ્ટેજના મુકાબલામાં પાકિસ્તાનને ખુબ જ આસાનીથી આઠ વિકેટથી પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયા ફરી વખત પાકિસ્તાનને પછાડવા માટે હોટફેવરિટ મનાય છે. ભારતને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુમાવવો પડ્યો છે, પણ તેના સ્થાને રવિન્દ્ર જાડેજાએ શાનદાર દેખાવ કરતાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.  બાંગ્લાદેશ સામેના વિજય સાથે સુપર ફોરનો પ્રારંભ કર્યા બાદ ભારત આવતીકાલની પાકિસ્તાન સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર નહિ કરે તેમ મનાય છે.

India

કેપ્ટન રોહિત શર્માએ ફોર્મ બતાવતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચમાં અડધી સદીઓ ફટકારી છે. જ્યારે ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ બોલિંગમાં પ્રભાવ પાડ્યો છે. ટીમ India નો મદાર આવતીકાલે પણ આ જ સુપરસ્ટાર્સના શાનદાર દેખાવની આશા છે. જ્યારે સરફરાઝની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમનો મદાર ઓલરાઉન્ડર શોએબ મલિક, ઝમાન તેમજ બાબર જેવા બેટ્સમેનો અને આમેર, ઉસ્માન અને જુનેદ ખાન જેવા બોલરો પર રહેશે.

રોહિત-ધવનનું આક્રમક ફોર્મ : મીડલ ઓર્ડરે સજ્જ રહેવું પડશે

કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ એશિયા કપમાં ફોર્મ બતાવ્યું છે. શિખર ધવને હોંગકોંગ સામેની પ્રથમ વન ડેમાં સદી ફટકારીને ફોર્મ પુરવાર કર્યું હતુ. જ્યારે રોહિત શર્માએ ત્યાર બાદ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામેની મેચોમાં અડધી સદીઓ ફટકારીને ફોર્મ દેખાડ્યું હતુ. મીડલ ઓર્ડરમાં રાયડુએ હોંગકોંગ સામે અડધી સદી ફટકારી હતી. દિનેશ કાર્તિક તેમજ મહેન્દ્ર સિંહ ધોનીએ પણ બેટીંગ પ્રેક્ટિસ કરી લીધી છે. હવે પાકિસ્તાન સામેના મુકાબલામાં મીડલ ઓર્ડરે જવાબદારીભર્યો દેખાવ કરવા સજ્જ રહેવું પડશે.

India

પાકિસ્તાન પર પ્રભુત્વ જાળવવા ભારતીય બોલરો ઉત્સુક

ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની ફાસ્ટ બોલિંગ જોડીની સાથે સાથે રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ અને યઝવેન્દ્ર ચહલની સ્પિન ત્રિપુટી પાકિસ્તાન પર પ્રભુત્વ જાળવી રાખવા માટે ઉત્સુક છે. ટીમ India માં જાડેજાએ ધમાકેદાર પુનરાગમન કર્યું છે અને હવે તે પાકિસ્તાન સામે વિજયી દેખાવ કરવા ઉત્સુક છે. કેદાર જાધવ જેવા ઓલરાઉન્ડરની પ્રતિભાની વધુ એક કસોટી પાકિસ્તાન સામે થશે.

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનની બાઉન્સ-બૅકની તૈયારી

India  સામેની ગ્રૂપ મેચમાં મળેલી હાર બાદ પાકિસ્તાને વળતો જવાબ આપવાની તૈયારી શરુ કરી દીધી છે. અફઘાનિસ્તાન સામેની મેચમા તનાવમાં મુકાયા બાદ પાકિસ્તાને જે પ્રકારે લડાયક વિજય મેળવ્યો હતો, તે જોતા લાગી રહ્યું છે કે, તેઓ ગ્રૂપ સ્ટેજની હાર બાદ ભારત સામે લડાયક દેખાવ માટે તૈયારી કરી રહ્યા છે. કેપ્ટન સરફરાઝને આશા છે કે, તેની ટીમ ભારત સામેની સુપર ફોરની મેચમાં કંગાળ બેટીંગની સમસ્યાને ઉકેલીને શાનદાર દેખાવ કરશે. પાકિસ્તાનનો મદાર શોએબ મલિકની સાથે સાથે ફખર ઝમાન, ઈમામ ઉલ હક તેમજ બાબર જેવા બેટ્સમેનો પર રહેશે. જ્યારે આમેર, જુનેદ, હસન અલી, તેમજ ઉસ્માન ખાન અને શાહીન આફ્રિદી જેવા બોલરો ભારત સામે આક્રમક દેખાવ કરવા માટે તૈયાર છે.

ભારત : રોહિત શર્મા (કેપ્ટન), ધવન, રાયડુ, કાર્તિક, ધોની (વિ.કી.), મનીષ પાંડે, કેદાર જાધવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, સિદ્ધાર્થ કૌલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ચહલ અને દીપક ચહાર

પાકિસ્તાન : ઝમાન, ઈમામ, બાબર, મસૂદ, સરફરાઝ (કેપ્ટન, વિ.કી.), મલિક, સોહૈલ, શદાબ, નવાઝ, અશરફ, હસન, જુનેદ, ઉસ્માન, શાહીન, આસિફ અલી, આમેર.

જુવો લાઈવ સ્કોર

તમને કદાચ ગમશે

Loading...