પાકિસ્તાનને હરાવી ભારતે તોડ્યો પોતાનો 12 વર્ષ જુનો આ રેકોર્ડ : જાણો વધુ

India

ટીમે બુધવારે પાકિસ્તાનને એશિયા કપનાં ગ્રુપ Aની મેચમાં 8 વિકેટ હરાવી દીધું હતુ. આ મહામુકાબલામાં ભારતને પાકિસ્તાને 163 રનનું લક્ષ્ય આપ્યું હતુ જે ભારતે 126 બોલ બાકી રાખીને જ મેળવી લીધું હતુ.

બોલ બાકી રાખવાની રીતે ભારતની આ પાકિસ્તાન સામે સૌથી મોટી જીત છે. આ પહેલા ભારતે 2006માં મુલ્તાનમાં 105 બોલ બાકી રાખીને જીત મેળવી લીધી હતી. આ રીતે ભારતે પોતાનો જ 12 વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે.

 

ગત વર્ષે પાકિસ્તાને ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી, પરંતુ બુધવારે ભારતે પાકિસ્તાનને હરાવીને બદલો લઇ લીધો છે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે તો ભારત અને પાકિસ્તાન વધુ 2 વાર સામ-સામે ટકરાશે.

ભારતીય ટીમે 29 ઓવરમાં 2 વિકેટે 164 રન બનાવી આ મેચને એકતરફી રીતે જીતી લીધી હતી. રોહિત શર્માએ 52 અને શિખર ધવને 46 રન બનાવ્યા હતા અને પહેલી વિકેટ માટે 86 રન જોડ્યા હતા. ત્યારબાદ દિનેશ કાર્તિકે 31 રન અને અંબાતી રાયડૂએ 31 રન ફટકારી 60 રન જોડ્યા હતા અને ભારતને જીત અપાવી હતી. ભારતની આ ટૂર્નામેન્ટમાં સતત બીજી જીત છે. ભારતે આ પહેલા હોંગકોંગને 26 રને હરાવ્યું હતુ. તો પાકિસ્તાનની આ ટૂર્નામેન્ટમાં પહેલી હાર છે. તેણે હોંગકોંગને 8 વિકેટે હરાવ્યું હતુ.

ભારતે ગ્રુપ Aમાં શીર્ષ પર રહીને સુપર ફોરમાં જગ્યા બનાવી છે, જ્યાં ભારતનો મુકાબલો રવિવારે પાકિસ્તાન સામે થશે.

ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યા એશિયા કપમાંથી : જાણો વધુ

તમને કદાચ ગમશે